Home Blog Page 23

સિટી ઇજનેર સામે પગલાં લેવાશે? ખાતાના વડા અક્ષય પંડ્યાની ભૂમિકા શંકામાં

0

સુરતની કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો કે સુરત જે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યું છે. તેમાં અધિકારીઓએ હાથ સાફ કરી લીધો હોય તેવી પરીસ્થિતિ ઉભી થઈ છે. મુખ્યમંત્રીને ધારાસભ્ય દ્વારા પત્ર લખીને વિજિલન્સ તપાસ કરાવી સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની પણ તપાસ કરવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં હવે આ પત્ર લખ્યા પછી સુરત મહાનગર પાલિકા ના અનેક ભષ્ટાચાર નું પોલ ખુલે તેવું લાગી રહ્યા છે.

હજીરા સ્થિત ઉદ્યોગ ગૃહોને શુદ્ધ પાણી આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી. તેમાં કોર્પોરેશનને મોટું નુકસાન થાય તેવું કમિશનરને જણાઈ આવ્યું હતું. જેને કારણે કેતન પટેલ સામે તો પગલાં લેવાયા. પરંતુ ખાતાના વડા સિટી ઇજનેર અક્ષય પંડ્યા સામે હજી સુધી પગલાં લેવાયા નથી. જેને કારણે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ખાતાના વડા તરીકે તેમની મંજૂરી વગર આ કામ થવું શક્ય જણાતું નથી છતાં પણ તેમની સામે પગલાં ન લેવાયા હોવાનું ધારાસભ્યના ધ્યાન પર પણ આવ્યું છે.

અક્ષય પંડ્યા દ્વારા પોતાના જ વિભાગના ટેન્ડર પ્રક્રિયાની અંદર તેમાં કન્સલ્ટન્ટની નિમણૂક બાબતે ઉદ્યોગકારોને પાણી આપવાના ભાવ અને શરતો નક્કી કરવા બાબતે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી બાબતે સુરત મહાનગરપાલિકાની તિજોરીને આર્થિક નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા હતી. આ તમામ નિર્ણયોમાં અક્ષય પંડ્યાની પણ સ્વાભાવિક રીતે જ મહત્વની ભૂમિકા છે. છતાં પણ કયા કારણસર તેમના સામે હજી સુધી પગલાં લેવાયા નથી તે ચર્ચાનો વિષય બન્યો છે.

અધિકારીઓએ એવો ખેલ કર્યો કે જેના કારણે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થાય તેવી સ્થિતી ઉભી થઈ છે. અક્ષય પંડ્યાની જાણ બહાર આ કામ થયું હોય તેવું માનવાને કોઈ સ્થાન નથી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર કેતન દેસાઈની સાથે હવે મહાનગરપાલિકાના સિટી ઇજનેર અક્ષય પંડ્યાની ભૂમિકાની તપાસ કરવામાં આવે અને તેમની સામે પણ પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. આ પ્રોજેક્ટનો અંદાજ મંજૂર થયો હતો, ત્યારે સ્વભાવિક રીતે જ ખાતાના વડા અક્ષય પંડ્યાની મંજૂરી લેવામાં આવી હશે. જેમાં તેમને બચાવ કરવામાં આવી રહ્યા છે. તેવું લાગી રહ્યા છે. પાલિકામાં અક્ષય પંડ્યાની ભૂમિકા ચગડોળે ચડી છે.

ભેસ્તાનના ગાર્ડન પાસે રમતી વખતે દુર્ઘટના સર્જાઈ,કમ્પાઉન્ડ દિવાલાનો સળીયો મશીન વડે કાપીને હાથમાં ઘુસેલા સળીયા સાથે તરૃણને સિવિલમાં લાવ્યા

0

સુરત,ભેસ્તાન ગાર્ડનમાં રમતી વખતે એક તરૂણના હાથમાં કંપાઉન્ડ વોલનો સળીયો અકસ્માતે ઘુસી ગયો હતો.પાંડેસરામાં ભેસ્તાન ખાતે ગાર્ડનની કમ્પાઉન્ડ દિવાલ પર રમતી વખતે ધો.૮ના વિધાર્થીનો એક હાથના બાવળામાં સળીયો ધુસી જતા અફડાતફડી મચી ગઇ હતી. જોકે દિવાલ સાથેનો સળીયાને મશીનથી કાપ્યો હતો. બાદમાં  તેને હાથમાં ધુસેલા સળિયા સાથે સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. હાથમાં સળીયો ફસાઈ જતા તરૂણને ત્યાંથી ખસેડવો પણ મુશ્કેલ હતો. આખરે સળીયો કાપીને સળીયા સાથે તરૂણને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સર્જરી કરી તરૂણના હાથમાંથી સળીયો બહાર કાઢવામાં આવ્યો હતો.ભેસ્તાન પાંજરાપોળ આવાસ ખાતે રહેતા મહેબુબુ શેખ ભંગાર લેવા માટે ભેસ્તાન ગુરૂકૃપા ગાર્ડન પાસે રિક્ષા લઈ ગયા હતા. જ્યાં તેઓ તેમના 14 વર્ષીય પુત્ર સાહેનને પણ સાથે લઈ ગયા હતા. પિતા ભંગાર લેવા ગયા હતા ત્યારે સાહેન ગાર્ડનમાં રમતો હતો. દરમ્યાન રમતા રમતા સાહેનના હાથમાં ગાર્ડનના કંપાઉન્ડ વોલનો સળીયો ઘુસી ગયો હતો.

હાથના બાવડાના ભાગે ઘુસી ગયેલા સળીયાને કારણે સાહેલ ત્યા ફસાઈ ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં જોખમ જણાતા આખરે ગાર્ડનમાં ગ્રાઈન્ડર મશીન મંગાવી તેની મદદથી સળીયો કાપી સાહેલને હાથમાં સળીયા સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં તાત્કાલિક તેની સર્જરી કરી સળીયો બહાર કઢાયો હતો.

એકલી રહેતી મહિલા સાથે પતિના અનૈતિક સંબંધની જાણ થતાં પત્નીએ પતાવી દીધી

0

સુરતમાં પત્નીએ પતિ સાથે અનૈતિક સંબંધ ધરાવતી વેડ રોડની 35 વર્ષીય પરિણીતાને રહેંસી નાખી હતી. હત્યા બાદ બહારથી તાળું મારી ફરાર થઈ ગઈ હતી.પોલીસ-ઇન્સ્પેકટર વી.વી. વાગડિયાએ જણાવ્યું હતું કે આ મામલે પાસોદરા ઓમ ટાઉનશિપમાં રહેતી હર્ષાબેન ચંદુભાઈ કાછાની ધરપકડ કરી હતી. ધક્કો મારતાં સેટી સાથે માથું અથડાતાં મોત થયાનું આરોપીએ કરેલી કબૂલાત કરી હતી. તેના પતિ સાથે કૈલાસબેનને છેલ્લાં 15 વર્ષથી અનૈતિક સબંધ હતા. આ સંબંધને કારણે કૈલાસબેનના છૂટાછેડાં પણ થઈ ગયા હતા. પોતાના પતિ સાથે કૈલાસબેનને સંબંધ હોવાની જાણ થતાં રવિવારે પાંચેક વાગ્યાના અરસામાં તે તેને વોર્નિંગ આપવા આવી હતી. કૈલાસબેનને ધક્કો મારતાં તેનું માથું સેટી સાથે અથડાતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડતાં પોતે દરવાજો બહારથી બંધ કરી ફરાર થઈ ગઈ હતી.

લગ્નપ્રસંગે પરિણીતાને પ્રેમમાં ફસાવી દુષ્કર્મ કરનાર બ્રાહ્મણ સામે ફરિયાદ

0

કર્મકાંડી બ્રાહ્મણનું પાપ થી કંટાળી પીડિતા ને વારંવાર દુષ્કર્મ કરનાર વિરુધ્ધ માં ફરીયાદ.

સુરત-બારડોલી,એક કર્મકાંડી બ્રાહ્મણ યુવક દ્વારા લગ્નની વિધિ દરમિયાન પરણીતાને પોતાની મોહ જાળમાં ફસાવી અવારનવાર બળાત્કાર કરતા બારડોલી ટાઉન પોલીસ મથકમાં એટ્રોસિટી અને બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો. બારડોલી પોલીસ મથકે વિકૃત બારડોલી પોલીસ મથકે વિકૃત હરકત કરતા બ્રાહ્મણ જનક પંડ્યા (રહે., સંગીની સોસાયટી, બારડોલી) વિરુદ્ધ કર્મકાંડી દાખલ થયેલા ગુનાની પ્રાપ્ત વિગત સામે મુજબ બે વર્ષ પહેલા 2022ના નવેમ્બર માસમાં તેઓ કર્મકાંડી બ્રાહ્મણ હોવાના નાતે ગોરપદુ કરવા એક લગ્ન વિધિ કરાવવા ગયા હતા. ગ્રહશાંતિની વિધિ દરમિયાન ભાવિક પંડ્યાએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ ત્યારબાદ એપ્લિકેશન ઉપર સંદેશા મોકલી પરિણીતાને પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા મજબુર કરી હતી. પરિણીતાનો પીછો કરી વારંવાર ફોન કરી ધમકી આપતા ગભરાયેલી પરિણીતા બ્રાહ્મણ યુવકને હોટલમાં મળવા ગઈ હતી. જ્યાં તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કર્મ કરી તેની ઉપર બળાત્કાર ગુજારાયો હતો. સતત બે વર્ષ સુધી અવારનવાર પરણીતાને ધમકીઓ આપી શારીરિક સંબંધ કેળવ્યા બાદ છેલ્લે બારડોલીના ધામડોદ લૂંભા ગામે આવેલી નિમિત રેસીડેન્સી નજીક ના એક ખુલ્લા ખેતર ના કુવાપાસે પરણીતાને બોલાવી બળાત્કાર કર્યો હતો. ધમકીઓથી કંટાળેલી પરણીતાએ ચાર દિવસ પહેલા બારડોલી ટાઉન પોલીસ મથકે અરજી આપી હતી. બારડોલી ટાઉન પોલીસે શનિવારની મોડી સાંજે પરિણીતાની ફરિયાદ લઈ હવસખોર ભાવિક જનક પંડયા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉધના રેલવે સ્ટેશન પર પગ મુકવાની જગ્યા નહી યાત્રીઓ જીવ ના જોખમી મુસાફરી કરવા મજબુર

0

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધનાથી આજે યુપી બિહાર તરફની છ જેટલી ટ્રેન દોડાવવામાં આવી હતી. જેમાં 20000થી 25000 જેટલા લોકો પોતાના વતન તરફ ગયા હતા. આ સાથે જ બપોરે 1 વાગ્યા આસપાસ કોઈ ટ્રેન ન હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, લોકો ત્યાંથી હટવા માટે તૈયાર ન હતા. જેને પગલે રાત્રે એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી હતી.લોકો 12-12 કલાકથી અહીં આવી ગયા છે અને ટ્રેનમાં બેસવાની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ ભારે ભીડમાં મહિલાઓ અને બાળકોને પિસાવાનો વારો આવ્યો હતો. જોકે, મહિલાઓ અને બાળકોને રેલવે પોલીસે અલગથી ટ્રેન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. આ મહિલાઓ અને બાળકોને ચારથી પાંચ કલાક જેટલો સમય હેરાન પરેશાન થવું પડ્યું હતું.

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે સુરતમાં વસવાટ કરતા પરપ્રાંતિયો વતન તરફ પ્રયાણ કરતા હોય છે. ત્યારે હીરા અને કાપડ ઉદ્યોગ સાથે સ્કૂલોમાં વેકેશન પડતા પરપ્રાંતિયોએ ટ્રેન મારફતે વતન જવાનું શરૂ કરી દીધું છે. સુરત રેલવે સ્ટેશન ખાતે 3 પ્લેટફોર્મ જ કાર્યરત છે, જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે 6 પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર રિ-ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવી રહી છે.

નાયક મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા દશેરા સંમેલનનું આયોજન

0
સેક્રેટરી ગણેશભાઈ પી.સાવંત,

સુરતના નાયક મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા દશેરા સંમેલનનું 20 ઓક્ટોબર રવિવારના રોજ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં રક્તદાન શિબિર, દીપ પ્રાગટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્વાગત સમારંભ, તેજસ્વી વિદ્યાર્થીઓનો ગુણગૌરવ સમારોહ તેમજ ભોજન સમારંભનું આયોજન કરાયું હતું, ધોરણ 10માં 97 ટકા લાવનાર વિદ્યાર્થી જીત મોરેને એક્સેસ ગાડી ભેટ સ્વરૂપે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ શ્રી અશોક આત્મારામ પોટે એન્ડ ફેમિલી દ્વારા ભેટ સ્વરૂપે અપાઈ હતી.જયારે ધોરણ 10માં 94 ટકા લાવનાર વિદ્યાર્થી મૃણાલ મહાડીક, ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થી કશિશ કદમ ,ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થીની પ્રગતિ ગાવડે તેમજ ધોરણ 10માં 93 ટકા લાવનાર વિદ્યાર્થીની ગંગા શેડગે અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જીનીયરીંગ એન્ડ આર્કીટેક વિદ્યાર્થીની મિશા મોરે ને સમાજ તરફથી સ્વર્ણમ મૂર્તિ ભેટ સ્વરૂપે તેમજ ટ્રોફી એનાયત કરી તેના પરિવારજનોને સમ્માનિત કરાયા હતા,આવા આયોજનને સમાજ દ્વારા પણ વધાવી લેવાયો હતો. પાલ ખાતે આવેલ એસએમસી કોમ્યુનિટી હોલમાં સમગ્ર કરાયક્રમ ભવ્ય રીતે ઉજવાયો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોક આત્મારામ પોટે, સેક્રેટરી ગણેશભાઈ પી.સાવંત, ખજાનચી પ્રદીપ મોરે અને અન્ય સમાજ સેવકો દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું હતું.

બીજેપી રાજકીય પક્ષ ના ખેસ પણ માથેભારે વ્યક્તિઓ ગાડી માં મૂકી ને પ્રશાસન અને કાયદાનું ઉલ્લંઘન કર્તા હોય એવું લોકો માં ચર્ચાઓ

0

સુરત, સુરત માં અકસ્માત અને અન્ય કાયદા નું ઉલ્લંઘન કર્તા અમુક માથેભારે લોકો ને નજરે પ્રશાસન સામે આવે છે. પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો કોઈ નું ભલામણો કે રાજકીય દબાણ કરી ને કાર્યવાહી ન કરવામાં આવે તેવું રજુઆત વિભાગ તરફ કરવામાં આવે છે.

અમુક માથેભારે વ્યકિત પોતના કામગીરી પુરા કરવાનું હેતુસર પક્ષ ના સારી છવી ઘરાવે તેનું સાથે ફોટાગ્રાફ કોઈ પ્રોગામ કે કાર્યકમ માં પાડી પોતનું સ્ટેટ્સ બતાવી ને કાયદા નું વિરુધ્ધ માં કામગીરી કર્તા જોવામાં આવે છે. પણ કોઈ પણ કાર્યવાહી કરી શકતું ન હોવાથી મૂકદર્શક બની ને જોવામાં આવે છે.

હાલ લોકો સાહેબ શ્રી નું નામ નું ઉપયોગ કરી ને પોતનું અંગત ફાયદાઓ માટે પક્ષ ના નામ પણ બગાડે છે. જેમાં નાના સભ્ય ઘરાવતા લોકો નું રજુઆત પણ સાંભળવામાં ન આવે તેવું રજુઆત પણ કરવામાં આવે છે. જેથી સમય સર યોગ્ય નિર્ણય લેવામાં ન આવે તો જાહેરજીવનમાં અને જાહેર જનતા માટે સારું ન કહેવાય.

કારમાંથી ભાજપનો ખેસ મળ્યો

સગીરાને બીભત્સ મેસેજ કરનારની હિન્દુત્વ સંગઠનનો ઝંડો લઈને ફરતા પ્રિતેશ શાહે ધરપકડ રાજકીય આગેવાનો સાથે સારું સંબંધ ધરાવે છે.

સુર-સેજ સચીન ખાતે નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે વાહન નું અવરજવર ઝોન માં બ્લેક ફિલ્મ વાળી વાહન નું શંકાસ્પદ

0

સુરત,સુર-સેજ સચીન ખાતે સેજ ના નીતિ-નિયમ નું ઉલ્લંઘન કરી ગેટપાસ વગર જ વાહન નું અવરજવર અને કર્મચારીઓ નું કસ્ટમ પાસ વગર જ જુદા-જુદી કંપનીઓ માં કામગીરી કરી રહ્યા લોકો ને હેરાનગતિ થતી હોવાથી. વાહન ચાલકો પાસે થી હેરાનગતિ ન કરવામાં આવે તે માટે નું ગેરકાયદેસર રીતે નું વહીવટી કરવામાં આવે છે. તેવું માહિતી સૂત્રોએ આપીછે.

સુર-સેજ સચીન ખાતે આવેલ ભારત સરકાર ના વાણીજ્ય અને ઉધોગ મંત્રાલય વિકાસ આયુક્ત ના કાર્યલાય સુરત વિશેષ આર્થિક ક્ષેત્રમાં સચીન સુરત ખાતે આવેલ કંપની માં અવર-જવર માટે ના વાહનો નું કોઈ પણ રજીસ્ટ્રેશન કે પાસ વગર જ એન્ટ્રી આપી દેવામાં આવે છે. જે બદલ વહીવટ રૂપે અમુક રકમ માસિક પ્રમાણે વસુલાત કરવામાં આવે છે. જેમાં ફક્ત થ્રીવ્હીલર ઓટો ને પરવાનગી નથી આપવામાં આવેલ છે. બાકી બધા જ પેસેન્જર વાહનો અવર-જવર કરનાર લોકો પાસે થી સુર-સેજ ગેટ ઉપર માસિક ૩૦૦૦/-સુધી નું હપ્તા બાંધી ને વાહનો અવર-જવર કરવા દેવામાં આવે છે. જેમાં અમુક ગાડીઓ બસ માટે પરવાનગી પણ ફાડવામાં આવેલ છે.માહિતી આપનાર પોતના નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી જાહેર કરેલ છે.

સગીરાને દુકાને લઈ જઈ ન્યુડફોટો પરિવારજનો ને બતાવાની ઘમકી આપી,બ્લેકમેઈલ કરીને દુષ્કર્મ આચર્યું

0

સુરત,હુઝેફા આમીર શેખએ 15 વર્ષીય સગીરા સાથે ત્રણેક માસ અગાઉ તેના ઘરે તેમજ પોતાની અલ રીઝવાન દુકાને લઈ જઈ તેની મરજી વિરુદ્ધ તેના ન્યૂડ ફોટોઝ તેના માતા-પિતાને બતાવી દેવાની ધમકી આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી વિરુદ્ધ પીડિતાના પરિવારજનો દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે.

જન્મદિવસના બહાને સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું, દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બની

0

સુરતમાં હવસખોરો બેફામ બન્યા હોય એવી સ્થિતિ નજરે પડી રહી છે.સુરતના ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 16 વર્ષીય આરોપીએ 13 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવી હતી અને તેની સાથે પ્રેમ સંબંધ બાંધી તા. 9 મેના રોજ આરોપી જન્મદિવસ ૫૨ ઉજવણી કરવા માટે સગીરાને બળજબરી કરી પોતાના ઘરે લઈ ગયો હતો. અહીં એકલતાનો લાભ લઈ તેની મરજી વિરૂદ્ધ અવારનવાર ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ ફરીથી પોતાના ઘરે લઈ ગયો હતો અને જબરજસ્તી કરી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં આરોપીની હવસની શિકાર બનેલી સગીરા ગર્ભવતી બની ગઈ હતી.

ગોડાદરામાં 16 વર્ષના મિત્રએ 13 વર્ષની સગીરાને જન્મ દિન ઉજવવા ઘરે બોલાવી ગર્ભવતી બનાવી ગોડાદરા વિસ્તારમાં રહેતી 13 વર્ષની સગીરાનો સોશ્યિલ મીડિયાના માધ્યમથી રાંદેર રામનગર બોમ્બે કોલોનીમાં રહેતા 16 વર્ષના સગીર સાથે પરિચય થયો હતો. બાદમાં બંનેએ મોબાઇલ નંબર એક બીજાને આપતા તેમની વચ્ચે વાતચીત શરૂ થઇ હતી અને પ્રેમ પાંગર્યો હતો. બંને એક બીજાને મળવા લાગ્યા હતા.દરમિયાનમાં તા.9-5-2024ના રોજ સ્મિતનો જન્મ દિવસ હોવાથી તેણે સગીરાને જન્મ દિવસની ઉજવણી માટે પોતાના ઘરે બોલાવી હતા. જ્યાં તેણીની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ પોતાના ઘરે કોઇ ન હોય ત્યારે પાંચથી છ વખત સગીરાને ઘરે બોલાવીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કર્મના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. તેણીને પેટમાં દુ:ખાવો થતા માતાને જાણ કરી હતી. માતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગઇ ત્યારે તેને 20 દિવસનો ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે