Home Blog Page 14

સુરતમાં ખાખીને ACB એ ટ્રેપ ગોઠવી મહિલા PSI, ASI અને એક વચેટિયાને રૂપિયા 63 હજારની લાંચ લેતા ઝડપી પડ્યા.

0

સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એસીબીએ ટ્રેપ ગોઠવી મહિલા PSI, ASI અને એક વચેટિયાને રૂપિયા 63 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. પૈસાની લેતીદેતીની અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયાની માગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માગતો ન હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતીદેતીની થયેલી એક અરજી બાબતે મહિલા PSI અને ASIએ વચેટિયા મારફત લાંચની માગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ બાબતે એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકુ ગોઠવી ત્રણેયને લાંચ લેતા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી
નં. (૧) એમ.એ.રબારી ( મધુબેન અમીભાઇ રબારી)હોદો – વુ.પો.સ.ઇ. વર્ગ-૩ નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
નં.(૨) નવનીતકુમાર હમીરભાઇ જેઠવા હોદો- એ.એસ.આઇ. વર્ગ-૩ નોકરી- હીરાબાગ પોલીસ ચોકી, કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત
નં.(૩) માનસિંહ રામભાઇ સિસોદિયા ખાનગી વ્યકિત

ફરીયાદી વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી દેતી બાબતે અરજી થયેલ હતી જે અરજીની તપાસ આ કામના આરોપી નં.(૧) નાઓ કરતા હોય અને આરોપી નં.(૨) નાઓ તેઓના રાયટર થતા હોય. જે અરજીની તપાસમાં ફરીયાદીને બાકી નીકળતા રૂપિયા આપી દેવા સારુ ફરીયાદીને વારંવાર દબાણ કરતા હતા અને જે બાકીના રૂપિયા અપાવવાના હતા તેમાંથી ઓછુ કરાવીને બાકી નીકળતા રૂપિયા પૈકી ઉપરના નીકળતા રૂ. ૬૩૦૦૦/- આરોપીનં.(૧) નાએ પોતાને આપી દેવા જણાવી ગેરકાયદેશર રીતે લાંચની માંગણી કરેલ હોય જેથી આ કામના ફરીયાદી લાંચના નાણા આપવા માંગતા ના હોય જેથી ફરીયાદીએ વડોદરા એ.સી.બી. ફીલ્ડ માં સંર્પક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી નં. (૨) નાએ લાંચના રૂપિયા આરોપી નં.(૧) વતી માંગણી કરી આરોપી નં.(૩) ને આપી દેવા જણાવતા આરોપી નં.(૩) નાઓએ લાંચ ના રૂ. ૬૩૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ તમામ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત.

જેમાં ટ્રેપીંગ અધિકારી – શ્રી એ.એન.પ્રજાપતિ ઇ.પો.ઇન્સ. વડોદરા ફીલ્ડ તથા મદદમાં રીડર પો.ઇન્સ. આર.બી. પ્રજાપતિ વડોદરા એ.સી.બી. એકમ વડોદરા અને સુપરવીઝન અધિકારી – શ્રી પી.એચ.ભેંસાણીયા મદદનીશ નિયામક,એ.સી.બી. વડોદરા એકમ તથા ઇન્ર્ચાર્જ સુરત એ.સી.બી. એકમ દ્વારા સમ્રગ ઘટનાક્રમ અંગે ની કામગીરી કરવામાં આવેલ હતા.

11 વર્ષીય વિદ્યાર્થીને ભગાડીને શિક્ષિકા બે હોટલમાં રાત્રિ રોકાણ કરવા સાથે શારીરિક શોષણ કર્યું, પોકસોની કલમ સહીત ફરિયાદ દાખલ.

0

સુરત શહેરના પુણાગામ વિસ્તારમાંથી લાપતા થયેલા 11 વર્ષીય વિદ્યાર્થી અને તેની 23 વર્ષીય શિક્ષિકા આખરે સાડા ચાર દિવસ બાદ પોલીસના હાથે પકડાઈ ગયા છે.

ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, શિક્ષિકાના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે શિક્ષિકા દ્વારા આ વિદ્યાર્થીનું શારીરિક શોષણ કરવામાં આવતું હતું. હાલ તો આ નિવેદન આધારે વિદ્યાર્થી અને શિક્ષિકાનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોકસો અને બીએનએસ કલમ 127 સહીત ની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાલ ચાલી રહી છે.

સુરતથી વડોદરા, અમદાવાદ, જયપુર, દિલ્હી અને વૃંદાવન એમ 2200 કિ.મી. બસમાં ટ્રાવેલ કર્યું ને બાદમાં અમદાવાદ રવાના થતા સમયે રાજસ્થાન બોર્ડર પાસેથી ચાલુ બસમાં જ પોલીસે શિક્ષિકાને દબોચી લીધી હતી.પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી ત્યારે પોલીસને મોબાઈલ નંબર ટ્રેસ કરતા એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે ત્યારે આ માહિતીના આધારે પોલીસે રાજસ્થાન બોર્ડર પાસે શામળાજી પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.

ગણદેવી ગડત ગામમાં 27 વર્ષ પહેલા મિત્રની હત્યા કરી સાધુવેશમાં છુપાયેલો હત્યારો મહીસાગરથી ઝડપાયો

0

1998માં હત્યા કર્યા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો 1996ના લગ્નની કેસેટમાંથી ફોટો મળતા આરોપી સકંજામાં આવ્યો

ગણદેવીના ગડત ગામે ખેતરમાં ૨૭વર્ષ અગાઉ પ્રવીણે પોતાના મિત્ર પદેશની હત્યા કરી હતી. જે ભાદ પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. પોલીસ સાયુવેશમાં સર્ચ. ઓપદેશન કરી શંખેશ્વર મોમાઈ માતા મંદિરેથી સાર્વશ છુપાયેલા આરોપીને ઝડપી લીધો હતો.

ગણદેવીના ગડા ગામે ખેતર વાડીમાં ગત તા.૪/૪/૧૯૯૮ના રોજ પરેશ નામના યુવાન ની કુહાડી ના ઘા ઝીંકી, રૂમાલ વડે ગળું દબાવી હત્યા કરી લાશને કોતરડામાં વેલાથી ઢાંકી હત્યારો ફ્રરાર થયો હતો. આ હત્યાકાંડ પોલીસ એક સપ્તાહ બાદ તા.૧૩/૪/૧૯૯૮ના રોજ આરોપી પ્આરવીણ સાધુની મહુવા કરચેલીયા થીધરપકડ કરી જેલભેગો કર્યા હતો. જે બાદ તા.૧૦/૫/૧૯૯૮ના રોજ વચગાળાના જામીન પૂર્ણ થવા છતાં જેલમાં પરત ફર્યો ન હતો. પોલીસ કે જેલ રેકોર્ડ માં આરોપી નો ફોટો મળતો ન હતો. પોલીસની લાંબી રઝળપાટ અને શોધખોળ બાદ આરોપી વર્ષ ૧૯૯૫માં મહુણનાં કરચેલીયા ગામે લગ્ન પ્રસંગ ની વીડિયો કેસેટમાંથી આરોપીનો ફોટો મેળવ્યો હતો. જે બાદ જુલાઈ ૨૦૨૪માં આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસ સામુના વેશમાં આવ્યો હતો. અને માહીસાગર નાં ગામમાં મંદિર માં પુજારીનું કામ કરે છે. ત્યાં તપાસ કરત મહીસાગરનાં વરેઠા ગામે જયેશ્વર મહાદેવ મંદિર પૂજારીનું કામ કરતા પરંતુ કેટલાક સમયથી શંખેશ્ખેવર તરફ ગયા હોવાની વાત સામે આવી હતી. પોલીસે વેશ પલટો કરી એક સમાન સુધી સાધુ વેશમાં પાટણ નાં મંદિરો ખુંદી વળ્યા હતા. શંખેશ્વર મોમાઈ માતા મંદિરથી આરોપી પ્રભુદાસ (ઉ.વ.૨૧)ની પરપકડ કરી હતી. હત્યાનો આરોપી પ્રવિસ ઉર્ફે પ્રભુદાસ વચગાળાના જામીન બાદ ધરપકડ બચવા ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉતરપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં મંદિર કે આશ્રમ માં આશ્રય મેળવતા હતો. છેલ્લા ૧૦ વર્ષ થી મહીસાગર જીલ્લાનાં વરેઠા ગામનાં જ્યેશ્વર મહાદેવ મંદિરે પુજારી તરીકે કામ કરતો હતો.

વહીવટદારે ગાંજાની પરમિશન આપી, વાત DCP સુધી પહોંચતા વિક્રેતાને સકંજામાં લેવા આદેશ પોલીસ બેડામાં ચર્ચા

0

નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન વચ્ચે ઔદ્યોગિક વિસ્તારમાં વહીવટદાર નું ખુલ્લેઆમ વેચાણ ની પરવાનગી

પી.આઈની મરજી વિરુધ્ધ વહીવટદારના વહીવટ, કાયદા ની ઉપર ગેરકાયદેસર કામગીરી કર્તા વહીવટદાર.

પાંડેસરા અને ભેસ્તાનમાંથી ગાંજા સાથે ત્રણ પકડાયા, પાંડેસરા માં બે વોન્ટેડ

પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે સુરત શહેરના ઔદ્યોગિક એકમોથી ધમધમતા પોલીસ સ્ટેશનના વિવાદીત વહીવટદાર પોલીસકર્મીએ ગાંજા વેચાણની પરમીશન આપ્યાનું પોલીસ બેડામાં ચર્ચાય રહ્યુ છે. જો કે આ બાબત ડીસીપી સુધી પહોંચતા પોલીસકર્મીની સાંઠગાંઠમાં ગાંજો વેચનારને સકંજામાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એમડી ડ્રગ્સ, ચરસ, અફીશ હોય કે પછી ગાંજી સહિતના કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થના હેરાફેરી કરનાર, કારોભાર કે પછી સપ્લાયરને ઝડપી પાડી માદક પદાર્થના કારોબારની કમ્મર તોડી નાંખવામાં આવી છે. પરંતુ આશ્ચર્ષની ભાબત એ છે કે સુરત શહેરના ઔદ્યોગિક એકમોથી ધમધમતા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક વિવાદીત પોલીસકર્મીએ વહીવટદાર બનવા એડીચોટીનું જોર લગાવ્યું હતું. વિવાદીત પોલીસકર્મીએ પોલીસ ઇન્સ્પેક્ટરના પારિવારીક સંબંધનો ઉપયોગ કરી ઔદ્યોગિક એકમથી પમધમતા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની મરજી વિરૂધ્ધ વહીવટદાર તો બની ગયો છે, પરંતુ આ વિવાદીત વહીવટદારે દારૂ-જુગાર તો ઠીક ગાંજા વેચાણની પરમીશન આપી હતી. એક તરફ પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અને બીજી તરફ વહીવટદારે ગાંજા વેચાણનો ધંધો શરૂ કરાવતા પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો હતો. જો કે આ વાત જે તે વિસ્તારના ડીસીપી સુધી પહોંચતા ડીસીપી અકળાયા હતા. ડીસીપીએ પોતાની એલસીબીની ટીમને વિવાદીત વહીવટદારની સાંઠગાંઠમાં ગાંજાનું વેચાણ કરનારને સકંજામાં લેવા આદેશ આપ્યા છે.

હાલમાં પાંડેસરા અને ભેસ્તાનમાંથી ગાંજા સાથે ત્રણ પકડાયા, બે વોન્ટેડ

પાંડેસરાના તેરેનામ રોડની તુલસીધામ સોસાયટીમાં રહેતા બલરામ ઉર્ફે જામની દિવાકર શાહુ (ઉ.વ.૩૦ મૂળ રહે. નિમુંડીયા, તા. ખોઈરાની, ગંજામ, ઓડિયા) અને આદર્શ દિનેશ ગુપ્તા (ઉ.વ. ૧૮ મૂળ રહે. રામાદેવી, ઉનાઉ, જી, કાનપુર, યુ.પી) ને ત્યાં દરોડા પાડી ૫૭૫ ગ્રામ ગાંજાનો જથ્થો અને વેચાણના રૂ. ૫૫ હજાર મળી રૂ. ૭૯ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે ગાંજો સપ્લાય કરનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ભેસ્તાન પોલીસે ઉન પાટિયા હેલો મોબાઈલ સામે જાહેર રસ્તા ઉપરથી ૧૮૬.૭૬૦ ગ્રામ ગાંજા સાથે મોહમુદ સોહેલ મોહમદ શૌકત મન્સુરી (રહે. તિરૂપતિ નગર, ઉન ની પરપકડ કરી છે. જયારે ગાંજો સપ્લાય કરનાર ઇમરાન ઉર્ફે મુડી સાહબુદ્દીનને વોન્ટેડ જાહેર કર્યો છે.

11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા ઝડપાઈ,બીજા મોબાઇલ નંબરથી બન્ને નાં લોકેશન મળી આવતા ઝડપાઈ.

0

23 વર્ષીય શિક્ષિકા ફૂલ પ્લાનિંગ સાથે ૧૧ વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી.

અજીબ ઘટના સુરત શહેરમાં ચર્ચાસ્પદ બની છે.23 વર્ષની એક શિક્ષિકા 11 વર્ષના સ્ટુડન્ટને ભગાવી જવાની ચકચારી ઘટના સિટીમાં ચર્ચાસ્પદ બની છે. ત્યારે આ ઘટનાના 4 દિવસ બાદ શિક્ષિકાને પોલીસે ઝડપી લીધી છે. હાલ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને સુરત લાવવામાં આવી રહ્યા છે. શિક્ષિકા 25 એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાવી ગઈ હતી. પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે, શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો. જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી. આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા. જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી. દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી. જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો. જેને આધારે શિક્ષિકા ને પકડી પાડવામાં આવેલ છે. જે રાજસ્થાન પાસે થી પકડી પાડવામાં આવેલ છે.

પાંડેસરામાં એક પુત્રીની ત્યકતા માતાને લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ

0

પાંડેસરા વિસ્તારમાં એક પુત્રી સાથે રહેતી ત્યકતાને લગ્નની લાલચ આપી મહારાષ્ટ્રથી સાથે રહેવા સુરત આવ્યા બાદ અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ રાતોરાત ફોન બંધ કરી ઘર છોડીને ચાલ્યા જનાર હવસખોર પ્રેમી વિરૂધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાય છે.

