Home CRIME સચિન ડાયમંડ ગેટ પાસે બે માલધારી વચ્ચે ઝઘડામાં પાવડાથી હુમલો થતા...

સચિન ડાયમંડ ગેટ પાસે બે માલધારી વચ્ચે ઝઘડામાં પાવડાથી હુમલો થતા માથા પર ઇજા

49
0

સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પાલી ડાયમંડ ગેટ પાસેથી પસાર થતા માલધારીએ ટ્રેક્ટર લઈને પસાર થતા અન્ય માલધારી પાસે બાકી નીકળતા નાણાની ઉઘરાણી કરી હતી. એ સમયે એકાએક ઉશ્કેરાયેલા ટ્રેક્ટર લઇને જતા જેસાભાઇ ભરવાડે પાવડા વડે બચુ ભડિયારા ઉપર હુમલો કરીને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત બચુભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

સચિન જીઆઈડીસી પોલીસ મથકનાં સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ સ્થાનિક પાલીગામ શાંતિપાર્કનગરમાં રહેતા બચુભાઈ ભવાનભાઈ ભડિયાદરા (ઉ.વ. ૪૮, મૂળ રહે. ભડિયાદ પીર, તા. ધોલેરા, જિ. અમદાવાદ) પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગઈ કાલે સવારે બચુ ભડિયાદરા મંદિરે દર્શન કરવા જતા હતા. જ્યાં ડાયમંડ ગેટ પાસે ટ્રેક્ટર લઇને ઊભેલા જેસા ઉકાભાઈ ભરવાડ (રહે. પાલીગામ, સચિન જીઆઈડીસી, મૂળ રહે. સાંગાસર, તા. ધોલેરા, જિ. અમદાવાદ)ને અગાઉ પિકઅપ વાન અને ગાયના ઘાસચારા અપાવ્યો હતો, જે નાણાની ઉઘરાણી બચુએ કરી હતી. તેમજ બચુએ કહ્યું હતું કે હાલ મારી હાલત ખરાબ છે. જીવન ગુજરાન કરવું મુશ્કેલ હોવાથી મારા બાકી નાણા આપી દેશો તો ઘર ચાલશે, બીજી તરફ જેસા ભરવાડે ઉશ્કેરાય જઈને બેફામ | સંપ ગાળાગાળી કરીને ટ્રેકટરમાંથી પાવડો સો= લઇને બચુના માથાના ભાગે માર્યો હતો. આ બનાવમાં ઇજા પામેલ બચુ રસ્તા ઉપર પટકાઇ ગયા હતા. જેઓને તેના પરિવારજનોએ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. સચીન પુલીસ ફરિયાદ ના આધારે જેસા ભરવાડની શોધખોળ આદરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here