Home Blog Page 16

PI-PSI ની કેબીન માં પણ હવે CCTV કેમેરા ની સામે ઓડિયો રેકોર્ડિંગ સાથે ઉપલબ્ધ રહેશે.

0

પોલીસ સ્ટેશન હાઈટેક CCTVથી સજજ,18 મહિનાનું રેકોર્ડિંગ પણ સાચવવું પડશે.

લોકઅપ, એન્ટ્રી-એક્ઝિટ, PI-PSI ચેમ્બર સહિતની જગ્યાએ રખાશે નજર.

12 ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે.

ગુજરાતમાં હાલ 650 પોલીસ સ્ટેશન આવેલા છે. ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક CCTV લગાવવામાં આવી રહ્યા છે.પોલીસ દ્વારા પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો સામે આવી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં CCTV ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી. પરંતુ હવે CCTV કેમેરા સજ્જ હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું તેની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે.

સુરતના 40 પોલીસ સ્ટેશન અને SOG-PCB કચેરીમાં 670 કેમેરા લગાવાયા.

સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરના તમામ 40 પોલીસ સ્ટેશનો તથા SOG અને PCB કચેરીઓમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક પોલીસ સ્ટેશનમાં સરેરાશ 19થી 20 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ કેમેરા HD ગુણવત્તાવાળા છે. કુલ 440 ડોમ કેમેરા અને 194 બુલેટ કેમેરા મળી કુલ 670 કેમેરા લગાવવામાં આવ્યા છે. પીએસઓ (PSO) અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે લોકોનો વધુ સંપર્ક રહે છે, તેથી તેમના ચેમ્બરમાં ઓડિયો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જેથી કોઈપણ ફરિયાદ અંગે ઓડિયો અને વીડિયો આધારિત પુરાવા મળી શકે. પોલીસ સ્ટેશનોના પ્રવેશદ્વાર અને બહાર નીકળવાના રસ્તાઓ પર પણ કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી વખત લોકઅપમાં કસ્ટોડિયલ ટોર્ચરના આક્ષેપ થાય છે, જેથી લોકઅપની અંદર પણ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી આવી ફરિયાદો વખતે CCTV ફૂટેજ આધારરૂપ પુરાવા પૂરા પાડી શકે.

હાઈકોર્ટે બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં પણ CCTV જાળવવા હુકમ કર્યો.

બલ્ગેરિયન યુવતી દુષ્કર્મ કેસમાં યુવતીએ જ્યારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે તેને વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકના 10 એપ્રિલથી 20 એપ્રિલ સુધીના CCTV ફૂટેજ સાચવવા માગ કરી હતી. આ માટે પરમવીરસિંહના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશોનો હવાલો અપાયો હતો. એ મુજબ એક વર્ષ સુધી પોલીસ મથકના CCTV ફૂટેજ જાળવવા પડે. હાઇકોર્ટે પણ પીડિતાના પક્ષે ચુકાદો આપતાં સરકારને મહિલા પોલીસ મથકના CCTV જાળવવા હુકમ કર્યો હતો, જોકે સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, પીડિતા જ્યારે ફરિયાદ કરવા મહિલા પોલીસ મથકે ગઈ ત્યારે CCTV ફૂટેજ સાચવવા અરજી નહોતી આપી. ઉપરાંત વસ્ત્રાપુર મહિલા પોલીસ મથકે CCTV સ્ટોરેજ એક મહિનાનું જ છે. એક મહિના બાદ ઓવરરાઈટ થઈને નવું રેકોર્ડિંગ થાય છે.

યુવતી ને અશ્લીલ મેસેજ કરી સંબંધ રાખવા માટે હેરાનગતિ કર્તા ત્રણ યુવક ની ધરપકડ કરતી ઉધના પુલીસ

