કેલેન્ડર વિમોચન પ્રસંગે સમાજના પ્રમુખ, તેમજ મહિલા મંડળ હાજર રહી.
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 14 વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશીત કરવામાં આવે છે આ કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તીથી, ચોધડીયા તેમજ મહારાષ્ટ્રીયન તહેવાર સહીતની અનેક વિગતો સાથેનું માહીતી સભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. સદરહું કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે. વર્ષ ર૦ર૪ ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવેલ હતું,પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોટે, સેક્રેટરી ગણેશ ભાઈ સાવંત, મહિલા કમિટીના જ્યોતિ અનંત કાલગુડે, નલિની અનંત શેડગે, સવિતા દિલીપ ગાયકવાડ, ક્રીર્તિ સુરેન્દ્ર ગાયકવાડ,મંદા રમેશ પવાર,શુંભાંગી ગણેશ કડુ,રોશની રાકેશ ભોસલે,માનસી મંગેશ શિંદે,સુરેખા દિપક તાંદલેકર,રીના જીતેન્દ્ર ઝાંઝે,તન્વી પાર્થ શિંદે,આરતી રમેશ કદમછાયા યુવરાજ જાધવ, સુનિતા તુલસીરામ અવઘડે,ગૌરી ગણેશ કુંડલે તેમજ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા
નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા દીનદર્શીકા કેલેન્ડર 2024 વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા.