બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન લિંબાયત કાર્યક્રમ માં
સુરતના લિંબાયત વિસ્તારમાં નિલગીરી મેદાનમા 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામ સરકારના દિવ્ય દરબારનું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમ રાજકીય નથી પરંતુ તેના આયોજનમાં મોટા રાજકારણીઓ છે. આ આયોજન સમિતિમાં સંગીતા પાટીલ, સંદિપ દેસાઈ, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ વિભિન્ન સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આશ્ચર્યજનક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચર્ચાનો વિષય એ ઉભો થયો છે કે જો બેનરોમાં પ્રદેશ અધ્યક્ષનો ફોટો હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હોય અને સ્થાનિક ધારાસભ્યનો ફોટો હોય તો મુખ્યમંત્રીનો ફોટો કેમ મુકવામાં નથી આવ્યો તેને લઈને સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે.
આગામી 26 અને 27 મેના રોજ લિંબાયતમાં દિવ્ય દરબારનું આયોજન કરવામા આવશે. તે માટે આયોજન સમિતિ બનાવવામાં આવી છે. તેમાં નરેન્દ્ર મોદી, સી.આર. પાટીલ, ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત અનેક નેતાઓનો સમાવેશ કરવામા આવ્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પરંતુ તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટાની બાદબાકીથી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે.