Home SURAT સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૧૬ થી ૨૫ ડિસે.દરમિયાન દિવસીય ‘GI મહોત્સવ અને...

સુરતના વનિતા વિશ્રામ ખાતે તા.૧૬ થી ૨૫ ડિસે.દરમિયાન દિવસીય ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળાનો પ્રારંભ થશે

60
0
KRANTI SAMAY

દેશભરના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૩૦૦થી ૩૫૦ જેટલા કારીગરો ભાગ લેશે

સુરત, અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તા.૧૬થી ૨૫ ડિસેમ્બર સુધી ‘GI મહોત્સવ અને ODOP હસ્તકલા-૨૦૨૩’ પ્રદર્શન સહ વેચાણ મેળો યોજાશે. મેળાના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઇલ રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન-પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ DPIIT-ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા ૧૦ દિવસીય જીઓગ્રાફીકલ ઈન્ડીકેશન(GI) હસ્તકલા મહોત્સવ અને ODOP (વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ)-૨૦૨૩ કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના GI ટેગ ધરાવતા ૩૦૦ થી ૩૫૦ જેટલા કારીગર/સંસ્થાઓ ભાગ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. જેનો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવિકામાં વૃદ્ધિ કરી વિવિધ રાજ્યોના ભવ્ય, ભાતિગળ અને વૈવિધ્યપુર્ણ કલાવારસાને જીવંત રાખી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here