Home Blog Page 34

નાસતા-ફરતા આરોપી કાલુ ગોરધન ગરાસીયાને તા. ૨૬મી માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન

0

સુરત:ગુરૂવાર: ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એ.એચ.એસ.સીબિયા સમક્ષ આવેલી ફરિયાદને આધારે આરોપી કાલુ ગોરધન ગરાસીયા રહે. પ્રેમનગર સામે આવેલી ઝુંપડપટ્ટી, પાંડેસરા, સુરત (મૂળ: પડાતિયા ગામ, પો.સ્ટે.સાકરીયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) વિરૂદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં સજાપાત્ર ગુનો નોંધાયો છે. જેમાં તેનું ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે, પણ વોરંટની બજવણી અટકાવવા અને ધરપકડ ટાળવા નાસતા-ફરતા આરોપી કાલુને જજશ્રી એ.એચ.એસ.સીબીયા, ૧૧મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ, રૂમ નં.૨૦૭, બીજો માળ, નવી કોર્ટ બિલ્ડીંગ, અઠવાલાઈન્સ, સુરત સમક્ષ તા.૨૬/૩/૨૦૨૪ ના રોજ હાજર થવા ફરમાન કરવામાં આવ્યુ છે.

૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

0

સુરત:ગુરૂવાર: રમતો દ્વારા કર્મચારીઓની સુખાકારી અને વાઇબ્રન્ટ વર્ક કલ્ચરને પ્રોત્સાહન આપવા, ટીમ વર્ક અને ખેલભાવના, તંદુરસ્ત હરીફાઈ અને કર્મચારીઓ વચ્ચેની સમજણને મજબૂત બનાવવા ૧૦૮ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસમાં કામ કરતા કર્મચારીઓ માટે ૧૦૮ STPL ક્રિકેટ ટુર્નામેન્ટ સુરતના જુદા જુદા સ્ટેડિયમોમાં યોજાઈ હતી. જેમાં સુરત અને તાપી જિલ્લાના ૧૦૮, ખિલખિલાટ, MVD અને મોબાઈલ હેલ્થ યુનિટ (MHU) પ્રોજેક્ટ્સના સ્ટાફે ભાગ લીધો હતો. સુરત ૧૦૮ રૂરલ ઝોન અને MHUની ટીમ વચ્ચે ભાણકી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં MHU ટીમ વિજેતા બની હતી. મેચમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ગ્રીનમેન તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર વિરલ દેસાઈ, સુરત અને તાપી જિલ્લાના ૧૦૮ ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લાના પ્રોગ્રામ મેનેજર પઢિયાર તેમજ MVD ના પ્રોગ્રામ મેનેજર પ્રિયંક પટેલ અને સુપરવાઇઝરો અને મહાનુભાવોના હસ્તે ફાઈનલના વિજેતા અને રનર અપ ટીમને ટ્રોફી અને ખેલાડીઓને મેડલ અર્પણ કર્યા હતા.
ટુર્નામેન્ટના અંતે શ્રી અભિષેક ઠાકરે સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સ્ટાફગણ, સપોર્ટર, દર્શકો તેમજ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

ચેનલ આઈ વિટનેસ, નવ ગુજરાત ટાઈમ્સ અને SS NEWS ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી ગણેશભાઈ સાવંતનાં જન્મદિનની સેવાકીય પ્રવૃતિઓ થકી ઉજવણી..

0

સચીન આશ્રમશાળા ખાતે આવેલ આશ્રમશાળામાં 240 બાળકો ને રોજિંદા વપરાશની વસ્તુઓ કોલગેટ, નાહવાના,કપડાં ધોવાના સાબુ, શેમ્પૂ, કોપરેલ તેમજ સૂકા નાસ્તાનું વિતરણ કરાયું હતું, બાળકોએ તાળીનાં ગડગડાટ સાથે ગણેશભાઈને જન્મદિનની શુભેચ્છા આપી હતી, પોતાની આવકમાંથી યુવાની થી જ સેવા કરતાં હોવાનું જણાવી ગણેશભાઈ એ બાળકો ને સંબોધી ઉત્સાહ વધાર્યો.. પ્રોબ્લેમ છે તો સમાધાન છે જ કદી પણ નાસીપાસ ન થતાં ઉચ્ચ ધ્યેય રાખવાનું જણાવ્યું હતું,સચીન જર્નલિસ્ટ ફેડરેશન ઉજવણી માં જોડાયું હતું જેમાં ચંદ્રકાંત દેવરે, દીપક શર્મા, સંજય સિંહ, સુરેશ મોર્યા, સુનીલ પ્રજાપતિ જોડાયા હતા, આશ્રમશાળાનાં કેમ્પસની વ્યવસ્થા જોઈ, જાણી શાળા નાં આચાર્ય ને બિરદાવ્યા શાળાના આચાર્ય વિમલ ભટ્ટ એ ગણેશભાઈ તેમજ સચીન જર્નલિસ્ટ ફેડરેશન પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

