સુરત, હાલ અમુક દિવસો ચંદી પડવા ના તહેવારે ઘારીમાં ભેળસેળ અટકાવવા પાલિકાના ફૂડ ખાતાની ટીમે ડેરીઓ-માવાવાળાને ત્યાં દરોડા પાડ્યાં છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં ભાગળ, કતારગામ, વરાછા, રાંદેર, પાંડેસરા સહિતના વિસ્તારોમાં અમુક દુકાનોમાં ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં છે, જેમને પૃથ્થકરણ અર્થે વેસુ પબ્લિક ફૂડ લેબ ખાતે મોકલવામાં આવ્યાં છે. તમામ નમૂનાઓની ચકાસણી કરી રિપોર્ટ માટે 48 કલાક લાગશે એટલે કે શનિવારે રિપોર્ટ આવશે. જો રિપોર્ટમાં ક્ષતિ જણાશે તો આગળની કાર્યવાહી કરાશે તેમ ફૂડ ખાતાએ જણાવ્યું હતું. જે થી આ નમુના લેવા થી લોકો ના સ્વસ્થ કેવા રીપોર્ટ આવે છે. તે પછી જ ખબર પડશે.
નીચે ના દુકાન અને સ્માંથળ ઉપર થી ખાદ્યચીજવસ્તુ નમૂના લેવાયાં
- બંસી માવા ભંડાર,અંબાજી રોડનો ખાંચો, ગોપી શેરી, મોહન મીઠાઈની ગલી, ભાગળ
- શ્રી અંબિકા માવાવાળા, આવિર્ભાવ-1, પાંડેસરા
- શ્રી કૃષ્ણ ડેરી, ભગુનગર સોસા., એલ.એચ.રોડ
- ન્યુ લક્ષ્મી ડેરી,અમરદીપ કોમ્પ્લેક્સ, અમરોલી
- માધવ ડેરી પ્રોડક્ટ્સ, બિનાકા કેમ્પસ, પુણા ગામ
- ન્યુ શ્રી કૃષ્ણા ડેરી, ઉમિયાનગર-1, ડીંડોલી
- શ્રી લક્ષ્મી ડેરી, મહાવીર ફ્લેટ, રામનગર, રાંદેર
- અંબિકા સ્વીટ, તુલશીશ્યામ નગર, નવાગામ,
- સુરભી ડેરી,સર્વોદય નગર, આશીર્વાદ ચાર રસ્તા, 120 ફૂટ બમરોલી રોડ, પાંડેસરા
- શ્રી કનૈયા ડેરી, ક્રિષ્ના કોમ્પ્લેક્સ, કતારગામ
- દૂધ મંડળી, સત્સંગ રેસીડેન્સી, સેટેલાઈટ રોડ, મોટા વરાછા
- જય લક્ષ્મી ડેરી એન્ડ સ્વીટ્સ,ગ્રીન પ્લાઝા કોમ્પ્લેક્સ, એલ.પી.સવાણી સ્કૂલની સામે, અડાજણ
- અંબા શંકર માવા ભંડાર,ગોપી શેરીની નજીક, બરાનપુરી ભાગળ
- બાપ્પા સીતારામ ડેરી એંડ સ્વીટ માર્ટ,શંભુ શક્તિ સંકુલ, સચિન સ્ટેશન રોડ
- જય અંબે માવા ભંડાર, હરિ ઓમ ઇન્ડ.સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ
- કૃષ્ણામાવા ભંડાર, હરિ ઓમ ઇન્ડ.સોસાયટી, ઉધના-મગદલ્લા રોડ
- શ્રી હરી ડેરી અને માવા, કોટસફલ રોડ, ભાગળ
- શ્રી કૃષ્ણ માવા ભંડાર, ખાંડવાળા ની શેરી, વાડી ફળિયા, અંબાજી રોડ