સચિન: માંડ ચાર પાંચ આંકડાનો પગાર, નહીં ઉચ્ચ પદ, છતાં નગર સેવકનું પદ જે આજકાલ ઉપાર્જનનું મજબૂત સાધન બન્યું છે? એવી નગર ચર્ચા શરુ થઇ ગઈ છે. વોર્ડ ૩૦ને બે વર્ષ થયા સીમાંકન થયું. હજી ઘણા કામ બાકી. બીજાઓનું પાણી કાપી ત્રીજાને આપ્યું, તેની હાય કોઈને લાગી ગઈ, વોર્ડ ૩૦ માં થઇ રહેલ નગર ચર્ચા પ્રમાણે કોર્પોરેટરને મહિને માત્ર ચાર પાંચ આંકડાનું વેતન મળતું હોય છે અને કોઈ કમિટી કે બોર્ડની બેઠકમાં હાજરી આપે તો તેના બેઠક દીઠ રૂા. ૧૦૦, બસો મળતા હોય છે. છતાં ભાજપ, કોંગ્રેસ કે આપ બધાજ પક્ષ દ્વારા ટિકિટ માટે કે, નગર સેવક બનાવ ખેંચતાણ કેમ કરતા હોય છે? તે સવાલનો સીધો જવાબ સ્થાનિક જનતા પાસે એમના અનુભવ પરથી છે . નગરસેવક, પોતાના વિસ્તારની સેવા અને વિકાસની ભાવના કરતા પોતાની અંગત વિકાસની ભાવના વધુ તીવ્રતાથી એમનામાં ફૂંફાડા મારતી હોય છે અને એ વિકાસની ભાવના વધુ તીવ્ર હોય છે. એવું સ્થાનિક લોકોનું માનવું છે. વરિષ્ઠો ને સાંભળો તો જાણવા મળે કે, રાજકીય પદો પહેલાના જમાનામાં સેવાની ઉચ્ચ ભાવનાથી મેળવવામાં આવતા હતા હવે તો બધા ઉચ્ચ પદ એક પ્રકારનું ઉપાર્જનનું મજબૂત સાધન બની ગયું લાગે છે. આ સત્ય તમામ નેતાગણ કે ટિકિટવાંચ્છુઓ અને નગર સેવકો સારી પેઠે સમજતા થઇ ગયા છે. મ્યુનિ.ના ઉપરના ખાસ હોદ્દેદારો અને અમુક કમિટીઓના ચેરમેનોને કાર અને ડ્રાયવરની સુવિધા મળતી હોય છે. મેયરને સમૃદ્ધ વિસ્તારમાં બંગલો મળતો હોય છે. ઉચ્ચ હોદ્દેદારોથી સામાન્ય કોર્પોરેટર સુધીના તમામ તેમની આવડત પ્રમાણે પોતાના ખર્ચાઓ માટેના સાધનો શોધી કાઢતા હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ ખાસમખાસ ગણાય છે. અમુક ખાસ કોર્પોરેટરો પોતાના ખર્ચા કાઢવાના રસ્તાઓ ગેરકાયદે બાંધકામો અને રોડ, રસ્તાઓ માંથી શોધી લેય છે તો ક્યારેક આ માટે અમુક ખાતાના અધિકારીઓની મદદ પણ લેવાય છે. જેથી બિલ્ડર, કોન્ટ્રાક્ટર કે મકાન માલિક ગભરાઈને મળવા આવી જાય છે. ત્યારે વોર્ડ ૩૦ ના કોર્પોરેટર શું આવું કરી શકે છે?