સુરત લોકસભાની સામાન્ય ચુંટણી માટે જિલ્લા તંત્ર સજ્જ

0

જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી સંદર્ભે બેઠક મળી.

સરકારી જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા આદેશ

સુરતઃશનિવારઃ- લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ની તારીખો જાહેરાત થતા જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ચુંટણી સંદર્ભે સુરત જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તાકીદે નોડલ અધિકારીઓ અને મદદનીશ ચુંટણી અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરાલયમાં બેઠક મળી હતી. જેમાં નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી યોજાઇ તે માટે ચુંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને સુચના આપી હતી.
જિલ્લા સેવા સદન ખાતે લોકસભાની ચૂંટણીની પૂર્વતૈયારીના આયોજન અંગે જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂંટણી પ્રક્રિયા અંતર્ગતની વિવિધ પાંખના નોડલ અધિકારીઓ સાથેની સમિક્ષામાં ચૂંટણીખર્ચ પર દેખરેખ નિયત્રંણ, જાહેરાત, હોર્ડિગ્સ, બેનર્સ વિગેરે દૂર કરવા, મતદારોની જાગૃતિ માટેના અસરકારક કામગીરી, તાલીમ, ઈ.વી.એમની ચકાસણી, સ્ટોરેજ રૂમ બાબતે, હેલ્પલાઈન કમ્પલેઈન, વાહન વ્યવસ્થા, એમ.સી.એમ.સી.ની કામગીરી, લો એન્ડ ઓર્ડર કોમ્પયુટરાઈઝેશન, એસ.એમ.એસ. મોનિટરીંગ કોમ્યુનિકેશન પ્લાન, બેલેટ પેપર, સ્ટાફ, સ્થળાંતર થયેલા મતદારો સહિત અન્ય ચૂંટણીલક્ષી બાબતે નોડલ અધિકારીઓ સાથે વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો.


જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તમામ જવાબદાર અધિકારીઓ સહકાર સાથે સોંપવામાં આવેલી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં જિલ્લા ચુંટણી અધિકારીએ લોકસભાની સામાન્ય ચુંટણીઓ નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થાય તે માટે સૌ અધિકારીઓએ સાથે મળીને કામગીરી કરવાની હિમાયત કરી હતી. આવેલી અરજદારની મળેલી ફરિયાદોનો સમયમર્યાદામાં નિકાલ કરી નિયત ફોર્મેટમાં રીપોર્ટીંગ થાય તથા પ્રો-એક્ટિવ અભિગમ દર્શાવીને ફરજ નિભાવવા માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ભારતના ચુંટણી પંચ દ્વારા અમલમાં મુકવામાં આવેલી આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય તે માટે એમ.સી.સી., ફલાઇગ સ્કોર્ડની ટીમો કાર્યરત કરવા તેમજ ફરિયાદોના નિકાલ માટે સીંગલ વિન્ડો સીસ્ટમ, કંટ્રોલ રૂમ ઉભો કરવાની સુચનાઓ આપી હતી. ઈ.વી.એમ.નિદર્શન કેન્દ્રોને બંધ કરવા જણાવ્યું હતું. વધુમાં વધુ મતદાન થાય તે માટે સ્વીપની એકટીવીટીઓ કરવા નોડલ અધિકારીને જણાવ્યું હતું. મતદાન સમયે દિવ્યાંગ મતદારોને મતદાન મથકમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ બેલેટ પેપરનું વિતરણ અંગે જણાવ્યું હતું.


