પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ
સરકારી વિભાગોમાં લાંચ માંગવાના 200 થી વધુ રસ્તાઓ છે.
સુરત, ભારત સરકાર કાયદાકીય રીતે ભષ્ટાચાર નિવારણ અંગે અલગ-અલગ વિભાગ ની રચના કરવામાં આવેલ છે. પણ ભષ્ટાચાર સરકારી વિભાગ માં જીવન જરૂરીયાત થઈ ગયા હોવાથી સરકાર શ્રી તમામ કાયદા ફક્ત ચોપડામાં જ નજર આવે છે. જેમાં હાલ માં પુલીસ વિભાગ માં સુરતના ફરિયાદીના મિત્ર વિરુધ્ધ ઉત્રાણ પોલીસમાં થયેલી જાણવા જોગ ફરિયાદના કામે ફરિયાદીનું વેરીફિકેશન લઈને આઈફોન જમા કરીને ફરિયાદી પાસે અન્ય ગુના દાખલ ન કરવા પેટે પોસઈ ડી.કે.ચોસલાએ રૃ.10 લાખની ગેરકાયદે લાંચ માંગી હતી.જે અંગે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરતાં કામરેજ ટોલનાકા પાસે ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઉત્રાણ પોસઈ દિલીપ ચોસલા વતી લાંચના નાણાં લેવા આવેલા વચેટીયા આરોપી પિયુષ બાલાભાઈ રોય(રે.તુલશી રેસીડેન્સી,મોટા વરાછા) આબાદ સપડાઈ ગયો હતો.જ્યારે સ્થળ પરથી અન્ય શખ્શ નિલેશ ભરવાડને લાંચના છટકાની ગંધ આવતાં સ્થળ પરથી નાસી ગયો હતો.
તેમ છતાં સુરત પુલીસ ના કાયદા ના જાણકાર હોવાથી ફરિયાદ કરનાર ને જ ફરિયાદી બનાવી દેવામાં આવતું હોય છે. જેમાં સુરત પુલીસ કમિશ્નર શ્રી ના અંતગર્ત આવતું લગભગ ૩૩ પુલીસ સ્ટેશન ખાતે આ રીતે નાના મોટા પાયે ખોટી રીતે રકમ ની વસુલાત કરવામાં આવતું હોય છે.
જેમાં સૌથી દારૂ ના કેસમાં વસુલાત કરવામાં આવે છે.
*** વેચનાર પાસે થી કેસ કરવામાં આવે.
*** દારૂ પીનારા પાસે તેની કેસ કરી રકમ ની વસુલાત કરવામાં આવે
*** જેમાં મહિનાની ચોક્કસ રકમ ભષ્ટાચાર કરવામાં આવે.
*** અરજી ની તપાસ કેવી રીતે કરવામાં આવે છે તે હાલ માં જ લોકો ની સામે છે.
જેમાં હાલ માં ફક્ત હરિયાણા રાજ્ય ની વાત કરીએ તો પોલીસ વિભાગ ભ્રષ્ટાચારમાં સૌથી આગળ છે, રાજ્યમાં બે વર્ષમાં લાંચ માંગવાના 310 કેસ નોંધાયા છે.
હરિયાણાના સરકારી વિભાગોમાં લાંચ માંગવાના. રાજ્યના કુલ 97 વિભાગો, કોર્પોરેશનો અને બોર્ડમાં અલગ-અલગ સેવાઓ માટે બેથી ચાર બહાના છે. આ બહાને વિભાગોમાં ફાઈલો અટવાઈ જાય છે અને બાદમાં લાંચ લઈને આ જ કામ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં 42 વિભાગોમાં નોંધાયેલા લાંચના 310 કેસ દ્વારા આની પુષ્ટિ થાય છે.
જે બાબત માં મીડિયા રીપોર્ટ પ્રમાણે આ 310 કેસોની તપાસ કરી તો સામે આવ્યું કે રાજ્યમાં સૌથી ભ્રષ્ટ વિભાગ પોલીસ છે.
રાજ્યમાં સરેરાશ દર બીજા દિવસે એક ભ્રષ્ટ કર્મચારી કે અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ વિભાગના 70, મહેસૂલ વિભાગના 42 અને વીજળી વિભાગના 29 કર્મચારીઓ લાંચના કેસમાં પકડાયા છે. રાજ્યમાં કુલ 44 સરકારી વિભાગો છે. બાકી કોર્પોરેશનો, બોર્ડ અને સોસાયટીઓ છે.
બે વર્ષમાં 2021 અને 2022માં પોલીસ વિરુદ્ધ સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે
ભ્રષ્ટાચારની સૌથી વધુ 1445 ફરિયાદો પોલીસ સામે આવી છે. પંચાયતી રાજ સંસ્થાઓ સામે 755 ફરિયાદો, નાગરિક સંસ્થા 676, શિક્ષણ વિભાગ 488, વીજળી 450, ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ 424, મહેસૂલ 390, આરોગ્ય 239 અને હરિયાણા સ્ટાફ સિલેક્શન કમિશન સામે 190 ફરિયાદો છે.
વિભાગ આ કામગીરી કરવા માટે રકમ ની વસુલાત કરવામાં આવે છે.
પુલીસ વિભાગ:-
*** ફરિયાદ માં નવા કલમ ના ઉમેરો કરવા માટે
***કેસ માં થી નામ કમી કરવા માટે
*** જમીન ઉપર છોડવા માટે
*** દાખલ કેસ માં મદદરૂપ થનાર ને
*** અરજી ફરિયાદ, તપાસ, કે અન્ય રૂપ માં તપાસમાં નામ આવતું મામલો રફેદફે કરવા માટે
*** પાસપોર્ટ ની વેરીફિકેશન માટે
શહેરી સ્થાનીય નિકાય અને શહેરી સ્થાનિક સંસ્થાઓ :-
***પ્રોપર્ટી કાર્ડ બનવા માટે
*** પ્રોપર્ટી ટેક્સ ઠીક કરવા સારું
***જીવન-મૃત્યુ ના દાખલા બનવા માટે
***નકશો અને પ્લાન પાસ કરવા માટે
લાંચ નાબૂદ કરવા માટે ઝીરો ટોલરન્સની નીતિ પર કામગીરી કરવાની જરૃર સરકારી વિભાગ માં છે.