Home SURAT સચિનમાં બંધ રસોડુ ખોલતા યુવકનો ગળેફાસો ખાધેલો મૃતદેહ મળ્યો

સચિનમાં બંધ રસોડુ ખોલતા યુવકનો ગળેફાસો ખાધેલો મૃતદેહ મળ્યો

60
0
ક્રાંતિ સમય

સુરત શહેર નાં સચીન વિસ્તારમાં 22 વર્ષીય યુવકે રસોડામાં પંખાના હુંફ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ સચિનમાં રહેતો 22 વર્ષીય રવીન્દ્ર વિજયરામ જયસ્વાલ ત્રણ ભાઈ સાથે રહેતો હતો. 1 મહિના પહેલા રોજગારી અર્થે સુરત આવ્યો હતો. સંચા ખાતામાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. રવીન્દ્ર અને ત્રણેય ભાઈ અને તેના પરિવાર સાથે ભોજન કર્યા બાદ બે ભાઈ કામ પર ગયા હતા. પાવર કટ થતાં રવીન્દ્ર રસોડામાં જતો રહ્યો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ પંખાના હુંક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. મોટો ભાઈ જ્યારે ઘરે આવ્યો ત્યારે દરવાજો બંધ હોવાથી ખોલવા પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ દરવાજો ખુલતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. રવીન્દ્રને પરિવારજનોએ નીચે ઉતરી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

જોકે યુવકના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરિવારના નાના દિકરાના આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. છેલ્લા એક મહિનાથી તે કામ પર જતો અને પરત ઘરે આવી જતો હતો. કોઈ સાથે કોઈ વાતે મનદુઃખ પણ ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here