સોસાયટી ના દરેક નાકે એક મેકીક્લ કાઉન્સીલ ના નીતિ નિયમ વિરુધ્ધ માં ચાલતા હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કર્તા પ્રશાસન ના જવાબદાર અધિકારી.
સુરત, સુરત શહેરમાં અને જીલ્લા માં અનેક એવા હોસ્પિટલ, મેડીકલ અને લેભાગુ બોગસ ડોકટર છે.જેમાં મેડીકલ ના નીતિ-નિયમ ના ખૂલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હોવા છતાં કોઈ પણ કાર્યવાહી પ્રશાસન તરફ થી કરવામાં આવતું નથી. જેના થી જીવન જોખમ માં મુકાય છે. અને લાપરવાહી થકી અમુક લોકો નું મૃત્યુ પણ થાય છે. જેમાં પુલીસ તપાસ નું વિષય હોવાથી તપાસ ની ઉપર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવતું નથી. તેવું અનેક ઘટના ભૂતકાળ માં બની ગયા હોવા છતાં આજ દિવસ સુધી કોઈ પણ સુધારા વિભાગ અને પ્રશાસન તરફ થી કરવામાં આવેલ નથી.
શચીન ના સુડા સેક્ટર ૧,૨,૩, ખાતે બંગાળી ડોક્ટર ઉપર વિભાગ તરફ થી કોઈ પણ કાર્યવહી કરવામાં આવતું નથી જેમાં નામ અને સરનામું વગર કોઈ યોગ્ય બોર્ડ સુધી ની વિગત સ્પષ્ટ હોતી નથી છતાં પ્રશાસન કેમ કોઈ કાર્યવાહી કરતું નથી.
સુરત ના ફક્ત સચીન વિસ્તાર માં જ આ લાપરવાહી નું નમૂનારૂપ
હાલ માં જ એક આઠ વર્ષ ના બાળકી ના ઇન્જેક્શન આપતા મૃત્યુ થતા તપાસ નું આદેશ આપવામાં આવેલ છે.
ગોડાદરાની એક બાળકીને તાવ આવ્યા બાદ તેણીને ઘર નજીક ક્લિનિકના તબીબે ઇન્જેક્શન આપ્યું હતું. બાળકીની તબિયત વધુ લથડતા સિવિલ લવાતા ટૂંકી સારવારના અંતે મોત થયું હતું.મૃતકના માતા-પિતાએ ક્લિનિકના તબીબના ઇન્જેક્શનના ઇન્ફેક્શનથી મોત થયાનો આક્ષેપ લગાવ્યો છે. બાળકીનું ફોરેન્સીક પીએમ કરાયું હતું અને તેના રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણી શકાશે.
મૂળ તેલંગણાના વતની અને ગોડાદરાની સહજાનંદ સોસાયટીમાં રાજુભાઇ વડાપલ્લી પત્ની અને બે માસૂમ દીકરી રહે છે, તેમની 8 વર્ષિય પુત્રીને છેલ્લા 6 દિવસથી તાવ આવતો હતો. શરૂઆતમાં દવા લીધા બાદ તેને સારુ થઇ ગયુ હતુ. ફરીવાર બાળકીને તાવ આવતા ઘર નજીક ક્લિનિક ચલાવતા તબીબે બાળકીને ઇન્જેકશન આપ્યું હતુ. ઇન્કેશન આપ્યાના થોડા સમય બાદ તેણીને થાપાના ભાગે ચાઠા પડી ગયા હતા.
બાળકીની તબિયત વધુ લથડતા નવી સિવિલ લવાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર બાદ ું મોત થયું હતું. મૃતકના માતા-પિતાએ ખાનગી ક્લિનિકમાંથી સારવાર લીધી હોવાથી દવા અથવા ઇન્જેકશનના કારણે આડઅસરથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હાલ બાળકીનું ફોરેન્સિક પીએમ કરાયું છે, મોતનું કારણ રિપોર્ટ બાદ સામે આવશે. લિંબાયત પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.