Home Blog Page 29

સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ જ્યારે પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો

0

રાજ્યનો ચાલુ મોસમમાં કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ: સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ વરસ્યો

સુરત:બુધવાર: રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ પલસાણા તાલુકામાં ૧૦ ઇંચ વરસાદ તેમજ નવસારી ખેરગામ તાલુકામાં ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદર તાલુકામાં ૮ ઇંચ અને સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં ૮-૮ ઇંચ વરસાદ અને દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ નોંધાયાના અહેવાલો છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ૭ ઇંચ અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં ૭ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૪ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં કુલ ૭૧ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૭ ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૨૫ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


જ્યારે વાસંદા, માંગરોળ, નવસારી, સુરત શહેર, જોડિયા, માંડવી-કચ્છ, મહુવા, ડાંગ-આહવા, મુન્દ્રા, ડોલવણ, મળીને કુલ ૧૦ તાલુકામાં છ-છ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જલાલપોર, સોનગઢ, સુબીર, નખત્રાણા, સાગબારા અને કેશોદ મળીને કુલ છ તાલુકાઓમાં પાંચ-પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ભાણવડ, ગણદેવી, ચિખલી, માંડવી, ચૌર્યાસી, રાપર, ધોરાજી, વલસાડ, વાલોદ, ધરમપુર મળીને કુલ ૧૦ તાલુકામાં ચાર-ચાર ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. બગસારા, અંજાર, ધોળકા, વંથલી, વાલિયા, તલાલા, માણાવદર, કપરાડા, ઝગડીયા, લખપત, કોડીનાર અને જામજોધપુર મળીને કુલ ૧૨ તાલુકામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંગરોળ, જૂનાગઢ, જૂનાગઢ શહેર, પાટણ-વેરાવળ, ખંભાલીયા, જામનગર, જેતપુર, ગીર ગઢડા, ડેડીયાપાડા, વાપી, ઉપલેટા, કલ્યાણપુર અને સુત્રાપાડા મળીને કુલ ૧૩ તાલુકાઓમાં બે-બે ઇંચ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીધામ, મેઘરજ, કુકાવાવ વાડિયા, રાજુલા, ઓલપાડ, થાનગઢ, નેત્રંગ, દસક્રોઈ, લાલપુર, ભાભર, અંકલેશ્વર, મહુવા – ભાવનગર, ઉના અને ટંકારા મળીને કુલ ૧૪ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. રાણાવાવ, ઉમરગામ, મહેમદાવાદ, ભૂજ, લાખાણી, પોરબંદર, ભરૂચ, કુતિયાણા, જાફરાબાદ, કાલાવડ, અને ધ્રોલ મળીને કુલ ૧૦ તાલુકાઓમાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજકોટ, ધારી, ગોંડલ, સુઈગામ, દેત્રોજ-રામપુરા, બાવળા, શંખેશ્વર, અમરેલી, મૂળી, સિદ્ધપુર, અબડાસા, મોરબી, આંકલાવ, મહુધા, વઢવાણ, સાયલા, માળિયા, ધાનેરા, બાયડ, વસો અને બોરસદ મળીને કુલ ૨૧ તાલુકાઓમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લામાં છેલ્લા દસ વર્ષમાં પડેલ વરસાદની રસપ્રદ વિગતો

0
SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ

છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની સરખામણીએ તા.૨૪ જુલાઈ સુધીમાં પલસાણા તાલુકામાં સીઝનનો ૯૯.૧૫ ટકા તથા કામરેજમાં ૮૯ ટકા અને બારડોલીમાં ૮૭.૭૧ ટકા વરસાદ વરસ્યો

સુરત જિલ્લામાં સરેરાશ ૭૦.૫૪ ટકા વરસાદ નોંધાયો

SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ

સુરતઃબુધવારઃ- સુરત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસની મેધરાજાએ મુકામ કર્યો છે. સર્વત્ર જગ્યાએ વરસાદી પાણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાં સુધીમાં છેલ્લા દસ વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની ની સરખામાણીએ ચાલુ સીઝનમાં તા.૨૪મી જુલાઈ વિગતો જોઈએ તો, સૌથી વધુ પલસાણા તાલુકામાં ૧૪૭૫ મી.મી. એટલે કે, સિઝનનો ૯૯.૧૫ ટકા વરસાદ વરસી ચુકયો છે. જયારે બારડોલી તાલુકામાં ૧૨૪૨ મી.મી. એટલે કે, ૮૭.૭૧ ટકા અને કામરેજમાં ૧૧૮૩ ટકા સાથે ૮૯ ટકા વરસાદ પડયો છે. અન્ય તાલુકાની વિગતો જોઈએ તો ઉમરપાડા તાલુકામાં ૧૪૮૬ મી.મી. સાથે ૬૫.૬૭ ટકા, ઓલપાડમાં ૮૨૮ મી.મી. સાથે ૮૨ ટકા, ચોર્યાસી તાલુકામાં ૫૫૫ મી.મી. સાથે ૪૧.૩૭ ટકા, મહુવામાં ૧૧૫૩ મી.મી. સાથે ૭૫.૪૮ ટકા, માંગરોળમાં ૭૨૫ સાથે ૪૨.૧૧ ટકા, માંડવીમાં ૬૩૬ મી.મી. સાથે ૪૯.૪૦ ટકા, સુરત સીટીમાં ૧૦૪૩ મી.મી. સાથે ૭૩.૪૭ ટકા વરસાદ નોંધાયો છે. આમ સમગ્ર સુરત જિલ્લામાં ૧૦૩૨ મી.મી. સાથે સીઝનનો સરેરાશ ૭૦.૫૪ ટકા વરસાદ વરસ્યો છે.

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ કરાયાઃ

0
SDRFની ટીમ દ્વારા ૨૧ વ્યકિતઓને રેસ્કયુ

સુરતઃબુધવાર:- સુરત જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના પરિણામે જનજીવન પર માઠી અસર પહોંચી છે. આજે તા.૨૪/૭/૨૦૨૪ના રોજ સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભુખી નદી કિનારે બોરીયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રીના ૨.૦૦ વાગ્યે ધુંટણસમા પાણી ભરાયા હતા. તત્કાલ માંગરોળના નાયબ મામલતદાર,તલાટી સહિતના અધિકારીઓએ તત્કાલ SDRFની ટીમને જાણ કરી હતી. જેથી વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા ૧૦ મહિલાઓ, ૯ પુરુષો તથા બે બાળકો મળી ૨૧ વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ગોવિંદા મંડળ મટકી ફોડવા માટે સમિતિની 14મી જુલાઈએ મિટિંગ

0

જન્માષ્ટમી મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં અનેક ગોવિંદા મંડળ મટકી ફોડવા માટે થનગની રહ્યા છે અને તેના માટેની તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવેલ છે.

વિવિધ સ્પર્ધાત્મક રીતે મટકી ફોડવા માટેની તાલિમ લઇ રહ્યા છે.તેના અનુસંધાને સુરત શહેર ગોવિંદા ઉત્સવ સમિતિ દ્વારા તા.14મી જુલાઈ,રવિવારના રોજ સવારે 11 કલાકે 9,અંબાનગર ઉધના મગદલ્લા રોડ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગોવિંદા મંડળના સભ્યોએ પરમિટ ફોર્મ આપવામાં આવશે તેથી મિટિંગમાં દરેક ગોવિંદા મંડળના બે આગેવાનો તેમજ મહિલા મંડળના બે આગેવાનોને હાજર રહેવા માટે ગોવિંદા ઉત્સવ સમિતિના પ્રમુખ ગણેશ સાવંત દ્વારા જણાવ્યું હતું.

સચીન ના રાજમાર્ગ માં ગબડા પડ્યા.

0

સચીન વોર્ડ -૩૦ ના રોડ ની કામગીરી માં લાપરવાહી

સુરત, સુરત સચીન ખાતે વોર્ડ ન૩૦ રાજમાર્ગ કહેવામાં આવતું રોડ ઉપર ગબડા પડતા એક ટ્રક ફસાતા ચર્ચા નું વિષય બન્યા આ રાત ઉપર થી રથ યાત્રા અને લોકો નું અવર જવર હોવા છતાં. આ રીતે રોડ ઉપર થયેલ ખોદકામમાં પુરાણ કર્યા વગર રોડ બનાવી દેવામાં આવેલ હોવા થી આ રીતે ગબડા પડ્યા છે. તેવું સ્થાનિક લોકો નું કહેવું છે.

જેમાં સુરત નગર નિગમ ની કોન્ટ્રાક્ટર ની લાપરવાહી અને બેજવાબદારી પૂર્વક ની કામગીરી કરવા નાલીધે લોકો ને જીવ ના જોખમે આ રાસ્તા ઉપર પસાર થવું પડે છે.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંતિમ તાકિદ નોટીસ,સ્લમ બોર્ડ ના રહીશો કલેકટર ઓફીસ ખાતે પ્રદર્શન કર્યા.

0

સ્લમ બોર્ડના 907 ફલેટ ખાલી કરાવવા માટે ની પ્રકિયા ટુંક સમય માં કરવામાં આવશે.

સચિન-કનસાડ ખાતે આવેલ ગુજરાત સ્લમ બોર્ડના જર્જરિત આવાસ અંગે પોલીસ, ગુજરાત સ્લમ બોર્ડ,પાલિકાના કનસાડ ઝોનના અધિકારીઓએ આવાસ ખાલી કરાવવા અંગે રહીશો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આવાસ જ્રજરીત હોય તકેદારીના ભાગરૂપે વસવાટ ખાલી કરવા સુચના આપી હતી. હાલમાં 171 બિલ્ડીંગ જર્જરિત છે. જેમાં આવેલા 2104 ફલેટમાંથી 907માં વસવાટ છે. આગામી ટૂંક દિવસમાં જર્જરિત આવાસ ઉતારી પાડવાની કામગીરી હાથ ધરાશે.

બધા મકાનો પર બુલડોઝર ફેરવવા સિવાય કોઈ વિકલ્પ નથી: ક્લેક્ટર

સચિનના અતિ જર્જરિત સ્લમ બોર્ડના આવાસને ગમે તોડી પાડવા આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અંતિમ તાકિદ કરાઇ છે. કલેકટર સૌરભ પારઘીએ પોલીસ ટીમ સાથે મકાન ખાલી કરવામાં એકાદ સપ્તાહનો સમય લાગી શકવાની તૈયારી દર્શાવી હતી. ડો. પારઘીએ જણાવ્યું હતું કે, એકાદ સપ્તાહમાં આ કામગીરી હાથ ધરાશે. સ્લમ બોર્ડના સમયના વર્ષ 1982માં બંધાયેલા આવાસની આવરદા સમાપ્ત થઈ ગઈ છે અને વૈકલ્પિક જગ્યા ફાળવવાની કોઈ પોલીસી નહીં હોવાને કારણે મકાનો ઉપર બુલડોઝર ફેરવવા સિવાય બીજો કોઈ વિકલ્પ તંત્ર પાસે બચતો નથી.રિડેવલપ માટે ટેન્ડર મંજુર થાય તો રસ્તો નીકળે સચિન સ્લમ બોર્ડના આવાસના રિવડેવલપમેન્ટ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ પ્રક્રિયાને અંતે કોન્ટ્રાક્ટર તૈયાર થાય તો એના આધારે દસ્તાવેજ કરાવનાર ફલેટ ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે એમ છે

ડ્રમ માં મળેલ લાશ ની ઓળખાય, દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી 2 દિવસ ઘરમાં લાશ રાખી

0

 બે દિવસ સુધી પોતાના જ ઘરમાં લાશ મૂકી રાખી હતી.

