સુરતમાં નવો રિંગ રોડ બની રહ્યો છે, જેમાં સરથાણા ખડસદ રોડ પર, ચાર રસ્તા પર બે લક્ઝુરિયસ કાર ધડાકાભેર અથડાઈ હતી. અર્ટિગા કાર અને હેરિયર કાર ધડાકાભેર અથડાતાં બન્નેમાં સવાર લોકોને ભારે ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં, જેમણે 108 એમ્બ્યુલન્સ મારફત લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા. બાદમાં ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી, જેથી ફાયરબ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને પતરાં કાપીને લોકોને બહાર કાઢ્યા હતા. જેથી તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એમાંથી બે વ્યક્તિનાં ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Home SURAT સુરતમાં બે લક્ઝુરિયસ કારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, 2નાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં...