Home SURAT રૂ.૫.૫૬ કરોડના ખર્ચે માંડવી પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહુર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી...

રૂ.૫.૫૬ કરોડના ખર્ચે માંડવી પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહુર્ત કરતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

56
0
રૂ.૫.૫૬ કરોડના ખર્ચે માંડવી પોલીસ સ્ટેશનના મકાનનું ખાતમુહુર્ત

માંડવી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ વોલ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ હશેઃ- મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

સુરતઃગુરુવાર:- સુરતના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે રૂ.૫.૫૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર માંડવી પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે થયું હતું. જેનાથી માંડવી તાલુકાના ૧૪૯ ગામના લોકોને ફાયદો થશે.
આ પ્રસંગે મંત્રીએ માંડવી વિધાનસભા મતવિસ્તારમાં માંડવી તથા સોનગઢ એમ બે પોલીસ સ્ટેશન મંજૂર કરવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કર્યો હતો. વધુમાં તેમણે કહ્યું હતું કે, આ બન્ને પોલીસ સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. સાથે તડકેશ્વર અને કિમ ચોકડી વિસ્તારમાં બનતા બનાવોને ધ્યાને રાખીને વર્તમાન વર્ષે ઝંખવાવ ખાતે ડીવાય.એસ.પી. પોલીસ સ્ટેશન બની રહ્યું છે.


વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, માંડવી આદિવાસી બહુલ વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં માંડવી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ વોલ સાથે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેનાથી ગુનાખોરીને ડામવા માટે સરળતા રહેશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસર, ડીવાય.એસ.પી. બી.કે. વનાર, માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર હિતેશ પટેલ, અગ્રણી ડો.વાસુદેવ, માંડવી પ્રાંત અધિકારી કૌશિકભાઈ જાદવ, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, સામાજિક અગ્રણીઓ સહિત પોલીસ સ્ટાફ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here