મળતી માહિતી પ્રમાણે, ગત 3 જુલાઈએ એકલારા-ભાણોદ્રા રોડ પર અવાવરું જગ્યા પરથી સિમેન્ટ ભરેલું શંકાસ્પદ ડ્રમ મળી આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સિમેન્ટ ભરેલું ડ્રમ લઈને સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. ભારે ભરખમ ડ્રમ થોડું ખુલ્લું હતું અને પગ જેવું દેખાતા લાશ હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી હતી. જેને પગલે સિવિલના તબીબો પણ ચોંકી ગયા હતા. પીએમ રૂમમાં આ ડ્રમ મુકાયું હતું. પાંચ ફૂટના આ ડ્રમને તોડવા એકતા ટ્રસ્ટની ટીમની મદદ લેવાઈ હતી. બીજી તરફ એફએસએલની ટીમ પણ સિવિલ દોડી હતી. ભારે જહેમત બાદ કટરથી ડ્રમ તોડવાનું શરૂ કરાતાં જ પોલીસ-તબીબો સહિત સૌ કોઈ અવાક થઈ ગયા હતા. ડ્રમ તોડાતાં તેમાંથી યુવતીની લાશ મળી આવી હતી. ડ્રમમાં યુવતીની લાશ ઊંધી રાખવામાં આવી હતી. યુવતીની લાશ જેમાંથી મળી છે તે બાંધકામ સાઈટ પર પાણી ભરવાનું પ્લાસ્ટિકનું ડ્રમ હતું. ડ્રમમાં યુવતીનું માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતા. ડ્રમમાં લાશ ઉપરાંત કપડાના ડૂચા, રેતી, સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા. લાશને છુપાવવા રેતી અને સિમેન્ટ એટલી હદે ભરવામાં આવી હતી કે ડ્રમનું વજન 200થી 250 કિલોગ્રામ જેટલું હતું.

ધર્મિષ્ઠા ચૌહાણ, મૃતક

20 જુલાઈ 2024ના રોજ સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાં ભાણોદ્રા ગામની સીમમાં સચિનથી ડીંડોલી જતાં કેનાલ રોડની સાઈડમાં એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી લાશ મળી હતી. બનાવની જાણ થતાં પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડ્રમમાં માથું અંદરની સાઇડ અને પગ બહારની સાઇડ હતાં. ડ્રમ ખૂબ જ ભારે હતું અને ડ્રમની અંદર મૃતદેહ સાથે કપડાના ડૂચા અને સિમેન્ટ પણ ભરવામાં આવ્યા હતા, જેથી પોલીસે મૃતદેહ સહિત ડ્રમને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ડ્રમ કાપતા અંદરથી એક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

સંજય પટેલ, આરોપી

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે ભેસ્તાન પોલીસની 6 ટીમ, તેમજ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમ બનાવવામાં આવી હતી. પોલીસે બનાવવાળી જગ્યાની આજુબાજુના 200થી વધુ સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા. આ ઉપરાંત 50થી વધુ સોસાયટીઓ ચેક કરી હતી તથા 20થી વધારે લેબર કન્ટ્રકશન સાઈટો ચેક કરી હતી. દરમિયાન પોલીસે જે બેરેલમાંથી લાશ મળી હતી, તેના ઉપર જી.એ.સી.એલ અને તેના પર બેચ નંબર લખેલો હોય, જે બેચ નંબરના આધારે કેમિકલનું બેરેલ સુરત ખાતેના વેચાણ સ્થળ અને ખાલી બેરેલ ભંગારમાં વેચાણ થાય તેવા ભંગારના ગોડાઉન આજુબાજુના સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા.

ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે, આરોપી સંજય કરમશીભાઈ પટેલ તેની પત્ની સાથે શંકા વહેમ રાખતો હતો, જેને લઈને બંનેને બોલાચાલી થતાં ઘરમાં દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ ડ્રમ અને 50 કિલોની સિમેન્ટની થેલી લાવ્યો હતો અને બાદમાં તેણે બહારથી માણસો બોલાવીને કહ્યું હતું કે, આ માતાજીનો પૂજાપાનો સામાન છે, તેને પાણીમાં પધરાવવું છે તેમ કહીને 4 મજૂરો અને ટેમ્પાને બોલાવીને ભાણોદ્રા ગામની સીમમાં નિકાલ કર્યો હતો.

આજના કળયુગમાં ગણેશ સાવંત બન્યા શ્રાવણ પુત્ર

0

20 મી તીર્થયાત્રા કરાવી કાવડના સેવક પણ બન્યા.

શ્રી માનનીય ગણેશભાઈ સાવંત એમના માતા શ્રી ના સ્મરણાંથૈ સિનિયર સિટીઝનો ને સતત 20 માં વર્ષે વિના મૂલ્ય શિરડી સાઈબાબા ના તથા સપ્તશૃંગી માતાજી અને શનિદેવ ના તીર્થધામ ના દર્શન કરાવ્યા.

માતૃશ્રી સ્વ. સેવંતી બેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે ગણેશભાઈ પી. સાવંત ચેનલ આઈ વિટનેસ નવગુજરાત ટાઈમ્સ અને SS ન્યુઝના મૅનેજિંગ ડિરેકટર, છેલ્લા વીસ વર્ષથી એક અનોખી સેવાનો કરી રહ્યા છે. તેઓ દર વર્ષે 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનો માટે વિનામૂલ્યે તીર્થયાત્રાનું આયોજન પોતે જ કરે છે. આ અભિગમમાં તેમણે અનેક વડીલોને જીવનના મોંઘા ક્ષણો બક્ષ્યાં છે. આ વર્ષે, ગણેશભાઈએ ફરી એકવાર આ પવિત્ર કાર્યને આગળ વધાર્યું. આ ૨૦મી તીર્થ યાત્રા જેમાં બે લક્ઝરી બસમાં વડીલોને ઉનાઈ, સાપુતારા, સપ્તશૃંગી, શિર્ડી, શનિદેવ, નાસિક – પંચવટી, મુક્તિધામ જેવા તીર્થસ્થળોની યાત્રા કરાવી. માત્ર યાત્રા જ નહીં, ગણેશભાઈએ દરેક યાત્રિક માટે બે ટાઇમ જમણ અને સવારે-બપોરે ચહા-નાસ્તો જાતે તૈયાર કરી અને પીરસી, વડીલોને પ્રેમથી ખવડાવ્યું.આ પ્રસંગે, સાવંત સાહેબ ન માત્ર યાત્રા જ સંચાલન કરે છે, પણ તેઓ દરેક યાત્રિક સાથે દિલથી જોડાણ રાખી, તેમની જરૂરિયાતો પૂરી કરે છે. આ સેવામાં તેઓ વડીલોના માટે એક શ્રાવણ પુત્ર બની ને પોતાનું કર્તવ્ય નિભાવે છે.


આમ,જ્યારે આજના યુગમાં કેટલીકવાર પોતાની સંતાનો પોતાના માતા-પિતાને પર્યાપ્ત સમ્માન અને સાથ નથી આપતા, ત્યારે ગણેશ સાવંત જેવા વ્યક્તિઓ આ કળયુગમાં એક મિશાલ બની રહ્યા છે. ખુદ વડીલો તેમના પ્રયાસોને જોઈને, એમના જીવનમાં ખુશી અને સંતોષની પળો ઉમેરી રહ્યા છે. પ્રવાસ માત્ર ત્રણ દિવસનો હોય, તે છતાં આ ત્રણે દિવસો વડીલોના જીવનમાં આનંદના સમુદ્ર સમાન હોય છે. આ યાત્રા તેમને દેવ દર્શન સાથે તેમના ભૂતકાળના યાદોને તાજી કરવા અને આત્માને શાંતિનો અનુભવ કરાવે છે.
ગણેશ સાવંતની આ સેવાકાર્યના પ્રવાહમાં જોડાઈને, ગણેશ સાવંત દરેકને પ્રેમ, હૂંફ અને લાગણી કેવી રીતે વડીલોને આપે છે. તેનો બોધ સાક્ષાત ગણેશ સાવંતના કાર્યથી થાય છે. ગણેશ સાવંત પોતે પોતાના મિત્રો ને હંમેશા કહે છે કે, આપણી સમાજની સાચી સમૃદ્ધિ આપણે આપણા વડીલોને કેવી રીતે માન આપીએ, તેમાં રહેલી છે.

