Home SURAT આચાર સંહિતાના અમલ સાથે સુરત જિલ્લામાં રાજકીય જાહેરાતો, હોર્ડિંગ્સ ઉતારાયા

આચાર સંહિતાના અમલ સાથે સુરત જિલ્લામાં રાજકીય જાહેરાતો, હોર્ડિંગ્સ ઉતારાયા

65
0

આજરોજ જાહેર તથા ખાનગી માલિકી પર ૫૪૯ રાજકીય લખાણો, ૪૧૯ પોસ્ટરો, ૪૫૦ બેનરો તથા અન્ય ૫૨૦ મળી કુલ ૧૯૩૮ રાજકીય પ્રચાર સામગ્રી દુર કરવામાં આવી

સુરત:શુક્રવાર:- ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ સાથે જ સમગ્ર સુરત જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણીની કામગીરીમાં જોતરાયું છે.
સુરત જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. જિલ્લા ચૂંટણી શ્રી આયુષ ઓક અને અધિક જિલ્લા ચુંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ શહેર તેમજ જિલ્લામાં સરકારી ઈમારતો, જાહેર સ્થળો, સરકારી બસો વગેરે સ્થળે સરકારી જાહેરાતો વાળા પોસ્ટર, બેનરો તથા દિવાલો પરના લખાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં આદર્શ આચારસંહિતાનું ચુસ્ત પાલન થાય તે માટે જિલ્લાની સરકારી કચેરીઓ, સરકારી હોસ્પિટલ, દવાખાના, વિવિધ સરકારી શાળાઓની દિવાલો પરના રાજકીય જાહેરાતોના પોસ્ટર્સ, ફોટો, રાજકીય લખાણો વગેરે ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જાહેર વિસ્તારમાં આજરોજ જાહેર સ્થળો પર દિવાલો પરના ૪૭૯ લખાણો, ૪૧૬ પોસ્ટરો, ૪૦૯ બેનરો તથા અન્ય ૪૮૫ મળી કુલ ૧૭૮૯ જેટલા વિવિધ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી છે. ખાનગી માલિકી પરના દિવાલો પરના ૭૦ લખાણો, ત્રણ પોસ્ટરો, ૪૧ બેનરો તથા અન્ય ૩૫ મળી કુલ ૧૪૯ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે. આમ જાહેર તથા ખાનગી મિલકતો પરથી ૧૯૩૮ રાજકીય સામગ્રી દુર કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here