Home SURAT સુરતને મળ્યો રાષ્ટ્રધ્વજ માટે દેશનો સૌથી મોટો ઓર્ડર ,

સુરતને મળ્યો રાષ્ટ્રધ્વજ માટે દેશનો સૌથી મોટો ઓર્ડર ,

45
0
ક્રાંતિ સમય

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં 75વાં આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી લક્ષ્મીપતિ મિલના વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરત શહેરના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.

તિરંગાનો ઓર્ડર મેળવનાર વેપારી સંજય સરાઉગીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ બુધવારે ફોન આવ્યો હતો અને એક કરોડ જેટલા તિરંગા બનાવવાની ઓફર કરી હતી. પરંતુ જે રીતનો ઓર્ડર હતો અને તેની સામે જે ટાઈમલાઈન હતી. તે ચેક કરતા અમને લાગ્યું કે 10 ઓગસ્ટ સુધીમાં 50 લાખથી વધુ તિરંગા બનાવી શકાશે નહીં. જેથી 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર અમે લીધો છે અને તેની માટેની પ્રોડક્શન પણ અમારા કંપનીમાં શરૂ થઈ ગઈ છે. 50 લાખ તિરંગાઓ બનાવવા માટે 35 લાખ મીટર કપડાનો ઉપયોગ થશે. એક તિરંગાની કિંમત 25 રૂપિયા હિસાબે આપવામાં આવી છે. જે રીતે 50 લાખ તિરંગાઓ 12 કરોડ 50 લાખમાં તૈયાર કરવામાં આવશે. તમામ તિરંગા 10 ઓગસ્ટ સુધીમાં દેશના જુદા-જુદા રાજ્યના શહેરોમાં પહોંચાડી દેવામાં આવશે.તિરંગા બનાવ પાછળની સમગ્ર ઉત્પાદન પ્રક્રિયાની વાત કરવામાં આવે તો કાચું ફેબ્રિકિયાનથી લઈને ફાઇનલ તિરંગા બનાવવા સુધીની પ્રોસેસમાં 450થી 500 કારીગરોની મહેનત બાદ 50 લાખ તિરંગાઓ તૈયાર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here