Home GUJARAT ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પીપલોદના રાહુલ રાજ મોલથી વી.આર.મોલ સુધી પોલીસ...

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પીપલોદના રાહુલ રાજ મોલથી વી.આર.મોલ સુધી પોલીસ પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાઈ

34
0
પીપલોદના રાહુલ રાજ મોલથી વી.આર.મોલ સુધી પોલીસ પરેડ અને માર્ચ

ટેબ્લોઝના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો વિષે જ્ઞાન અને સમજ મેળવી શકે એવા અભિગમ સાથે નવા પ્રયોગરૂપે પ્રથમવાર જાહેર રસ્તા પર માર્ચ પાસ્ટનું આયોજન: ગૃહ રાજ્યમંત્રી

SAY NO TO DRUGS: ડ્રગ્સ નાબુદીનો સંદેશ આપવા મગદલ્લા પર દોઢ કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો: ગૃહ રાજ્યમંત્રીએ ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા

૭૫મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના અવસરે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત શહેર અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે પીપલોદના રાહુલ રાજ મોલથી વી.આર.મોલ સુધી પોલીસ બેન્ડ સાથે પરેડ અને માર્ચ-પાસ્ટ યોજાઈ હતી. મંત્રીશ્રી અને મહાનુભાવોએ માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું. સરકારના વિવિધ વિભાગોએ ટેબ્લો પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી. પરેડમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલિને ઉપસ્થિત સૌએ માણી હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કામરેજ તાલુકાના વાવ ગામે આજે સવારે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ હતી, જેમાં યોજાયેલ પોલીસ પરેડ અને વિવિધ વિભાગોના ટેબ્લોના નિદર્શનને શહેરીજનો પણ નિહાળી શકે, ટેબ્લોમાંથી પ્રેરણા મેળવી શકે એવા અભિગમ સાથે સૌપ્રથમવાર નવા પ્રયોગ સ્વરૂપે સંધ્યા સમયે આ માર્ચ પાસ્ટ શહેરની મધ્યમાં જાહેર રસ્તા પર યોજવામાં આવી હતી. જેને શહેરીજનોએ ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો છે.
ટેબ્લોઝના માધ્યમથી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો વિષે જ્ઞાન અને સમજ મેળવી શકે એવો પણ હેતુ હતો એમ જણાવી તેમણે ઉમેર્યું કે, એકતા અને અખંડિતતાની ભાવના સમગ્ર દેશમાં ગુંજી રહી છે, ત્યારે દેશના બંધારણના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ બનવા અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહ્વાન કરી રાજ્યના નાગરિકોને ગણતંત્ર દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી.


આ ઉપરાંત, ડ્રગ્સ ફ્રી શહેર બનાવવા અને પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ડ્રગ્સ નાબુદીનો સંદેશ આપવા મગદલ્લા પર યુથ નેશન સંસ્થા દ્વારા દોઢ કિલોમીટર લાંબો કાર્નિવલ યોજાયો હતો, જેમાં રોડ પર નિયત અંતરે ૧૧ સ્ટેજ બનાવી ડીજે અને આર્ટીસ્ટ ગ્રુપ દ્વારા લાઈવ બેન્ડ પર્ફોર્મન્સ કરાયુ હતું. ફૂડ સ્ટોલ, રમત ગમત અને મનોરંજન સાથે SAY NO TO DRUGS નો સંદેશ આપ્યો હતો, જેમાં ગૃહમંત્રીશ્રીએ ઉપસ્થિત રહી આયોજકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમર, ઈ.પોલીસ મહા નિરીક્ષક,સુરત રેન્જશ્રી વાબાંગ ઝમીર, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિતેશ જોયસર, અધિક પોલીસ કમિશનરશ્રી સેકટર-૨ કે.એન.ડામોર, અધિક પોલીસ કમિશનર ટ્રાફિક શાખા એચ.આર.ચૌધરી, સિટી પ્રાંત અધિકારી વી.જે. ભંડારી, પોલીસ અધિકારીઓ અને જવાનો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here