Home SURAT લિંબાયતના ખ્વાજા નગરમાં આંગણવાડીની બારી સાથે પશુઓને બાંધી દેવાનો વીડિયો વાયરલ, કતલખાને...

લિંબાયતના ખ્વાજા નગરમાં આંગણવાડીની બારી સાથે પશુઓને બાંધી દેવાનો વીડિયો વાયરલ, કતલખાને આવતા પશુઓને બાંધી દેવામાં આવતા હોવાની ફરિયાદ

73
0
ક્રાંતિ સમય

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં ખ્વાજા નગર વિસ્તારમાં બાળકોને પોષક ખોરાક મળે તે માટે આંગણવાડી બનાવવામાં આવી છે. આ આંગણવાડીમાં અનેક બાળકો આવે છે અને સ્ટાફ પણ કામગીરી કરે છે. પરંતુ કેટલાક માથાભારે તત્વો દ્વારા કતલખાને આવતા ઢોર આંગણવાડી કેમ્પસમાં બાંધી દેતા હોવાની ફરિયાદ થઈ રહી છે. આ અંગેના વિડીયો સાથે કેટલાક ગૌસેવકોએ પાલિકા અને પોલીસને રજુઆત કરી છે. આ પ્રકારના ગુનાહિત કૃત્ય જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે જોકે, હજી સુધી આંગણવાડી માંથી ઢોરનો ત્રાસ દુર કરવામાં તંત્ર સફળ રહ્યું નથી જેના કારણે જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here