Home SURAT સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા...

સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ

85
0
સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

એસ.એસ.ટી, એફ.એસ.ટી, વી.એસ.ટી, વી.વી.ટી વગેરે ટીમો દ્વારા ક્ષેત્રીય કામગીરી.

સુરત જિલ્લામાં ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત.

સુરતઃગુરૂવારઃ વિધાનસભા ચૂંટણી અંતર્ગત સુરત જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે સુરત જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૧૨૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૬૫ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ૧૨૫ ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.
નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે સુરતના ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ૧૨૫ SST-સ્ટેટીક સર્વેલન્સ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૭૫ ટીમ, ફલાઇંગ સ્કવોડ માટે ૬૧ વ્હિકલ, VST-વિડિયો સર્વેલન્સની ૩૮ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૨૦ ટીમ, ૭ ડિસ્ટિલરીઝ, સુરત એરપોર્ટ ખાતે CISFની એક ટીમ તૈનાત છે.
ઉપરાંત, સુરત શહેરની ૧૧ તથા ગ્રામ્યની ૨૦ પોલીસ ચેક પોસ્ટ દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here