Home Blog Page 36

નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વી.ટી. ચોકસી લૉ કોલેજમાં મતદાર જાગૃત્તિ તથા નોંધણી કાર્યક્રમ યોજાયો

0

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને નોંધણી અને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરાયા.

સુરત:રવિવાર: નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા અઠવાલાઈન્સ સ્થિત વી.ટી. ચોકસી લૉ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અને નોંધણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ મતદાર નોંધણી તેમજ મતદાન પ્રક્રિયા વિષે સમજ મેળવી હતી.


આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઈવીએમનો ડેમો આપી સમગ્ર મતદાન પ્રક્રિયા તેમજ લોકશાહીમાં યુવા મતદારોની મહત્વની ભૂમિકા અને મતદાન નોંધણી અને તેમા સુધારા માટેની ઓનલાઈન પ્રક્રિયાની જાણકારી આપી આગામી ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સિટી સુપ્રિન્ટેન્ડેન્ટ હરસિદ્ધિબેન, બુથ ઓફિસર વર્ષાબેન પટેલ, EVM ટેક્નિકલ સ્ટાફ ખ્યાતિબેન ચૌધરી તથા સંજયભાઈ ચૌધરીએ મતદાન પ્રક્રિયા, EVM મશીનનો પ્રેક્ટિકલ ડેમો, વોટર હેલ્પલાઈન એપની માહિતી & ઓનલાઇન ફોર્મ ભરવાની ઉપયોગી જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં મજુરાના મામલતદાર પંકજ મોદી, નાયબ મામલતદાર કિરણબેન ગઢવી, એક સોચ એન.જી.ઓ. ના સંસ્થાપક રિતુ રાઠી, કોલેજના કાર્યકારી આચાર્ય ડો. ઈરમલાબેન, કોલેજ કોર્ડીનેટર નિકુંજભાઈ રાઠોડ, કોલેજના કેમ્પસ એમ્બેસેડર જયદીપ રાઠોડ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નહેરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક ગૌરવ પડાયા (તાલુકા યુવા સંયોજક)એ NYKની કાર્યશૈલીની માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના કોર્ડીનેટર નિકુંજ રાઠોડ તથા NYKના સ્વયંસેવક ગજેન્દ્રસિંહ ચૂડાવત તથા ઉજ્જવલ પરમારે કર્યું હતુ.

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા અને પોલીસ વચ્ચે વિવાદ સર્જાયો સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં થઈ

0

સુરત, સુરત પુલીસ ની દાદાગીરી સામે આવી જાહેર સ્થળ ઉપર ધમકીઓ આપી ને જાહેર જનતા ને જાહેર સેવક એવા પુલીસ કર્મીઓ જ કાયદા નું અભાવ ને લીધે આમ નાગરિક વતી રજુઆત કર્તા એડવોકેટ મેહુલ બોધરા અને પુલીસ કર્મી વચ્ચે વિવાદ સર્જાયો જે કે તમામ વાત સમગ્ર ઘટના સોશિયલ મીડિયા માં વાયરલ થયો.

સુરતના ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વો થયા બેફામ બેકાબુ

0

સુરતના ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજીક તત્વ દ્વારા એક વિધાર્થી ને માર મારવાનો વિડિઓ આવ્યો સામે

સુરતના ઉધના 60 ફૂટ રોડ પર ગાંધી કુટિરમાં શિવમ મેડિકલ સ્ટોરની સામે એક વિદ્યાર્થી ને 6થી7 અસામાજિક તત્વ દ્વારા જીવલેન હુમલો કરી મારમારવાનો વિડિઓ થયો સોસીયલ મીડિયા પર વાઇરલ

આ વિડિઓ આજનો 12,30 થી 1 વાગ્યા નો હોવાનો અનુમાન

શુ ઉધના સર્વેલન્સ પોલીસ આ વાઇરલ વિડિઓના આધારે તપાસ કરી અસામાજિક તત્વો ને પકડી પાડી આવા લુખ્ખા તત્વો ની શાન ઠેકાણે લાવશે ખરા

સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સઘન વેરા વસુલાત ઝુમબેશ અંતર્ગત કરવામાં આવેલ કાર્યવાહી.

0
આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી

સાઉથ ઝોન-બી(કનકપુર)ના આકારણી અને વસૂલાત વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને હજુ પણ મિલકતવેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર મિલકતદારોની મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન કાપવા જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોઈ જે મિલકતોની વેરા બાકી છે તેઓને તાકીદે વેરો ભરપાઈ કરવા જણાવવામાં આવે છે.

