Home SURAT જર્નાલિસ્ટ ફેડરેશન સચિન-સુરત દ્વારા વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ

જર્નાલિસ્ટ ફેડરેશન સચિન-સુરત દ્વારા વિધવા બહેનોને અનાજની કિટનું વિતરણ

67
0

જર્નાલિસ્ટ ફેડરેશન સચિન-સુરત, પ્રમુખ ગણેશ સાવંત સહિત સંગઠનના પત્રકાર મિત્રો દ્વારા જરૂરિયાતમંદોને કિટ અપાઈ

ક્રાંતિ સમય-પ્રતિનીધી,સુરતના સચિન વિસ્તારમા ગત તા.૨૦મી એપ્રિલ-ફેડરેશનના પ્રમુખ ગણેશ સાવંતે જણાવ્યું હતું કે અનાજની ૨૦૨૧નાં રોજથી જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ સચિન- સુરતની રચના કરવામાં આવી હતી. જેના પ્રમુખપદે ગણેશ સાવંતની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. અલગ-અલગ ટીવી ચેનલ્સ તેમજ પ્રિન્ટ મીડીયાના પત્રકારોએ એકજૂથ થઇને કામ કરવાનું શરૂ કરતાં સેવાયજ્ઞ અંગે પણ વિચાર-વિમર્સ કરવામાં આવતાં ગતરોજ વિધવા બહેનોને મદદરૂપ થવા માટે અનાજની કિટનું વિતરણ કરાયું હતું. નજીકના દિવસોમાં શીરડી પ્રવાસ યાત્રા અને વિદ્યાર્થીઓમાં નોટબુકનું પણ વિતરણ કરાશે.

જરૂરીયાતમંદ બહેનોને લાભ આપવામાં આવ્યો હતો. કિટ વિતરણ મુદ્દે જરૂરીયાતમંદ બહેનોના ફોર્મ ભરવામાં આવ્યાં હતાં અને તે મુજબ જ આ સેવાયજ્ઞ માટેનો ૧૦-૧૧-૨૦૨૨ ના રોજે દિવસ નક્કિ કરાયો હતો. પ્રમુખે ઉમેર્યુ હતું કે ફેડરેશનના તમામ મિત્રોએ આ સેવાયજ્ઞમાં પોતાનો આર્થિક સહયોગ આપ્યો છે.જે હકીક્તમાં એક છત્ર નીચે કામ કરવાની મોટી સફળતા છે. આવા અનેકો કાર્યક્રમ ભવિષ્યમાં થતાં રહેવાના છે અને તેમાં સિનીયર સીટીઝનો માટે ચૂંટણી બાદ વિનામૂલ્યે શીરડી યાત્રા અને ગરીબ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓમાં વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કાર્ય પણ હાથ ધરાવા જઇ રહ્યું છે. આ સેવાયજ્ઞ દરમિયાન જરૂરીયાતમંદ હાજર વિધવા બહેનોમાં ૫૦થી વધુ અનાજની કિટનું વિતરણ સામગ્રીઓ સામેલ કરાઇ હતી.

આ જર્નાલિસ્ટ ફેડરેશન સચિન-સુરત ના મિત્રો સમાજ અને સામાજીક સમસ્યાઓ ધ્યાન લઈ લોકો નું સમસ્યા નું નિરાવરણ કરવાનું ઉદ્દેશ્ય થી કામગીરી કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here