0

ફરિયાદી યુવતીના જણાવ્યા અનુસાર, આરોપી ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરુ ધુરીયા છેલ્લા છ મહિનાથી જ્યારે ફરિયાદી કામ પર જતી હતી, ત્યારે પીછો કરી હેરાન પરેશાન કરતા હતા. તેણે અનેકવાર વાત કરવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત તેણે મોબાઇલમાં વોટ્સએપ પર અશ્લીલ મેસેજ મોકલ્યા અને અલગ અલગ ફેસબુક આઈ.ડી. મારફતે પણ સેક્સ્યુઅલી હેરાનગતી કરતા મેસેજ મોકલ્યા હતા.અશ્લીલ ઇશારા કરી વાત કરવા દબાણ કરનાર શખ્સ તેમજ તેના બે સાથીઓએ યુવતીના પિતાને પોલીસ ફરિયાદ ના કરે તે માટે કારખાને જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ત્રણે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી બેરોજગાર છે. આરોપી ઓમપ્રકાશ અને તેના બે સાથી રાહુલ જયનારાયણસિંહ અને જીતુ નવલ જાદવે ફરિયાદીના પિતાના કારખાને જઈ જાહેરમાં ધમકી આપી હતી કે જો ફરિયાદ કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે.ત્રણેય આરોપીઓને તેમના નિવાસસ્થાન પરથી પકડવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, આ ત્રણે આરોપીઓએ અગાઉથી મળીને સંપૂર્ણ પ્લાનિંગ સાથે ફરિયાદીને તંગ કરવા અને તેની આસપાસના વાતાવરણમાં ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઝડપાયેલા આરોપી

  • ઓમપ્રકાશ ઉર્ફે નનકા રામખદેરુ ધુરીયા (ઉં.વ. 25, ધંધો: બેકાર, રહે. પ્લોટ નં.135, પ્રભુનગર, BRC, ઉધના, સુરત, મૂળ વતન. ગામ- અખંડનગર, તા. જિ. જોનપુર, ઉત્તર પ્રદેશ)
  • રાહુલ જયનારાયણસિંહ (ઉં.વ. 32, ધંધો: નોકરી, રહે. પ્લોટ નં. 233, કેશવનગર સોસાયટી, ભેસ્તાન ગાર્ડન પાસે, ભેસ્તાન, સુરત, મૂળ વતન. ગામ- માંડાબાદપુર, તા. જિ. અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ)
  • જીતુ નવલ જાદવ (ઉં.વ. 25, ધંધો. ટેમ્પો ડ્રાઈવર, રહે. પ્લોટ નં. 86, પ્રભુનગર, અબ્બાસ દાદાની ચાલ, BRC, ઉધના, સુરત, મૂળ વતન. ગામ- માંગરુળ, તા. પારોળા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર)

ઉધના પોલીસ મથકે ત્રણેય શખસો સામે છેડછાડ, ધમકી, અંગે ની ફરિયાદ નોધી ને આગળ ની તપાસ શુરુ કરી.

બળાત્કાર માટે છોકરીએ પોતે જ જવાબદાર : હાઈકોર્ટ

0

પ્રયાગરાજ, તા. ૧૦ અલ્લાહાબાદ હાઈકોર્ટે થોડા સમય પહેલાં સગીરાના બ્રેસ્ટ પકડવા કે પાયાજામાનું નાડુ તોડવું એ બળાત્કારનો પ્રયાસ ના ગણાય એવી આઘાતજનક ટીપ્પણી કરી હતી. હવે એવી જ આઘાતજનક વર્તણૂકમાં અલાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ સંજય કુમાર સિંહે બળાત્કારના કેસમાં છોકરીને તેના પર થયેલા બળાત્કાર માટે દોષિત ગણાવીને બળાત્કારના આરોપીને જામીન આપી દીધા.

અલ્લાહાબાદ હાઈકોર્ટની રેપ કેસમાં જામીન આપતી વખતે આઘાતજનક ટીપ્પણી

જસ્ટિસ સંજય કુમાર સિંહે આઘાતજનક ટીપ્પણી કરી કે, પીડિતાના બળાત્કારના આક્ષેપને સાચો માનવામાં આવે તો પણ એવું પણ કહી શકાય કે, તેણે પોતે જ મુશ્કેલીને નિમંત્રણ આપ્યું હતું અને પોતાના પર થયેલા બળાત્કાર માટે પોતે જ જવાબદાર છે. કોર્ટે એવી ટીપ્પણી પણ કરી કે, તબીબી તપાસમાં યોનિપટલ (હાઈમન) તૂટેલું જોવા મળ્યું પણ ડૉક્ટરે જાતિય હિંસા થઈ હોવાનું કહ્યું નથી તેથી બંનેની સંમતિથી સેક્સ થયું હતું. આ બળાત્કારનો કેસ ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં બન્યો હતો. ૨૧ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ ગૌતમ બુદ્ધનગરની એમએની વિદ્યાર્થિનીએ સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે ભણતા વિદ્યાર્થી સામે બળાત્કારની ફરિયાદ કરી હતી. નોઈડાના સેક્ટર ૧૨૬માં આવેલી પીજી હોસ્ટેલમાં રહીને ભણતી વિદ્યાર્થી ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ મિત્રો સાથે દિલ્હી ફરવા ગઈ હતી. તેમણે હીઝ ખાસમાં પાર્ટી કરી હતી. તેની ત્રણ ફ્રેન્ડ અને ત્રણ છોકરાની પાર્ટીમાં નિશ્ચલ ચાંડક પણ હતો. બારમાં સૌએ દારૂ પીધો હતો.પીડિત વિદ્યાર્થિની પણ નશામાં હતી પાર્ટી પતી ત્યારે રાત્રે ૩ વાગી ગયા. હોવાથી નિશ્ચલે તેને પોતાની સાથે આવવા કહ્યું હતું અને પોતે તેને તેના સંબંધીના ઘરે મૂકી જશે એવી ખાતરી આપી હતી. નિશ્વલની વારંવારની વિનંતી પછી વિદ્યાર્થિની તેની સાથે જવા તૈયાર થઈ હતી. વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે, નિશ્ચલે રસ્તામાં તેને અયોગ્ય રીતે સ્પર્શ કરીને અણછાજતી છૂટ લીધી હતા અને વિદ્યાર્થિનીને નોઈડાના સંબંધીના ઘરે લઈ જવાના બદલે હરિયાણાના ગુરુગ્રામમાં પોતાના એક સંબંધીના ફ્લેટમાં લઈ ગયો હતો. ફ્લેટમાં નિશ્ચલે તેના પર બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.

બ્રિજેશ દુબે મોર્ફફોટા વાયરલ કરવાની ધમકી આપી વિધવા સાથે તાતીથૈયાના યુવાનનું દુષ્કર્મ

0

જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો

બે બાળકની ૩૪ વર્ષીય માતા અને ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ દુબે સાથે નોકરી કરતા હતા

સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતાને જુદીજુદી સહાય અપાવવા મોબાઈલમાં ફોટો પાડી બાદમાં મોર્ફ કરી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કરનાર તેની સાથે નોકરી કરતા તાતીથૈયાના ૩૦ વર્ષીય અપરણિત યુવાન વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી બે બાળકની ૩૪ વર્ષીય વિધવા માતા ટિફિન સર્વિસવાળાને ત્યાં નોકરી કરે છે.ત્યાં જ ડિલિવરીમેન તરીકે નોકરી કરતા ૩૦ વર્ષીય અપરણિત બ્રિજેશ રાજેશભાઈ દુબે (રહે. તાતીથૈયા ગામ, તા.પલસાણા, જી.સુરત) એ વિધવા સાથે મિત્રતા કેળવી હતી અને તેને જુદીજુદી વિધવા સહાય સ્કીમમાં સહાય અપાવવાના બહાને અને બેન્ક એકાઉન્ટ ખોલાવવાના બહાને પોતાના મોબાઇલમાં વિધવાનો ફોટો પાડયો હતો, બાદમાં તેણે ફોટો મોર્ફ કરીને નગ્ન બનાવ્યો હતો અને તેના આધારે વિધવાને શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. એટલું જ નહીં તે વિધવા પાસે પૈસાની પણ માંગણી કરતો હતો અને પૈસા નહીં આપે કે શરીર સંબંધ નહીં બાંધે તો વિધવાના માતાપિતા અને બાળકોને મારી નાખવાની અને તેમને ઊંચકી જવાની ધમકી આપી ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપતો હતો.આ અંગે વિધવાએ ગતરોજ બ્રિજેશ વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.

બિહારમાં પ્રિંસિપલે ત્રણ સુપારી કિલર દ્વારા શિક્ષકને માર્યો, એક ફૂલ બે માળીની છે કહાની.

0

દરભંગાના એક સરકારી શાળામાં પ્રેમપ્રસંગને કારણે સંસનિખેજ હત્યાકાંડ સામે આવ્યો છે. પોલીસએ પ્રિંસિપલ સહિત સાત લોકોને ઝડપી લીધા છે.

