વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની મહિલાઓની વિકાસ માટે તથા નારીઓ આત્મનિર્ભર બને તે હેતુથી બચત જુથ યોજનાનું આયોજન કરતા સુરત તાપી જિલ્લામાં 6000 જેટલી બચત જૂથ યોજના બનાવી એક લાખ જેટલી મહિલાઓની દર મહિને 100 રૂપિયા જેટલી બચત કરતા એક કરોડ ની બચત થાય છે. આ કામગીરી માટે તાપી જિલ્લામાં રિસોર્સ પર્સન તરીકે નિમણૂક કરાઈ હતી. ત્યારબાદ મહિલાઓની સારી કામગીરી જોતા સુમુલ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી. જેમાંથી તાપી જિલ્લાની 22 આદિવાસી મહિલાઓને 2019 માં સુપરવાઈઝર બનાવી સુમુલમાંથી જ પગાર ચૂકવતો હતો. દરમ્યાન બચત જૂથમાં અન્ય મહિલાઓની ભરતી કરવાનો ઠરાવ કરીને ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અગાઉ ની 22 મહિલાઓને સુપરવાઈઝર માંથી છૂટા કરીને ફરી પાછા રિસોર્સ પર્સન બનાવી દેતા આ મહિલાઓએ લડત ઉપાડી છે.
મહિલા નીતાબેન ગામીત સહિત તમામે રાજ્યના સહકાર રજીસ્ટારને ફરિયાદ કરી છે કે જૂના ચેરમેન અને નવા ચેરમેન તકરારનો ભોગ અને બન્યા છે. સુમુલ બોર્ડ દ્વારા અમોને છૂટા કરવા અંગેનો કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી.સુમુલ ડેરીના પેટા કાયદા મુજબ મેનેજીંગ ડાયરેકટર અથવા ઈનચાર્જ મેનેજીંગ ડાયરેકટરને કર્મચારીને છૂટા કરવાની કોઈ સતા નથી. સુમુલ બોર્ડે માં પણ આ અંગે ઠરાવ થયો નથી. આ હુકમ ગેરકાયદે હોવાના આક્ષેપ કર્યા છે. સુમુલ દ્વારા જે તાપી જિલ્લાની 22 મહિલા આદિવાસીને સુપરવાઈઝરમાંથી ડીગ્રેડ કર્યા છે. તેમાં ભાજપના એક ધારાસભ્ય ની પત્ની પણ છે. જેઓ પણ સુપરવાઈઝરમાંથી રિસોર્સ પર્સનમાં ડીગ્રેડ કર્યા છે. જે ફરિયાદ થઈ છે.તેમાં ધારાસભ્યની પત્નીની પણ સહી છે. જોકે આ બાબતે ધારાસભ્ય પાસેથી વિગતો જાણવા મળી નથી. આ માટે મહિલાઓ સુમુલ ના રાજકારણ ને જવાબદાર ગણાવે