જિલ્લા ચુંટણી અધિકારીએ આચારસહિંતાના અમલીકરણ માટે સરકારી યોજનાઓના જાહેર સ્થળો, સરકારી કચેરીઓમાંથી હોર્ડિગ્સ, બેનર ભીંતચિત્રો ત્વરિત ધોરણે દુર કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા, એમ.સી.એમ.સી., તાલીમ, ફરિયાદ નિવારણ માટે સુચારૂ વ્યવસ્થા કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીમતી શિવાની ગોયલ, મહાનગરપાલિકાના ડે.મ્યુ.કમિશનરશ્રી રાજેન્દ્ર પટેલ, અધિક જિલ્લા ચુંટણી અધિકારીશ્રી કમલેશ રાઠોડ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, ૧૬ વિધાનસભાના મદદનીશ ચુંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 / 7 તબક્કામાં કઈ બેઠક પર ક્યારે મતદાન થશે & 04 જુન પરિણામો

0

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જ્યારે 4 જૂને મતગણતરી થશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલ, બીજો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને યોજાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે. 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે હિમાલયથી લઈને સમુદ્ર સુધી અને રણથી લઈને વરસાદી ઉત્તર-પૂર્વ સુધીના બૂથ પર સમાન સુવિધાઓ હશે. 85 વર્ષથી વધુ ઉંમરના તમામ મતદારો અથવા વિકલાંગ મતદારોના ઘરે ફોર્મ મોકલવામાં આવશે, જેથી તેઓ ઘરેથી પોતાનો મત આપી શકે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીઈસીએ કહ્યું કે ચૂંટણી પછી પોલિંગ બૂથ પર કોઈ કચરો નહીં હોય. કાર્બન ફૂટ પ્રિન્ટ સૌથી ઓછી હશે. બૂથ અને ઉમેદવારો વિશેની માહિતી KYC, વોટર હેલ્પ લાઇન અને C વિજિલ એપ સબ-વોટર કાર્ડ દ્વારા ઉપલબ્ધ થશે. કોન્ટ્રાક્ટ સ્ટાફ કે સ્વયંસેવકોને ચૂંટણી ફરજ માટે તૈનાત કરવામાં આવશે નહીં.

મતદાન ક્યારે થશે, કેટલી બેઠકો પર થશે મતદાન

  • પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે. જેમાં 21 રાજ્યોની 102 સીટો પર મતદાન થશે.
  • બીજા તબક્કામાં 26મી એપ્રિલે મતદાન થશે. 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.
  • ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ મતદાન થશે. 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.
  • ચોથા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.
  • 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થશે. 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.
  • છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ મતદાન થશે. 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.
  • સાતમા તબક્કામાં 1 જૂને મતદાન થશે. 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.
  • પરિણામ 4 જૂને આવશે.
પ્રથમ તબક્કો   સીટો   ક્યાં ક્યાં વોટિંગ
19 એપ્રિલ    102   અરુણાચલ (2), આસામ (5), બિહાર (4), છત્તીસગઢ (1), મધ્યપ્રદેશ (6), મહારાષ્ટ્ર (5), મણિપુર (2), મેઘાલય (2), મિઝોરમ (1), નાગાલેન્ડ (1) , રાજસ્થાન (12), સિક્કિમ (1), તમિલનાડુ (39), ત્રિપુરા (1), ઉત્તર પ્રદેશ (8), ઉત્તરાખંડ (5), પશ્ચિમ બંગાળ (3), આંદામાન અને નિકોબાર (1), જમ્મુ અને કાશ્મીર ( 1), લક્ષદ્વીપ (1), પુડુચેરી (1).
બીજું તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
26 એપ્રિલ89આસામ (5), બિહાર (5), છત્તીસગઢ (3), કર્ણાટક (14), કેરળ (20), મધ્યપ્રદેશ (7), મહારાષ્ટ્ર (8), મણિપુર (1), રાજસ્થાન (13), ત્રિપુરા (1) , ઉત્તર પ્રદેશ (8), પશ્ચિમ બંગાળ (3), જમ્મુ અને કાશ્મીર (1).
ત્રીજો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
7 મે94 આસામ (4), બિહાર (5), છત્તીસગઢ (7), ગોવા (2), ગુજરાત (26), કર્ણાટક (14), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઉત્તર પ્રદેશ (10), પશ્ચિમ બંગાળ ( 4), દાદરા નગર હવેલી અને દમણ દીવ (2), જમ્મુ અને કાશ્મીર (1).
ચોથો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
13 મે96આંધ્રપ્રદેશ (25), બિહાર (5), ઝારખંડ (4), મધ્યપ્રદેશ (8), મહારાષ્ટ્ર (11), ઓડિશા (4), તેલંગાણા (17), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (8), જમ્મુ -કાશ્મીર (1). 
પાંચમો તબક્કો સીટો   ક્યાં ક્યાં વોટિંગ
20 મે49બિહાર (5), ઝારખંડ (3), મહારાષ્ટ્ર (13), ઓડિશા (5), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (7), જમ્મુ અને કાશ્મીર (1), લદ્દાખ (1). 
છઠ્ઠો તબક્કો સીટો   ક્યાં ક્યાં વોટિંગ
25 મે57બિહાર (8), હરિયાણા (10), ઝારખંડ (4), ઓડિશા (6), ઉત્તર પ્રદેશ (14), પશ્ચિમ બંગાળ (8), દિલ્હી (7). 
સાતમો તબક્કોસીટો   ક્યાં ક્યાં વોટિંગ
1 જૂન57બિહાર (8), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (3), ઓડિશા (6), પંજાબ (13), ઉત્તર પ્રદેશ (13), પશ્ચિમ બંગાળ (9), ચંદીગઢ (1).

સુરત એસ.ટી. ડિવિઝન હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને પંચમહાલ, ગોધરા, દાહોદ તેમજ અમદાવાદના મુસાફરો ૫૫૦ બસો એક્સ્ટ્રા દોડાવશે

0

તા.૨૦ માર્ચ થી તા.૨૩ માર્ચ સુધી સાંજે ૪.૦૦ વાગ્યાથી ૫૫૦ એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા

સુરત:શુક્રવાર: સુરત એસ.ટી.વિભાગ દ્વારા દર વર્ષેની જેમ આ વર્ષે પણ પંચમહાલ, ગોધરા, દાહોદ તેમજ અમદાવાદના મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે. સુરતમાં રહેતા મુસાફરો હોળીનો તહેવાર પોતાના માદરે વતન જઈ પોતાના પરિવાર સાથે ઉજવી શકે તે માટે સુરત એસ.ટી.વિભાગના દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ વર્ષે મુસાફરોને સારી સુવિધા મળી રહે તે માટે તા.૨૦/૦૩/૨૦૨૪થી તા.૨૩/૦૩/૨૦૨૪ સુધી સાંજે ૧૬.૦૦ કલાકથી ટ્રાફિક પૂર્ણ થાય ત્યાં સુધી એક્સ્ટ્રા ૫૫૦ બસ દોડાવવામાં આવશે, જેમાં હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના મેદાનથી અને રામનગર, રાંદેર રોડથી ઉપડશે.


સુરતથી ઉપડનાર એક્સ્ટ્રા બસોના ભાડાની વિગતો જોઈએ તો અમદાવાદ (બાયપાસ વડોદરા ડાયરેક્ટ અમદાવાદ) સુધીનું કુલ ભાડુ રૂ.૨૮૦, દાહોદ રૂ.૩૦૫, ઝાલોદ રૂ.૩૧૦, ગોધરા રૂ.૨૭૦, લુણાવાડા રૂ.૨૮૫, કવાંટ રૂ.૨૬૫, છોટાઉદેપુર રૂ.૨૭૫, ઓલપાડ દાહોદ રૂ.૩૧૫, ઓલપાડ ઝાલોદ સુધીનું કુલ ભાડું રૂ.૩૨૦ રહેશે.

8 થી 11 માર્ચ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ફોકલોર ફેસ્ટ 2.0 2024 નું આયોજન

0
ક્રાંતિ સમય

સુરત ના TAAL Group ના Founder – Architect Krutika Shah અને Mr. Pavan Kapoor President_CIOFF India સાથે Charu Castle Foundation ના સંયુક્ત ઉપક્રમે સુરત મહાનગરપાલિકા, Craftroots, Vastra ના સહયોગથી International Folklore Dance Fest 2.0 2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન તા. ૮ થી ૧૧ માર્ચ, ૨૦૨૪ દરમ્યાન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ફોકલોર ફેસ્ટમાં રોમાનીયા, પોલેન્ડ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભારત દેશના કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક ધરોહરને વાંચા આપતા ફોક ડાન્સની પ્રસ્તુતિ કરશે. સ્વચ્છતામાં નંબર ૧ પ્રાપ્ત કરનાર સુરત શહેર માટે વધુ આનંદ અને ગૌરવની વાત એ છે કે, આવા સમયે તાલ ગ્રુપ દ્વારા આ બીજા આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટનું ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળે આયોજન થઈ રહ્યું છે. વિશેષ વાત એ છે કે, પાંચ દેશના ફોક ડાન્સ માણવાનું લ્હાવો સુરતીજનોને વિના મુલ્યે મળવાનો છે. આ ઉપરાંત યુવા વિદ્યાર્થીઓને પણ આ અંગે ભારત દેશની કલા અને સંસ્કૃતિને માણવાની તક મળશે.

સંપૂર્ણ કાર્યક્રમની સંક્ષિપ્ત માહિતીઃ
તા. ૮ માર્ચ, ૨૦૨૪ શુક્રવાર, સમય : સાંજે ૫, ઉદઘાટન અને સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : સાયન્સ સેન્ટર, સુરત.
તા. ૯ માર્ચ, ૨૦૨૪ શનિવાર, સમય : સાંજે ૫.૩૦, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : ગ્રામશ્રી ટ્રસ્ટ, ક્રાફટ રૂટ, અમદાવાદ.
તા. ૧૦ માર્ચ, ૨૦૨૪ રવિવાર, પાંચ દેશોના કલાકારો દાંડી નવસારીની મુલાકાત લેશે.
તા. ૧૧ માર્ચ, ૨૦૨૪ સોમવાર, સમય : ૫.૩૦, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્થળ : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રંગ મંચ.

તાલ ગૃપની સ્થાપના વ્યવસાથે આર્કટિક કૃતિકા શાહ મારફતે સને-૨૦૦૫ માં કરવામાં આવેલી. તાલ ગૃપ એ ફકત મહિલાઓ થકી બનેલું ગૃપ છે, જેમાં ૮ વર્ષથી દ૫ વર્ષની મહિલાઓ સક્રિય રીતે જોડાયેલી છે. ગૌરવાન્વિત બાબત એ છે કે, કૃતિકા શાહને ભારત સરકારે ‘ફીલાટેલીક એડવાઈઝરી કમિટિ; મીનીસ્ટ્રી ઓફ કોમ્યુનીકેશન’ માં નિયુક્તી મળી છે જેમાં તેઓ હાલ સક્રિય છે. TAAL GROUP ઘણા વર્ષોથી લોક કળા, શાસ્ત્રીય નૃત્ય અને સંગીતના અન્ય શાખાઓની કેળવણીને નીભાવતી અને પ્રસ્તુત કરીને ભારતીય કળા, સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરતી આવેલી છે. સને ૨૦૦૫ માં સ્થપાયેલ ‘તાલ ગૃપ’ જે CIOFF (India in association with UNESCO) ના ઓફીશીયલ સભ્ય છે. તદુપરાંત તાલ ગૃપે ICCR Gujarat ના સહયોગથી અનેક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતુ. ‘સ્ટેચ્યુ ઓફ યુનીટી’ ના પરિસરમાં વીડીયો કેમેરાથી શુટીંગ કરી ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબાની કૃતિ આખા વિશ્વમાં સોશીયલ મીડીયાના માધ્યમથી ઓનલાઈન પ્રસ્તૃત કરી પવિત્ર નવરાત્રી મહોત્સવને અનેરી રીતે ઉજવ્યો. ગુજરાત ટુરીઝમના સહયોગથી દાંડી મુકામે સુપ્રસિદ્ધ ગરબાનું શુટીંગ કરી સોશીયલ મીડીયાના માધ્યમથી “Ist May Gujarat Day” and “World Dance Day” નિર્મિતે તાલ ગ્રુપ દ્વારા ઉજવણી કરવામાં આવી. ‘નાયિકા’ તથા ‘નાયિકા-૨’ નામક બે લોકનૃત્ય કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રની મહિલાઓને તેઓની અદ્વિતિય સામાજીક સેવા બદલ એવોર્ડ આપી મહિલા દિનની ઉજવણી કરી. ‘સુરતના ઐતિહાસીક કિલ્લા’ પર અલગ અલગ નૃત્ય ક્ષેત્રના ગુજરાતભરના કલાગુરૂઓની પ્રસ્તુતિ કરી તેઓનું સન્માન કરી એક ભવ્યતમ કાર્યક્રમનું આયોજન ગુરૂપુર્ણિમા-૨૦૨૨ નિમિત્તે કર્યું. તાલ ગૃપ દ્વારા ગુજરાત, રાજસ્થાન, બંગાળ, પંજાબ, મહારાષ્ટ્ર રાજ્યોના લોકનૃત્યોની પ્રસ્તુતિ કરી છે. ભારતમાં હાલ પર્યંત ‘શ્રીશ્રી રવિશંકર વર્લ્ડ ફેસ્ટ-૨૦૧૫’ દિલ્હી તથા કાલઘોડા ફેસ્ટીવલ-૨૦૧૭ તથા ૨૦૧૯, મુંબઈમાં લોકનૃત્યની પ્રસ્તુતિ કરી છે. તાલ ગૃપે સને-૨૦૨૦ માં સુરત મહાનગરપાલિકા અને CIOFF India તથા સોશીયલ ફેસના સંયુક્ત ઉપક્રમે એક ‘International Folklore Dance Festival-2020’ નું અનોખું આયોજન કરેલ હતું. જેમાં પોલેન્ડ, સ્લોવેકિયા, ઈન્ડોનેશીયા, રોમાનિયા અને ભારત દેશના કોક ડાન્સની અદભૂત પ્રસ્તુતિ થઈ હતી. તે પ્રસંગે વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદીએ તાલ ગૃપની મહિલાઓને પ્રોત્સાહીત કરી અનેરી શુભેચ્છાઓ સાથે જે અદભૂત સંદેશો પાઠવેલો, તે સૌથી યાદગાર અને ગૌરવાન્વિત ઉત્સવ હતો. તાલ ગૃપની મહિલાઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે Georgia, Bulgaria, Switzerland, Prayag, Belgium Israel, Brazil, Romania, Korea વિગેરે દેશોમાં ભારતના વિવિધ રાજ્ય જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ, પંજાબના ફોક ડાન્સને ‘આંતરરાષ્ટ્રીય ફોક ફેસ્ટીવલ’ માં પ્રસ્તૃત કરી ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.

ઉધના બી-ઝોન ખાતે નોટીસ આપ્યા પછી પણ અધિકારીયોનું કોઈ પણ કામગીરી ન કરવા માટે દબાણ કરવામાં આવે છે.

0

માથેભારે વ્યકિતઓ તરફ થી કામગીરી કરવામાં આવેલ છે.તેવું સૂત્રો પાસે થી મળેલ મહિતી.

સચીન માં માથેભારે આવે પાલી ખાતે જલારામ સોસાયટી ખાતે આવેલ અમુક લોકો જમીન ઉપર ગેરકાયદેસર કબજો અને ગેર કાયદેસર બાંધકામ કર્તા હોવા છતાં કોઈ પણ કાર્યવાહી સુરત મનપા ના અધિકારીઓ કામગીરી ન કરવા માટે દબાણ કર્તા હોય છે. જેમાં માથાભારે અને સચીન વિસ્તાર માં અધિકારી ફક્ત કાગળ ઉપર જ ડર ના લીધે કાર્યવાહી કર્તા હોય છે. તેવું લાગે છે. હાલમાં જ સુરત મહાનગર પાલિકા સાઉથ ઝોન-બી (કનકપુર) ના કાર્યપાલક ઈજનેર-બી ના પત્ર ક્રમાંક ન.સા.ઝોન/ટેક./આ.૩૫૬૪ તા.૧૮-૦૧-૨૦૨૪ ના રોજે ડ્રાફ્ટ.ટી.પી.સ્કીમ ન.૩૪ પાલી બ્લોક ન.૪૧. ફા.પ્લોટ ન.૪૨/૨ સબ પ્લોટન. ૬૩ ,૬૪ જલારામ નગર સોસાયટી પાલી માં થયેલ બાંધકામ બાબત ગેરકાયદેસર રીતે મંજુર પ્લાન વિના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આ.સી.સી.કોમલ અને ચણતર સહિત નું બાંધકામ કરેલ હોવાનું નોટીસ આપ્યા પછી પણ નોટીસ ની આવ્હેલના કરી કામગીરી સેટિંગ.કોમ કરી કરવામાં આવી રહ્યા છે. જેમાં માથાભારે ની છાપ ધરાવતા અમુક લોકો ની આશય થી કામગીરી કરવામાં આવે છે. તેવું સુત્રોના તરફ થી માહિતી આપવામાં આવેલ છે.

માર્ગ સલામતી અંગે જાગૃતિ કેળવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને ‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ’ એનાયત કરાયા

0

સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો

ગાંધીનગર ખાતે યોજાયેલી રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠકમાં વાહન વ્યવહાર રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને પુરસ્કાર એનાયત

સુરતઃમંગળવારઃ- ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્ય માર્ગ સલામતી પરિષદની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય માર્ગ સલામતી સત્તામંડળની ઉત્કૃષ્ટ કામગીરીના પરિણામે આગામી સમયમાં રાજ્યમાં થતા માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડો આવશે. રાજ્યમાં થતા અકસ્માતોને અટકાવવા રાજ્ય સરકાર ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ કરશે.


ગુજરાતમાં માર્ગ સલામતી તથા ટ્રાફિક નિયમ પાલનમાં જાગૃતિ લાવવા ઉત્કૃષ્ટ કામગીરી કરનારને વાહન વ્યવહાર મંત્રીશ્રીના હસ્તે વિવિધ કેટેગરીમાં ‘‘ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ-૨૦૨૩’ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં સિટી-ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી કેટેગરીમાં સિટી રોડ સેફટી કમિટી-સુરતે પ્રથમ ક્રમ, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- રાજકોટે દ્વિતીય ક્રમ અને ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કમિટી- બનાસકાંઠાએ તૃતીય ક્રમે પ્રાપ્ત કર્યો હતો. મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે ઈ.પોલીસ કમિશનર વાબાંગ જમીરને રૂ.૧.૨૫ લાખની સન્માન રાશિ અને શિલ્ડ એનાયત કરાયા હતા.


બેઠકમાં બંદર અને વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, ગૃહ વિભાગના સચિવ શ્રી નીપુણા તોરવણે, શહેરી વિકાસ વિભાગના સચિવશ્રી, વાહન વ્યવહાર કમિશનરશ્રી, ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના રોડ સેફટી કમિશનરશ્રી, GSRTCના ઉપાધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિતિ રહ્યાં હતાં.

પલસાણાની સ્પેકટ્રમ ડાઈઝ એન્ડ કેમિકલ્સ કંપનીમાં ક્લોરિન ગેસ લિકેજની સફળ મોકડ્રિલ

0
ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ

ગેસ લિકેજ ઈમરજન્સીમાં બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ

ઈમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા બચાવ અને રાહતના પગલાઓનું નિદર્શન

સુરત:મંગળવાર: પલસાણાની સ્પેકટ્રમ ડાઈઝ એન્ડ કેમિકલ્સ લિ.ના પ્લાન્ટમાં ક્લોરિન ટોનરમાં લિકેજ થતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. કંપનીના ઈમરજન્સી સંસાધનો, ફાયરબ્રિગેડ, ડિઝાસ્ટર વિભાગ, CHC અને પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી ૪૦ મિનીટની જહેમતના અંતે ગેસ લિકેજ પર કાબૂ મેળવાયો હતો. ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૨ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાસ્તવમાં આ દુર્ઘટના નહીં, પણ એક મોકડ્રીલ હતી.
આજે પલસાણાની સ્પેકટ્રમ,ડાઈંઝ એન્ડ કેમિકલ્સ લિ.માં ગેસ લિકેજની ઈમરજન્સીમાં ત્વરિત પગલાઓ અને બચાવ રાહતકાર્યની મોકડ્રીલ યોજાઈ હતી. જેનો હેતુ ગેસ લિકેજ જેવા સંભવિત અકસ્માત સમયે કટોકટીના સંજોગોમાં વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તથા સંબંધિત વિભાગોમાં સતર્કતા જાળવવા, જાનહાનિ થતી અટકાવવા સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડીને અસરગ્રસ્ત વ્યક્તિઓના જીવનની રક્ષા કરવાનો હતો.