Bihar News,28 જાન્યુઆરીના રોજ સવારે શાળાના શિક્ષક પર હુમલો થયો, જ્યારે તેઓ બાઇક પર શાળાએ જઈ રહ્યા હતા. શૂટર્સે તેમની બાઇકને ઓવરટેક કરી, તેમને રોકી અને માથામાં ગોળી મારીને ફરાર થઈ ગયા. આ હુમલો એ સમયે થયો, જ્યારે શિક્ષક સાથે બાઇક પર એક મહિલા શિક્ષિકા પણ હાજર હતી.

દરભંગા: પ્રેમપ્રસંગનો ચોંકાવનારો મામલો, શિક્ષકની હત્યા

બિહારમાંના દરભંગામાં એક અદભૂત પ્રેમપ્રસંગનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સરકારી શાળામાં શિક્ષિકા પર પ્રિન્સિપલ અને એક અન્ય શિક્ષક બંને ફિદા થઈ ગયા. આ પ્રેમપ્રસંગનો અંત ખુબ જ ભયાનક સાબિત થયો, કારણ કે શાળાની એક જ શિક્ષિકા સાથે પ્રેમમાં પડી ગયેલા એક શિક્ષકની હત્યા કરી દેવાઈ.

પ્રેમપ્રસંગમાં શિક્ષકની હત્યા:
ગુરુવારે, બિરોલ એસડીઓપી મનીષ ચંદ્ર ચૌધરીએ આ કેસનો ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે આ ઘટના જાન્યુઆરી મહિનાની છે, જ્યારે દરભંગાના કુશેશ્વર થાનાક્ષેત્રમાં એક શિક્ષકની હત્યા થઈ હતી. 55 દિવસની તપાસ પછી પોલીસને શંકાસ્પદ ખુલાસાઓ મળ્યા.

પ્રિન્સિપલ સહિત 7 આરોપી ઝડપાયા:
આ ખુલાસા પછી દરભંગા પોલીસે શિક્ષક હત્યા કેસમાં પ્રિન્સિપલ સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાં ત્રણ શૂટર પણ સામેલ છે.

28 જાન્યુઆરીએ થઈ હતી હત્યા:
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસડીઓપી મનીષ ચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે આ ઘટના દરભંગાના કુશેશ્વર થાનાક્ષેત્રની છે. શાળાના પ્રિન્સિપલ અને એક શિક્ષક, બન્ને એક જ શિક્ષિકા સાથે પ્રેમમાં પડ્યા હતા. આ કારણે 28 જાન્યુઆરીએ શિક્ષકની હત્યા કરી દેવાઈ.

બિહારના દરભંગામાં ‘એક ફૂલ બે માળી’ના ચક્કરમાં શિક્ષકની હત્યા

દરભંગા જિલ્લાના કુશેશ્વરસ્થાન થાનાક્ષેત્રમાં આવેલી ઉચ્ચ માધ્યમિક શાળા અદલપુરમાં સહાયક શિક્ષક રામાશ્રય યાદવની હત્યા પ્રેમપ્રસંગના કારણે થઈ હતી. શાળાના પ્રિન્સિપલ રામચંદ્ર પાસવાને શૂટર્સને ભાડે રાખી હત્યાનો સજારો રચ્યો હતો.

પ્રિન્સિપલે શૂટર્સ સાથે જ મિલ્કત વિવાદવાળા વ્યક્તિને પણ સામેલ કર્યો:
તપાસમાં જાણવા મળ્યું કે પ્રિન્સિપલનો રામાશ્રય સાથે જમીન વિવાદ પણ ચાલી રહ્યો હતો. જેથી પ્રિન્સિપલે સहरસા અને મધેપુરા જિલ્લાના ગુંડાઓને શૂટર્સ તરીકે હાયર કર્યા અને સાથે જ તે વ્યક્તિને પણ આ కుటંત્રમાં સામેલ કરાવી, જેનો રામાશ્રય સાથે જમીનનો ઝગડો હતો. જેથી આ હત્યાની યોજના નિષ્ફળ ન જાય.

પ્રેમપ્રસંગમાં મર્ડરનું સંપૂર્ણ કિસ્સું:

બિરોલ એસડીઓપી મનીષ ચંદ્ર ચૌધરીએ માહિતી આપી કે 28 જાન્યુઆરીના રોજ રામાશ્રય યાદવ બુલેટ બાઈક પર એક શિક્ષિકા સાથે શાળાએ જઇ રહ્યા હતા. ત્યારે કચરૂખી પુલ નજીક બે બાઈક પર આવેલા ચાર શૂટર્સે તેમની ગોળી મારીને હત્યા કરી હતી.

પોલીસે કોને ધરપકડ કરી?

પોલીસે સાત આરોપીઓને ધરપકડ કરી છે, જેમાં પ્રિન્સિપલ રામચંદ્ર પાસવાન (અદલપુર) અને સહરસા જિલ્લાના મહિષી થાનાક્ષેત્રના ઝાઝા ગામના રણજન યાદવ ઉર્ફે નિરંજન સામેલ છે.

આવેલા અન્ય આરોપીઓ:

  • પ્રભાકર યાદવ (સિરસવાર)
  • સુબોધકુમાર યાદવ (ભરાહી થાનાક્ષેત્ર, ઘુરગાંવ)
  • શંભુકુમાર ચૌધરી (સુપૌલ જિલ્લાના પિપ્રા થાનાક્ષેત્ર, અમહા સાઇફન)
  • લાલો યાદવ (દરભંગા જિલ્લાના કુશેશ્વર સ્થાનથી)
  • હીરા યાદવ (લાલો યાદવનો પુત્ર)

જપ્ત સામાન:
પોલીસે 2 કટ્ટા (અવૈધ હથિયાર), 4 જીવતા કારતૂસ અને 6 મોબાઇલ કબજે કર્યા છે.

CCTV ફૂટેજના આધારે તપાસ આગળ વધી

એસડીપીઓ મનીષ ચંદ્ર ચૌધરીએ જણાવ્યું કે હત્યાના દિવસ બાદ CCTV ફૂટેજ મળ્યું હતું, જેના આધારે 5 ફેબ્રુઆરીએ સહરસાના કનરિયાના મુકેેશ યાદવને પકડાયો. પુછપરછ દરમિયાન અનેક મહત્વની જાણકારી મળી.

પ્રિન્સિપલ અને શિક્ષક બન્ને એકજ શિક્ષિકા સાથે પ્રેમમાં હતા. જયારે પ્રિન્સિપલને આ અંગે ખબર પડી, ત્યારે તેણે શિક્ષક રામાશ્રયને રસ્તામાંથી હટાવવા માટે સહરસા અને સુપૌલના ગુંડાઓને સુપારી આપી.

સૌપ્રથમ સહરસામાં ત્રણ સુપારી કિલર ઝડપાયા

આ ષડયંત્રમાં પ્રિન્સિપલે શિક્ષક સાથે જમીન વિવાદ ધરાવતા વ્યક્તિને પણ જોડાવ્યો. પોલીસે પહેલાથી સહરસાના ઝાડા ઘાટ, ગોબરાહી રંગેલીપુરથી ત્રણ શૂટર્સ પકડી પાડ્યા, જેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા.

આરોપીઓના ગુનાખોરી કનેક્શન

ધરપકડ કરાયેલા શૂટર્સ ગેંગસ્ટર છે, જેમના વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે:

  • રણજન યાદવ: સહરસા અને સમસ્તીપુરમાં 10થી વધુ કેસ નોંધાયેલા.
  • પ્રભાકર યાદવ: મહિષી અને સાદર પોલીસ સ્ટેશનમાં 8થી વધુ ગુના દાખલ.
  • મુકેશ યાદવ: બખ્તિયારપુર, સાદર, કિશનપુર, સલખુઆ અને મહિષી પોલીસ સ્ટેશનમાં 15થી વધુ કેસ.
  • લાલો યાદવ: કુશેશ્વર સ્થાન થાનામાં 5 કેસ.
  • હીરા યાદવ: 4 કેસ.
  • પ્રિન્સિપલ રામચંદ્ર પાસવાન: 3 ગુના નોંધાયેલા.

હજુ પણ કેટલીક શંકાસ્પદ વ્યક્તિઓની શોધચાલુ છે.


સુરતમાં પોલીસ કસ્ટડીમાં દુષ્કર્મ કેસના આરોપીના મોતની ઘટના સામે આવી

0

વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીએ પોતાના શર્ટથી ગળાફાસોં ખાઈ આપઘાત કર્યો

મળતી માહિતી પ્રમાણે સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં પહેલાં પોક્સો અને અડપલાં કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ 45 વર્ષીય પિતાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ સાથે જ સગીર દીકરીનું વિગતવાર નિવેદન નોંધવામાં આવ્યું હતું.

ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાંથી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સચીન GIDC પો.સ્ટે દ્વારા કરેલ કોમ્બીંગ દરમ્યાન કામગીરી

0

સુરત શહેરમાં અસામાજીક પ્રવુતિ તેમજ ગુનાખોરીને ડામવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક પગલા લેવા તથા મીલકત સબંધી અને શરીર સબંધી ગુન્હાઓ ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને ગુનેગારો ઉપર સર્વેલન્સ રાખવા સંવેદનશીલ અને ક્રાઇમ પ્રોન એરીયામાં સરપ્રાઇઝ કોમ્બીંગનુ આયોજન કરી કાર્યવાહી કરવાની સુચના આપેલ હોય જે સુચના આધારે સંયુક્ત પોલીસ કમીશનર શ્રી સેક્ટર-૦૨ સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમીશનર શ્રી ઝોન-૦૬ સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમીશનર શ્રી “આઇ” ડિવીઝન સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સચીન GIDC પો.સ્ટે.ના પોલીસ ઈન્સપેક્ટર શ્રી કે.એ.ગોહિલ નાઓએ સચીન જી.આઇ.ડી.સી તથા સચીન તથા ભેસ્તાન તેમજ ડ્રીમસીટી પોલીસ સ્ટેશનના અધીકારી/ કર્મચારીઓની અલગ અલગ-૦૫ જેટલી ટીમો બનાવેલ જેમાં ૦૨ પોલીસ ઈન્સપેક્રટર તથા ૦૫ પોલીસ સબ ઇન્સપેક્ટર તેમજ ૬૦ પોલીસ કર્મચારીઓ સાથે તા.૧૯/૦૩/૨૦૨૫ ના કલાક-૧૮/૦૦ થી કલાક-૨૧/૦૦ વાગ્યા દરમ્યાન જરૂરી લાઠી-હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે સચીન GIDC પો.સ્ટે વિસ્તારમાં આવેલ સંવેદનસીલ વિસ્તાર કે,જ્યાં અસામાજીક તત્વો વસવાટ કરતા હોય તથા ઉઠક બેઠક ધરાવતા હોય જેમાં પાલીગામ ડી.એમ.નગર, સુડા સુર્યોદય રેસીડેન્સી તથા સચીન રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં તેમજ કાલીમાતાના મંદિર પાસેના વિસ્તારમાં કોમ્બીગનુ આયોજન કરવામાં આવેલ હતુ જેમાં અલગ–અલગ ટીમો દ્વારા સઘન સરપ્રાઈઝ ચેકીંગ કરી નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

જેમાં નીચે પ્રમાણે ની કામગીરી કરવામાં આવેલ છે.

નંબર પ્લેટ વગરના તથા ફોલ્ટી નંબર પ્લેટ વાળા વાહનો વિરૂધ્ધ એમ.વી.એક્ટ કલમ-૨૦૭ મુજબ ડીટેઇન કરેલ વાહનો.૦૫
ગેર કાયદેસરના રેમ્બો છરા,ચપ્પુ,ધોકા મળી આવતા જી.પી.એકટ ક-૧૩૫() મુજબ૦૫
એમ.વી.એક્ટની કલમ-૧૮૫ મુજબ કેસો ૦૩
બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૬,૧૭૦ મુજબ૧૦
બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ-૧૨૮ મુજબ૦૫
બી.એન.એસ.એસ ૨૦૨૩ ની કલમ- ૧૨૯ મુજબ૧૦
બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબના કેસો ૦૫
પ્રોહિ એક્ટની કલમ-૬૫(એફ) મુજબ કેસો૦૬
પ્રોહિ એક્ટની કલમ-૬૬(૧) બી મુજબ કેસો ૧૨
૧૦પ્રોહિ ૯૩ ૧૦
૧૧તમાકુ રશીદ ૦૩
૧૨હિસ્ટ્રીશીટર ચેક૦૫
૧૩ટપોરી ચેક ૦૬
૧૪એમ.સી.આર.ચેક કાર્ડ ધારક ચેક૧૧
૧૫શકમંદ ઇસમો ૪૭
૧૬નાસતા ફરતા ઇસમો ચેક ૦૪
૧૭ઘરફોળ ચોરીના ગુનેગારો ચેક ૦૩
૧૮તડીપાર ઇસમો ચેક ૦૩
૧૯લીસ્ટેડ બુટલેગર ચેક ૨૭
૨૦ચા ની ટપરી તથા પાન મસાલાના ગલ્લા  ૨૩
૨૧નાના મોટા વાહન ચેક ૭૮
૨૨સ્થળદંડ૧૩૦૦ રૂપીયા

100 કલાકમાં ગુંડાતત્ત્વોની યાદી તૈયાર કરવા માટે નું આદેશએ DGP રાજ્યના CP અને SP સાથે બેઠક કરી

0

પાસા અને તડીપારની કાર્યવાહી કરવા આદેશ.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાકીદની બેઠક યોજી હતી. જેમાં આગામી ૧૦૦ કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા કડક સુચના આપવામાં આવી છે.

