Home GUJARAT દારૂના કેસમાં તોડકરનાર ASI અને રાઇટર સસ્પેન્ડ

દારૂના કેસમાં તોડકરનાર ASI અને રાઇટર સસ્પેન્ડ

62
0

ફરજ ઉપર બેદરકારી પૂર્વક કામગીરી અને તોડ કરનાર માટે લાલબતી સમાન ઘટના

તપાસમાં બેદરકારી બદલ વાપી ટાઉન PSI પણ ફરજ મોકૂફ.

જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા

જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા

વાપીના સુલપડ વિસ્તારમાં થયેલીમારામારીની ફરિયાદ ટાઉનપોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ વાપી ટાઉન પીએસઆઈવી. એ. વસાવા કરી રહ્યા હતા. આ કેસમાં પીએસઆઇ વસાવાએ જરૂરી યોગ્ય તપાસ નહીં કરી જરૂરીસાક્ષીઓના નિવેદન નોંધ્યા. વિના તપાસ પૂરી કરી આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા વિનાઆરોપીઓને જ્યુડિશિયલકસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે અંગે એક જાગૃત નાગરિકેપીએસઆઇની તપાસમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. જે કેસ એસપીની તપાસ કમિટી પાસે આવતા ફરજપર બેદરકારી દાખવવા બદલ પીએસઆઇ વી. એ. વસાવા સામે શિક્ષાત્મક પગલાં લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. બીજીબાજુ વર્ષ-2023ના નવેમ્બરમાં વાપી ચલા ચેકપોસ્ટ પાસે દમણતરફથી આવતી એકએનઆરઆઇની કારમાંથી દારૂમળી આવતા વાપી ટાઉન ચલાપોલીસ ચોકીના એએસઆઇમયુરીબેન અને રાઈટર કરમસીંહેદારૂના કેસ ન કરવા બદલ ઊંચીકિંમત વસૂલી પરિવાર સાથેગેરવર્તન કર્યું હતું. ગેરવર્તનનીફરિયાદ ઉચ્ચકક્ષાએ કરતા આવાત જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા સુધી પહોંચી હતી.એસપીએ ઘટનાના દિવસનાસીસીટીવી ફૂટેજ અને ચલાચોકીના સીસીટીવી ફુટેજ ચેક કરીએનઆરઆઈ પરિવાર સાથેગેરવર્તન બદલ એએસઆઇમયુરીબેન અને તેમનો રાઇટરકરમસિંહને ફરજ ઉપર બેદરકારીબદલ સસ્પેન્ડ કરતા અન્ય પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાઈ જવાપામ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here