બપોરે ૦૩.૦૦ વાગ્યે કંપનીમાં ટોનર વાલ્વમાંથી ગેસ લિકેજ થવા લાગ્યો હતો. જેની જાણ ક્લોરિન યાર્ડના સુપરવાઈઝરને થતા તેણે સેક્શન ઈન્ચાર્જ અને સેફ્ટી એચઆર અને સિક્યોરિટીને જાણ કરી હતી, જેથી કંપનીના ફાયરમેન, ઓએચસી સ્ટાફ અને સિક્યોરિટી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઈમરજન્સી કન્ટ્રોલ ગ્રુપ દ્વારા લિકેજને રોકવાના પ્રયાસો શરૂ કરાયા હતા. પરંતુ ગેસ લિકેજ વધતું હોવાથી ૦૩.૦૮ વાગ્યે ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરાઈ હતી. ૦૩.૨૨ વાગ્યે લોકલ ક્રાઈસીસ ગ્રુપને જાણ કરાઈ હતી. સિટી પ્રાંત અધિકારીશ્રીના વડપણ હેઠળના સુરત લોકલ ક્રાઈસીસ ગ્રુપ કમાન્ડે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી તત્કાલ ઓફસાઈટ ઈમરજન્સી જાહેર કરી હતી. લિકેજ સ્થળની ચારેબાજુથી પાણીનો મારો શરૂ કરાયો હતો. આખરે લિકેજને બંધ કરવામાં સફળતા મળી હતી. લોકલ ક્રાઈસીસ ગ્રુપના અધ્યક્ષ વતી ઉપસ્થિત મામલતદાર પલસાણા એમ.વી.પટેલ ૦૩.૪૦ વાગ્યે ઓલ ક્લિયરન્સ આપ્યું હતું.
ગેસ લિકેજના કારણે સંક્રમિત થયેલા ૨ કર્મચારીઓને એમ્બ્યુલન્સ દ્વારા પલસાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડયા હતા, કંપની અને ફાયર, ડિઝાસ્ટર તંત્રના સંયુક્ત પ્રયાસોથી ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મળી હતી.
મોકડ્રીલના ડી-બ્રિફિંગ દરમિયાન તમામ વિભાગોના અધિકારીઓએ પરસ્પર ચર્ચા કરી કામગીરીમાં થતી ખામીઓની ઓળખ કરી તેને સુધારવા માટેના સૂચનોની આપલે કરી હતી. અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી. રાહતબચાવમાં રહેલી ક્ષતિઓ નિવારવા મંથન પણ કરાયું હતું. ઈમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નિવારવા સાથે ગેસ લિકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટીકલ નિદર્શનથી જ્યારે વાસ્તવિક ઘટનાઓ બને ત્યારે આ તાલીમ ખૂબ ઉપયોગી બની રહે છે એવો મત સૌએ વ્યક્ત કર્યો હતો.
સંયુક્ત નિયામકશ્રી, ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરી દ્વારા આયોજિત આ મોકડ્રીલમાં લોકલ ક્રાઈસીસ ગ્રુપના મેમ્બર સેક્રેટરી અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ-સુરત કચેરીના આસિ. ડિરેક્ટર આર.આર.જોષી, GPCBના પ્રાદેશિક વડા જિજ્ઞા ઓઝા, કંપનીના DGM બલબીરસિંહ પિલાનીયા, કામરેજ મામલતદાર આર.એસ ઠાકોર, પલસાણા પી.આઈ. એ.ડી. ચાવડા, જિલ્લા ડિઝાસ્ટરના સૌ સભ્યો, આરોગ્ય. ફાયર અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.