રાજ્યમાં અસામાજીક ગુંડા તત્વો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે લેવાયેલા આ નિર્ણયનું તાત્કાલિક અમલીકરણ કરવા આદેશ કરવામાં આવ્યા છે. આ અસામાજિક તત્વોની યાદીમાં કેવા તત્વોનો સમાવેશ કરવો તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. વારંવાર શરીર સંબંધી ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ, ખંડણી ઉઘરાવવા, ધાક-ધમકી આપવાના ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ, મિલકત સામેના ગુનાઓ આચરનારા, પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી જેવા ગુનાઓમાં સંકળાયેલા તથા અન્ય અસામાજીક કૃત્યો દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વોને આ યાદીમાં સમાવવા આદેશ કરાયા છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી કેવા પ્રકારની કડક કાર્યવાહી કરવાની રહેશે તે અંગે પણ સ્પષ્ટતાપૂર્વક સૂચનાઓ આપી છે. જેમાં આ તત્વોએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તો તેવા બાંધકામને દૂર કરવા સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરી જરૂરી કાર્યવાહી કરવા, સરકારી જમીન ઉપર દબાણ કરેલુ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા, ગેરકાયદેસર વીજ કનેકશન ધ્યાને આવે તો GUVNL સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવી, આવા તત્વોના બેન્ક એકાઉન્ટની ચકાસણી કરી નાણાકીય વ્યવહારમાં કોઇ ગેરકાયદેસરનું કૃત્ય જણાય આવે તો જરૂરી કાર્યવાહી કરવા કડક સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત આવા તત્વો સામે દાખલ થયેલા ગુનાઓમાં જામીન ઉપર છુટયા પછી અન્ય કોઇ ગેરકાયદેસર કૃત્યમાં પકડાયેલા હોય તો જામીન રદ કરવા જરૂરી કાર્યવાહી કરવા તેમજ પાસા અને તડીપાર જેવી અસરકારક જોગવાઇઓનો ઉપયોગ કરવા સહિત ભાડુઆત અંગેનું રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચનાઓ આપી છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધીક્ષકશ્રીને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

સરકારી અધિકારી-કર્મીઓ મિલકતની વિગત નહિ આપે તો પગાર અટકાવાશે

0

૩૧મી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવા મિલકતની વિગતો નહી અપાય તે મહિના સુધીનો પગાર નહિ.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સરકારી અધિકારીઓ- કર્મચારીઓ માટે સ્થાવર- જંગમ મિલકત જાહેર કરવા સંદર્ભે પરિપત્ર કર્યો છે. રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ – ૩ તેમજ ફિક્સ પગારના વર્ગ-૩ના કર્મચારીઓએ જાન્યુઆરીથી ડીસેમ્બર સુધીના મિલ્કત પત્રકો ભરવાના રહેશે. કર્મયોગી પોર્ટલ પર આંડામાં મા ૩૧મી માર્ચ સુધી મિલકત પત્રકો ભરવામાં નહિ આવે તો આ બાબતને ગેરશિસ્ત ગણવામાં આવશે અને જે તે કર્મચારી-અધિકારીનો એપ્રિલ માસનો પગાર અટકાવવાનો રહેશે.રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ૩૧મી માર્ચ સુધી તેમજ ત્યાર પછી પણ મિલકતોની માહિતી જયાં સુધી આપવામાં નહિ આવે તે મહિના સુધીનો પગાર અટકાવવાનો રહેશે. આ સૂચનાઓનું પાલન કરવા તમામ વિભાગોને નિર્દેશ અપાયા છે. મહત્ત્વનું છે કે, ગત વર્ષથી રાજ્ય સરકારના તમામ વર્ગ-૩ના કર્મચારીઓ માટે પણ અધિકારીઓની માફક મિલકત પત્રક ભરવાન નિયમ લાગુ કરાયો નિયમ ૧૯૭૧ના નિયમ ૧૯માં સરકારી અધિકારીઓ, કર્મચારીઓએ અંગે સ્થાવર-જંગમ મિલકતનું પત્રક ભરવાનું રહે છે.

Page-2
Page-1

સ્થાવર મિલકતના પત્રો કેલેન્ડર વર્ષ એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના ભરવાના રહે છે, વર્ષ પૂરું થાય કે તૂર્ત જ મિલકત પત્રક ભરવા પડે છે.

પોલીસની તમામ કામગીરી પર હવે CCTVની બાજનજર, બધું ઉચ્ચાધિકારીના કન્ટ્રોલમાં

0

શહેરની તમામ પોલીસચોકી, પોલીસ સ્ટેશનોની પોલીસ ઈન્સ્પેક્ટરની કેબિનોમાં સીસીટીવી ઈન્સ્ટોલ

ગુજરાતમાં પ્રથમ વખત સુરતના તમામ PI CCTVની રડારમાં,PCR વાનમાં પણ બોડી કેમેરા ફરજિયાત

સુરતઃ સુરત શહેરની તમામ પોલીસ ચોકીઓમાં પીઆઈ કેબિનમાં સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે. પીઆઈ શું કામગીરી કરે છે કે શું વાત કરે છે તે તમામ વિગતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ડીજી તેમની ઓફીસમાથી સીધી જોઈ શકશે. હાલમાં ગુજરાતમા મોટાભાગના પીઆઈ કે પીએસઆઈ ફરિયાદી કે આરોપી સાથે વાતચીત કરતી વખતે તેમના મોબાઈલ ફોન બહાર મૂકાવી દેતા હતા. હવે સીસીટીવી કેમેરા જ ઈન્સ્ટોલ કરી દેવામાં આવતા પીઆઈઓ સીધા રડારમાં આવી ગયા છે.

આ ઉપરાંત પીએસઆઈઓની ચેમ્બરોમાં પણ સીસીટીવી કેમેરા લગાડાશે. દરમિયાન સુરતમાં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાડી દેવાયા છે, આ સીસીટીવી કેમેરા દ્વારા શહેરના 90 કરતા વધારે પીઆઇઓ પર સીધી દેખરેખ રાખી શકાશે.

રસ્તા પર પોલીસની તોડબાજી બંધ થશે, નિર્દોષો સામેની ખોટી ફરિયાદો પર અંકુશ આવશે

રાજ્ય સરકારે પોલીસની કામગીરીને સીધી સીસીટીવી હેઠળ લાવી દેતા હવે રસ્તા પર તોડબાજી કરવાનું વિવાદી પોલીસ જવાનોને ભારે પડશે. આ ઉપરાંત પોલીસ જે ખોટી ફરિયાદો નિર્દોષ લોકો સામે ઉભી કરતી હતી તે વાત કેટલી સાચી છે તે હવે બોડી કેમેરાથી સીધી જોઇ શકાશે. સરવાળે પોલીસ હવે કાગળ પર જે ગુનો બનાવતી હતી તે બનાવી શકશે નહીં.

ઓપરેશન વેળા દર ચાર જવાને એકને, ઉપરાંત પીસીઆર વાનમાં પણ બોડી કેમેરા રાખવા પડશે

શહેરના જે તે પોલીસ સ્ટેશન હોય કે પછી ડીસીબી, પીસીબી અને એસઓજીના પોલીસ જવાનોને જો કોઇ ઓપરેશન સોંપાયુ હશે, તો દર ચાર જવાને એકને બોડી કેમેરો સોંપાશે. તેથી તેઓ શું કામગીરી કરી રહ્યા છે તે સીધું જોઇ શકાશે. જ્યારે પીસીઆર વાનમાં પણ આ જ રીતે જવાનોએ બોડી કેમેરા રાખવાના હશે. પીસીઆર ક્યાં ફરી રહી છે, ક્યાં ઉભી રહી છે તે તમામ વિગતો ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધી જોઇ શકશે.

શું કહે છે પોલીસ કમિશનર

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે હાલમાં સુરતના તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરી દેવાયા છે. આ ઉપરાંત હવે તેઓ પીસીઆર વાન કે પછી પોલીસ જવાનો પાસે પણ બોડી કેમેરા હોવાને કારણે તેઓ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સીધા જ તમામ કામગીરી જોઇ શકશે.