ગેરકાયદે બાંધકામોની સાઇડો શોધીને તેમની સામે અરજીઓ કરવા બે-પાંચ ફોલ્ડરોની ટોળકી પણ ઉભી કરવાની, જે નવા શિકાર શોધી કાઢે છે . શું આવું નગર સેવકો કરતા હશે ? કમિટીના ચેરમેન બની ગયા તો એજન્ડા પર આવતી દરખાસ્તોમાંથી શુભેચ્છા લેવાનું. કોન્ટ્રક્ટર મળવા ન આવે તો એ દરખાસ્ત વધુ વિચારવાની જરૂર છે કહી અનિર્ણિત રાખવાની. આ ઉપરાંત પોતાના વિસ્તારના લારી ગલ્લા કે ફૂડ-પાર્લરોની ખાસ શુભેચ્છા મીઠાઈ નક્કી કરવાના કે છૂપી ભાગીદારી કરી લેવાની, કેમ કે તેમને રાજકીય રક્ષણની સખત જરૂર હોય છે. તો શું આવું નગર સેવકો કરતા હશે ? ઉપરાંત ભવિષ્યમાં ધારાસભ્ય કે મંત્રી બનવાના સપના જોતા હોય, તેમના માટે કોર્પોરેટરે બની ગયા પછી રસ્તો ખુલ્લો થતો હોય છે. આગળ જવા માગનારાઓ નગરસેવકો નાના નાના ભ્રષ્ટાચારમાં ઇમેજ બગાડતા નથી તેઓ વ્યક્તિગત ઇમેજ બનાવીને લાંબો કૂદકો મારવાની તૈયારી કરતા હોય છે. જ્યારે ઝડપથી ધનિક થઈ જવાના સપના જોનારાઓ અમુક નગરસેવકો ગેરકાયદે બાંધકામોની શુભેચ્છા મીઠાઈ , જે કમિટીના ચેરમેન હોય તે કમિટીના એજન્ડા પર આવતા કામોમાંથી ખાસ શુભેચ્છા, કોન્ટ્રાક્ટર સાથે પોતાના દિકરા કે જમાઈને ગુપ્ત રીતે ભાગીદારીમાં ગોઠવી દઈને તેને કરોડોના કામો મળે તેવી ગોઠવણ પાર પાડવી, મોટી ખરીદના ટેન્ડરમાં ટકાવારી વગેરે બાબતો મુખ્ય છે. તો શું આવું નગર સેવકો કરતા હશે ?
કેટલીક વખત તો ચૂંટણી કે પાર્ટીફંડના નામે પણ ટકાવારી લેવાતી હોય છે. ભ્રષ્ટાચાર નિર્મૂલનની ચૂંટણી પર પોકારાતી ગુલબાંગો ચૂંટણી પત્યે પોટલું વાળીને માળીએ ચડાવી દેવામાં આવે છે. એ બધા ચૂંટણી સમયના જુમલા હોય છે. ક્યારેક તો દેખીતી રીતે જ ખોટું હોય તેવું કામ ઉપરવાળા ગાંધીનગરમાં બેઠેલાઓના નામે કરી કાઢવામાં આવે છે. બીજી તરફ વિપક્ષના કોર્પોરેટરો પણ ગેરકાયદે બાંધકામ સહિતની શુભેચ્છા મીઠાઈ મેળવી લેતા હોય છે. બોર્ડમાં સત્તાવાળાઓની વિરોધમાં બોલીને બળાપો કાઢ્યા બાદ, ઓફિસની અંદર ‘મિલ બાંટકે ખાવો ’ના મુદ્રાલેખ પ્રમાણે બધું જ સમુ-સુતરૂં ગોઠવાઈ જતું હોય છે. આ ખાસ શુભેચ્છા મીઠાઈ ચાખી ગયેલાઓ બીજાને ચાન્સ ન મળે ફરી મનેજ ટિકિટ મળે, તે માટે ધમપછાડા કરતા જ હોય છે. મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત હોવાથી રસાકસી વધી છે છતાં કેમ ટિકિટ મેળવવી તે સહુને આવડે જ છે.
તો શું આવું નગર સેવકો કરતા હશે ?……
તો શું આવું નગર સેવકો કરતા હશે ? હા કે ના નો પર્દાફાશ ?તથા આવા ઘણા સવાલોના જવાબો નામ અને પુરાવા સાથે આપ સમક્ષ અમે લાવી રહ્યા છે.