Home AHMEDABAD વારસદારને રેકોર્ડ ઉપર લાવવાના વિવાદમાં સુરતના નોટરી સામે સુરત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજને...

વારસદારને રેકોર્ડ ઉપર લાવવાના વિવાદમાં સુરતના નોટરી સામે સુરત પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજને તપાસ યોજવા હાઈકોર્ટનો આદેશ

7
0

એક વ્યકિતના વારસદારોને રેકોર્ડ પર લાવવા માટે દાખલ કરાયેલા બે સોગંદનામાંને લઈ ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર પ્રકરણમાં આ સોગંદનામાં નોટરાઈઝ કરનાર એડવોકેટ નોટરી જાગૃતિ આઈ.યાદવ વિરૃધ્ધ તપાસ કરવાનો સુરતના પિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠને હુકમ કર્યો છે. હાઈ કોર્ટે આ સમગ્ર મામલે વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ હુકમની નકલ રાજ્યના તમામ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ, જિલ્લાના સંબંધિત નોટરીઓ અને જિલ્લા કલેક્ટરની કચેરીને આદેશ મોકલવાનો પણ આદેશ કર્યો હતો.

સામાન્ય રીતે હાઈકોર્ટમાં દાખલ થતાં સોગંદનામાંઓમાં પેરાવાઈઝ ઓથ સાથે સ્પેસીફિકેશન અને સહી સિક્કા સાથે નોટરાઈઝ્ડ કરેલા સોગંદનામાં રજૂ કરવામાં આવતા હોય છે પરંતુ પ્રસ્તુત કેસમાં જનરલ એફિડેવીટ અને એ પણ સોગંદકર્તાના શપથ(ઓથ) વિના સામાન્ય રીતે ફાઇલ કરવામાં આવતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે બહુ ગંભીર નારાજગી વ્યકત કરી હતી અને પેરાવાઈઝ શપથ વિનાના બંને સોગંદનામાઓને ફગાવ્યા હતા.

હાઈકોર્ટે પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, અમે સુરતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને આ હકીકતની નોંધ લેવા અને તા.૧૮-૧-૨૦૨૫ના રોજના સોગંદનામાઓને જાગૃતિ આઈ.યાદવ નામના એડવોકેટ નોટરી દ્વારા કેવી રીતે નોટરાઈઝ કરવામાં આવ્યું તેની તપાસ કરવા હુકમ કરીએ છીએ. હાઈકોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સુરત પ્રિન્સીપાલ ડિસ્ટીકટજજ દ્વારા આ એડવોકેટ નોટરી પાસેથી ખુલાસો આવે કે, સોગંદકર્તા તરફથી કોઈ પેરાવાઇઝ શપથ લીધા વિના તેમના દ્વારા સોગંદનામાને કેવી રીતે અને કયા પ્રકારે નોટરાઈઝ કરવામાં આવ્યું..??

વધુમાં, હાઈકોર્ટે જણાવ્યું કે, અદાલત સમક્ષ સૂચિબદ્ધ સિવિલ અરજી પેન્ડીંગ અપીલમાં) દાખલ કરાયેલા બે સોગંદનામાં અરજદારના કાયદેસરના વારસદારોને રેકોર્ડ પર લાવવા માટેના હતા અને સુરતના ને સુરતના એક એડવોકેટ નોટરી દ્વારા ઉપરોકત સોગંદનામાં યોગ્ય પેરાવાઈઝ નિવેદન આપ્યા વિના જ નોટરાઈઝ કરવામાં આવ્યા હતા., જેને લઈ હાઈકોર્ટે આવા સોગંદનામાં પરત્વે ગંભીર પરનાર્થ ઉઠાવ્યો હતો.હાઈકોર્ટે આ બંને સોંગદનામાઓને લઈ સુરતના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજને તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ આગામી મુદતે રજુ કરવા હુકમ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here