‘સુવર્ણ જયંતી’ અવસરે નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા કબડ્ડી, ખો-ખો સ્પર્ધા યોજાઈ
સુરતઃસોમવારઃ કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય હેઠળના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા ઓલપાડ તાલુકાના તળાદ ગામની હાઈસ્કુલ ખાતે નેહરૂ યુવા કેન્દ્રની ‘સુવર્ણ જયંતી’ નિમિત્તે કબડ્ડી, ખો-ખો જેવી રમતગમત સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા યુવા-યુવતીઓને પ્રમાણપત્ર તથા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તા.૧૪મી નવેમ્બર,૧૯૭૨ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા નેહરૂ યુવા કેન્દ્ર સંગઠનની સ્થાપના થઈ હતી. આ વર્ષે નેહરૂ યુવા કેન્દ્રના ૫૦ વર્ષ (સુવર્ણ જયંતી) પૂર્ણતાના અવસરે આયોજિત કબડ્ડી અને ખો-ખો સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નિરીક્ષક તરીકે NYV શ્રી મનોજ દેવીપુજક સહિત તળાદ હાઇસ્કુલના મંડળ પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ, ઉપપ્રમુખ ભગવતીભાઈ પટેલ, ઉપપ્રમુખ કોસમિયા, ઉચ્ચતર માધ્યમિકના આચાર્ય દોલતસિંહ ઠાકોર, પ્રા.વિભાગના આચાર્ય નટવરભાઈ પટેલ, કદરામા સખી મંડળના પ્રમુખ નેન્સી પટેલ સહિત મોટી સંખ્યામાં રમતવીરો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.