મે. કમિશ્નરશ્રી તથા ડે. કમિશ્નરશ્રી ની તા. ૩૦/૦૧/૨૦૨૪ ના રોજ રેવન્યુ મિટિંગમાં મળેલ સુચનાનુસાર સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન-બી(કનકપુર) ના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સઘન વેરા વસુલાત ઝુમબેશ અંતર્ગત ઉન વિસ્તારના તસ્લીમ ઈંડસ્ટ્રીયલ, વી.એમ.ધમનવાલા ઈન્ડ. અને પી.એમ.ધમનવાલા ઈન્ડ. વિસ્તારમાં કુલ ૧૦૮ મિલકતોમાં વસૂલાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ જે પૈકી ૬૧ મિલકતોને સીલ કરવામાં આવેલ તેમજ સ્થળ ઉપર ૨૫,૬૨,૩૨૯/- લાખની વસૂલાત કરવામાં આવેલ છે. તેમજ એડવાન્સ ચેક પેટે ૧૪,૯૭,૫૯૨/- લાખ લેવામાં આવેલ છે.

આથી જે કરદાતાઓનો મિલકત વેરો બાકી છે તેમણે તમામ ઝોન ઓફિસ તથા સિવિક સેંટરનો સંપર્ક કરી તાત્કાલિક વેરો ભરવા ખાસ જણાવવામાં આવે છે.

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા બિઝનેસ એક્ઝિબિશન તેમજ હલ્દી કંકુ કાર્યક્રમ

0
નાયક સમાજ સેવા સંઘ મહિલા કમિટી

નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા બિઝનેસ એક્ઝિબિશન તેમજ હલ્દી કંકુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

નાયક મરાઠા સમાજના ટ્રસ્ટી અને સેક્રેટરી ગણેશભાઈ પી સાવંત એક યાદીમાં જણાવે છે કે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ અઠવા લાઈન્સ ખાતે 28 1 2024 ને રવિવારના રોજ સવારે 10:00 કલાકે બિઝનેસ એક્ઝિબિશન તેમજ સાંજે 4:00 કલાકે હલ્દી કંકુ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી ને નાયક સમાજ સેવા સંઘ મહિલા કમિટીની સ્થાપના કરવામાં આવી હતી તેમજ રાષ્ટ્રગીત ગાયને કરવામાં આવી હતી સવારે યોજાયેલ બિઝનેસ એક્ઝિબિશન કાર્યક્રમમાં સુરત ખાતે રહેતા કોકણ પ્રાંતમાંથી આવતા મહારાષ્ટ્રીયન સમાજના અલગ અલગ પ્રકારના વ્યાપાર તેમજ બિઝનેસથી જોડાયેલ સંસ્થાના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વ્યાપાર કરતાં માલિકો સાથે તેમના બિઝનેસને એલઇડી સ્ક્રીન પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ મેળામાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સાંજે નાયક મરાઠા સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા હલ્દી કંકુ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જે કાર્યક્રમમાં સુરત શહેરમાં વસતા મહારાષ્ટ્ર પરિવારની સૌભાગ્યવતી બહેનો બે થી અઢી હજાર ની સંખ્યામાં સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તણ સાંકળી અને ગોળની આપે આપ લે કરી પરમપરાગત હલ્દી કંકુ ની રસમ નિભાવી હતી અને પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતીઆ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો માટે દાબેલી અને વડાપાવ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ બાળકો માટે પણ પોપકોન , બુદ્ધિના બાલ અને આઈસ્ક્રીમ ની વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આવનાર મહિલા મંડળો તેમજ બિઝનેસમેન અને નાયક મરાઠા સેવા સંઘ સુરતના અગ્રણીઓ ને ખૂબ આનંદ થયો હતો

દારૂના કેસમાં તોડકરનાર ASI અને રાઇટર સસ્પેન્ડ

0

ફરજ ઉપર બેદરકારી પૂર્વક કામગીરી અને તોડ કરનાર માટે લાલબતી સમાન ઘટના

તપાસમાં બેદરકારી બદલ વાપી ટાઉન PSI પણ ફરજ મોકૂફ.

જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા

જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા

વાપીના સુલપડ વિસ્તારમાં થયેલીમારામારીની ફરિયાદ ટાઉનપોલીસ મથકે નોંધાઈ હતી. જેની તપાસ વાપી ટાઉન પીએસઆઈવી. એ. વસાવા કરી રહ્યા હતા. આ કેસમાં પીએસઆઇ વસાવાએ જરૂરી યોગ્ય તપાસ નહીં કરી જરૂરીસાક્ષીઓના નિવેદન નોંધ્યા. વિના તપાસ પૂરી કરી આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા વિનાઆરોપીઓને જ્યુડિશિયલકસ્ટડીમાં મોકલી આપ્યા હતા. જે અંગે એક જાગૃત નાગરિકેપીએસઆઇની તપાસમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. જે કેસ એસપીની તપાસ કમિટી પાસે આવતા ફરજપર બેદરકારી દાખવવા બદલ પીએસઆઇ વી. એ. વસાવા સામે શિક્ષાત્મક પગલાં લઇ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો હતો. બીજીબાજુ વર્ષ-2023ના નવેમ્બરમાં વાપી ચલા ચેકપોસ્ટ પાસે દમણતરફથી આવતી એકએનઆરઆઇની કારમાંથી દારૂમળી આવતા વાપી ટાઉન ચલાપોલીસ ચોકીના એએસઆઇમયુરીબેન અને રાઈટર કરમસીંહેદારૂના કેસ ન કરવા બદલ ઊંચીકિંમત વસૂલી પરિવાર સાથેગેરવર્તન કર્યું હતું. ગેરવર્તનનીફરિયાદ ઉચ્ચકક્ષાએ કરતા આવાત જિલ્લા એસપી ડો. કરનરાજવાઘેલા સુધી પહોંચી હતી.એસપીએ ઘટનાના દિવસનાસીસીટીવી ફૂટેજ અને ચલાચોકીના સીસીટીવી ફુટેજ ચેક કરીએનઆરઆઈ પરિવાર સાથેગેરવર્તન બદલ એએસઆઇમયુરીબેન અને તેમનો રાઇટરકરમસિંહને ફરજ ઉપર બેદરકારીબદલ સસ્પેન્ડ કરતા અન્ય પોલીસકર્મીઓમાં ફફડાટ ફેલાઈ જવાપામ્યો છે.

ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ:રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

0
સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

બાળકના કુમળા માનસને માતાપિતાનું વર્તન-વ્યવહાર અતિ પ્રભાવિત કરે છે -: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

સુરતના વેડ ગામ ખાતે વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ ‘અયોધ્યોત્સવ’ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સુરતના વેડ ગામ સ્થિત શ્રીજી ફાર્મ, વેડ રોડ ખાતે વી.એન.ગોધાણી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો વાર્ષિક સમારોહ-‘અયોધ્યોત્સવ-૨૦૨૪’ યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમણે વૈદિક ગ્રંથોનું જ્ઞાન, પરિવારભાવનાનું મહત્વ જ્ઞાન સાથે ગમ્મત સ્વરૂપે સમજાવ્યું હતું.

સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત


આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશને વિશ્વગુરૂ બનાવવા માટે શિક્ષણ જ કારગર શસ્ત્ર છે. દેશના શિક્ષિત, પ્રતિભાશાળી બાળકો, વિદ્યાર્થીઓ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રામાણિકતાપૂર્વક પરિશ્રમ કરે તો ભારત રાષ્ટ્ર ગરિમાપૂર્ણ પ્રગતિના પંથે આગળ વધશે.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે, બાળકના કુમળા માનસને માતાપિતાના વર્તન વ્યવહાર અતિ પ્રભાવિત કરે છે. માતાપિતા અને પરિવારજનોના સારા નરસા વ્યવહારને નિહાળીને બાળક સંસ્કારી અથવા અસંસ્કારી બને છે એટલે જ પરિવારમાં સંસ્કારી વાતાવરણ ઉભું કરવું એ અતિ આવશ્યક છે એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
બાળક ભારતીય સંસ્કૃતિ રામાયણ અને મહાભારતની સંસ્કૃતિ છે એમ જણાવતા રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભગવાન રામનું આદર્શ અને સમર્પિત વ્યક્તિત્વ સમગ્ર માનવજાતિ માટે પ્રેરણારૂપ છે. માતાપિતાની આજ્ઞાને શિર પર ચઢાવી ૧૪ વર્ષ વનવાસ ભોગવવા સાથે રાજપાટનો ત્યાગ કરવો એ અપ્રતિમ ત્યાગ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, દેશના કરોડો નાગરિકોની આસ્થા શ્રી રામ સાથે જોડાયેલી છે. રામલલ્લા અયોધ્યા મંદિરમાં ૫૦૦ વર્ષની પ્રતીક્ષા બાદ બિરાજમાન થઈ ચૂક્યા છે, વડાપ્રધાન શ્રી અને ગુર્જરરત્ન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ ગુજરાત માટે ગૌરવપ્રદ ક્ષણ બની છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણની કરોડો ભારતીયોની અપેક્ષા પૂર્ણ થઈ છે. સમગ્ર દેશમાં રામલલ્લાની સ્થાપનાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે આપણી ધર્મ પ્રત્યેની આસ્થાને પ્રદર્શિત કરે છે.
શાળાનાં ટ્રસ્ટી અને ચેરમેનશ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રસંગોચિત ઉદ્દબોધન કરીને રાજ્યપાલ સહિત સૌ આમંત્રિત મહેમાનોને આવકારીને ગોધાણી સ્કૂલના સિંધ્ધાંતોનીછણાવટ કરતા કહ્યું હતું કે, ગોધાણી આ સ્કૂલ એ બાળકને માનવીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારિતાનું સિંચન કરે છે. દર મહિનાના છેલ્લા સપ્તાહમાં સ્કૂલમાં યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે-તે મહિનામાં વિદ્યાર્થીઓ આ યજ્ઞમાં બેસે છે, જેથી સંસ્કૃતિની સમજ બાળકોમાં કેળવાય. તેમજ સ્કૂલના તમામ બાળકો ગીતાના શ્લોક કડકડાટ બોલે છે એ અહીંની વિશેષતા છે.
આ વેળાએ સમારોહમાં વૈદિક યજ્ઞમાં ઉપસ્થિત રહી રાજ્યપાલશ્રીએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. શાળાપરિવાર દ્વારા મંત્રીશ્રીઓનું ‘રામચરિત માનસ’ ગ્રંથ આપી સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડીયા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, રામકૃષ્ણ ગ્રૂપના ચેરમેન અને અગ્રણી સમાજસેવક ગોવિંદભાઈ ધોળકિયા, જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, નર્મદ યુનિ.ના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા, જયંતિભાઈ નારોલા, વિનોદભાઈ ગોધાણી, અરજણભાઈ ધોળકિયા, શ્રેયાંસભાઈ ધોળકિયા, વી.એન.ગોધાણી સ્કૂલના ડાયરેક્ટર ભાવેશભાઈ લાઠીયા સહિત મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતના ખજોદ ખાતે નવનિર્મિત સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

0

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. તેમણે ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત ડોક્યુમેન્ટરી અને પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

આ પ્રસંગે ડાયમંડ બુર્સના ડિરેક્ટર સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યો, હીરા ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અંગદાતા પરિવારને નત મસ્તક વંદન

0

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૧૫ દિવસમાં ચોથું અંગદાન.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડાના વતની દિપકભાઈ કાટેલાના બે કિડ્ની અને લિવર થકી ત્રણ વ્યકિતને મળશે નવજીવન

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસમાં ચોથું સફળ અંગદાન થયું હતું. આ સાથે અંગદાનની સંખ્યા ૫૬ થઈ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા દિપક ભરત કાટેલાને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની અને લિવરનું દાન થયું હતું. જેના થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે.


પ્રાપ્ત વિગતો અનુસાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા ૪૪ વર્ષીય દિપક ભરત કાટેલાને તા.૨૪/૦૧/૨૦૨૪ના રોજ સવારે ૦૭:૧૫ના સમયગાળામાં ચક્કર આવતા જ નીચે બેસાડ્યા હતા અને ખેચ આવવાની સાથે જ બેભાન થઇ ગયા હતાં. ત્યાર બાદ ગામમાં આવેલ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા ત્યાથી વધુ સારવાર અર્થે પાલઘરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં વધુ ગંભીર હાલત હોવાથી ૧ કલાકમાં જ વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં જયા તબીબની સલાહ મુજબ તા.૨૫/૦૧/૨૦૨૪ના રોજ વહેલી સવારે ૦૩:૩૦ કલાકે ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.૨૭/૦૧/૨૦૨૪ના રોજ વહેલી સવારે ૦૩:૦૭ વાગે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ડો.જય પટેલ, ડો.પરેશ ઝાંઝમેરાએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
પરિવારમાં પત્ની નિર્મલાબેન દિપકભાઇ કાટેલા તથા દિકરી અશ્વીની દિપક કાટેલા તેમજ દિકરી જિયા જિતેશ ભુતકડે છે. પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ પરિવારજનોને સોટોની ટીમના આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. તેઓની સંમતિ મળતા આજે અંગોનું દાન કરાયું હતું.
બ્રેઈનડેડ દિપકભાઈ કાટેલાના બન્ને કિડ્ની અને લિવરને અમદાવાદની CIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૫૬મું અંગદાન થયું છે.

મહાકાલ ગ્રુપ તરફથી ૨૬ જાન્યુઆરીએ લોકો ની સેવા

0
મહાકાલ ગ્રુપ મહાદેવ નગર ઉધના ની સેવા

સુરત, પંચમુખી હનુમાન મંદિર ખાતે મહાકાલ ગ્રુપ તરફ થી લોકો ના સેવા ના ભાગ રૂપે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતા. જેમાં મહાકાલ ગ્રુપ ના સભ્યોએ માનવજીવન ની સેવા ને ધ્યાન માં રાખી લોકો ને મદદરૂપ થવા માટે ૨૬ જાન્યુઆરી થી લોકો ની સમસ્યાઓ ને નિરાકરણ માટે, મદદરૂપ થવા ના ઉદ્દેશ્ય થી કાર્યક્રમ ના આયોજન કરવામાં આવેલ હતા.