સુરતમાં સાવકા બાપે દીકરી પર આચર્યુ દુષ્કર્મ

0

બાપ અને દીકરી ના સંબંધોની ગરિમા ફરી એકવાર લજવાઈ

સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુડા સેક્ટર ખાતે રહેતા સાવકા બાપે જ દીકરી પર અવારનવાર દુષ્કર્મ ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ તેના પતિ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 જેમાં સાવકા બાપે જ દીકરી પર દુષ્કર્મ આચર્યું છે. મૂળ ઉત્તરપ્રદેશના ઝાલોદ જિલ્લાના વતની અને હાલમાં સુરતના સચિન વિસ્તારમાં આવેલી સાઈનાથ સુડા સેક્ટરમાં રહેતા યુવકના લગ્ન એક મહિલા સાથે થયા હતાં. મહિલાને લગ્ન સમયે જ પહેલા પતિ ના એક દીકરી હતી. લગ્ન બાદ યુવક પત્ની સાથે રહેતો હતો. ત્યારે દીકરી મોટી થતા નરાધમ પિતાએ દીકરી પર નજર બગાડી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જો કે કિશોરીએ તેની માતાને જણાવતા તેની માતાએ સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું સ્કુલ ગેરકાયદેસર રીતે બાંધકામ ને સીલીંગ કર્યા પછી ખુલ્યા થી કાયદેસર નું થઈ જાય છે.

0

સુરત તક્ષશીલા અગ્નિકાંડ બાદ પણ કોઇપણ જવાબદાર નથી રાજનેતા અને અધિકારી કે સ્કુલ

શું કાયદા ની કોઈ પણ પાલન થાય છે કે ભષ્ટાચાર નું આશીર્વાદ રૂપ આવક

સુરત તક્ષશીલા અગ્નિકાંડ  બાદ વિભાગ તરફ થી એક બીજા ઊપર આરોપ નાખી ને પોતના જવાબદારી માંથી દુર ભાગતા અધિકારીઓ જ  કેમ ગેરકાયદેસર ની કામગીરી માં સામેલ છે. તેના નમુના છે. 

સીલીંગ કર્યા પછી ખુલી દેવામાં આવેલ છે સ્કુલ તો જવાબદાર પણ અન્ય લોકો કેમ નથી.

    સચીન ખાતે આવેલ  ST. JOSEPH HIGH SCHOOL, Sachin  ગાઉન્ડ અને પાર્કીગ વગર સ્કુલ ના પરવાનગી આપી દેવામાં આવેલ છે. અને તેમાં પણ ગેરકાયદેસર રીતે ની બાંધકામ કરી ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ નું રીવેનીવેસન  કરી સ્કુલ ના ઊપર ના ભાગ માં પતરા ના શેડ બનાવી ને ફાયર વિભાગ ની પરવાનગી લેવામાં આવેલ હોય તો કેવી રીતે આપવામાં આવેલ છે,  તે બાબત માં તપાસ નું વિષય હોવાથી વિભાગ તરફ થી તપાસ થવું જરુરી છે. જેથી જવાબદાર અધિકારીઓ ને પોતના પદ અને કામગીરી અંગે ખ્યાલ આવે.  સુરત મહાનગર પાલિકા સાઉથ ઝોન બી :- થી માત્ર ૨૦ ફૂટ ની દુરી હોવા છતાં કેમ કાર્યપાલક ઈજનેર શ્રી ને આ બાબત નું ખ્યાલમાં ,ધ્યાનમાં આવતું નથી.  તે બાબત ની તપાસ પણ જરુરી છે. કે કોઈ નગરસેવક કે રાજકીય ભલામણો ના લીધે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતું નથી. 

સુરત જીલ્લા શિક્ષણાધિકારી ની કચેરી :- પણ કોઈ પણ તપાસ કર્યાં વગર કેમ  આવી રીતે  ગાઉન્ડ અને પાર્કીગ વગર સ્કુલ ના પરવાનગી આપી દેવામાં આવેલ છે  તે પણ એક સવાલ છે. કે ખોટા પુરાવા ઊભા કરી ને  કામગીરી કરવામાં આવેલ છે. તે બાબત માં પણ તપાસ થવું જરૂરી છે.  

 કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.