પિતાનું મરણ થયું છે, મારૂ કોઈ નથી, હું સુરત આવું છું, મારા માટે નોકરી શોધી રાખજે કહી સાથે રહેવા લાગ્યા બાદ ઘર છોડી ભાગી ગયો. વેસુ વિસ્તારમાં જમવાનું બનાવવાનું કામ કરતી ૩૧ વર્ષીય ત્યકતા હેતલ (નામ બદલ્યું છે) પતિ સાથે છૂટાછેડા લીધા બાદ એક પુત્રી અને માતા-પિતા સાથે પાંડેસરા કૈલાશ ચોકડી વિસ્તારમાં રહે છે. દોઢ વર્ષ અગાઉ મહારાષ્ટ્રના કલમદુરી ખાતે રહેતી નાની બહેનની તબિયત સારી ન હોવાથી તેની દેખભાળ માટે જનાર હેતલનો સંર્પક મનોજ શિવશાંભ બિરાજદાર (ઉ.વ. ૩૦ રહે. ગંગાપુર, તા. દેવાજર્ન, લાતુર, મહારાષ્ટ્ર) સાથે થયો હતો. બંનેએ એકબીજાના નંબરની આપ-લે કર્યા બાદ તેઓ નિયમીત વાતચીત કરતા હતા અને પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં મારા પિતાનું મરણ થયું છે અને મારી આગળ-પાછળ કોઈ નથી. હું સુરત તારી સાથે રહેવા આવું છું, મારા માટે નોકરી શોધી રાખજે, આપણે બંને લગ્ન કરી સાથે રહીશું. એમ કહી ફેબ્રુઆરી ૨૦૨૪ માં મનોજ સુરત આવ્યો હતો. ત્યાર બાદ અલગ ભાડાની રૂમ લઈ તેઓ સાથે રહેતા હતા અને મનોજ વેસુના વી.કેર હાઉસ કિપીંગમાં નોકરી કરતો હતો. દરમિયાનમાં બંને વચ્ચે અનેક વખત શરીરસંબંધ બંધાયો હતો. પરંતુ ત્યાર બાદ મનોજ અચાનક જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને ફોન પણ બંધ કરી દીધો હતો.

જો કે, બાદ ગત તા.27 નવેમ્બર-2024ના રોજ મનોજ મહિલાને કે કોઈપણ વ્યક્તિને કંઈપણ કર્યા વગર ફરાર થઈ ગયો હતો. જેથી મહિલાએ પાંડેસરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે નરાધમ મનોજ બિરાજદાર સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સચીન તલંગપુરમાં અદાવતમાં મિત્રોએ ભેગા મળીને મિત્રની ઘાતકી હત્યા કરી.

0

ઝઘડાની અદાવતમાં બે થી વધુ આરોપીઓ યુવકને માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસી છૂટ્યા.

સુરતઃ શહેરના છેવાડે આવેલા સચિન જીઆઈડીસી તલંગપુર ગામ તળાવ પાસે આવેલા નિકુંજભાઈ ભગવાનજીભાઈ સવસાણીના ફાર્મ હાઉસના પાછળના ભાગેથી ઓરિસ્સાવાસી યુવકની ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાયેલી લાશ મળી આવતા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન શરૂ કર્યા છે. શહેરના સચીન પાલીગામ ખાતે આવેલી જલારામનગર સોસાયટીમાં રહેતા આશીષ સંજય પ્રધાન નામના યુવકની ગત તા.૨૦મી એપ્રિલના રવિવારે રાત્રે તલંગપુર ગામ, નિકુંજ ભગવાન સવસાણીના ફાર્મ હાઉસના પાછળના તળાવ પાસે શ્રીકાંત સુધાન્યા સ્વાઈન (રહે., શૈલેષ પટેલની ચાલ, પંચવટી, તલંગપુર રોડ, સચિન જીઆઈડીસી)એ તેના મિત્રો સાથે મળી જૂના ઝઘડાની અદાવત રાખી ઢીકમુક્કીનો મારમારી તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. બનાવ સંદર્ભે સચિન જીઆઈડીસી પોલીસે મૃતક આશીષના મોટાભાઈ શ્રીધર પ્રધાનની ફરિયાદના આધારે આરોપી શ્રીકાંત સ્વાઈન સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

DySP, વકીલ સહિત ચાર હત્યાનો ખૂંખાર આરોપી કચ્છમાંથી ઝડપાયો

0

જેલમાંથી છૂટીને અફેરની આશંકાએ પ્રેમિકા અને વકીલનું ઢીમ ઢાળ્યું હતું.

પંજાબમાં લૂંટના ઇરાદે ડીવાયએસપી અને મહિલાની હત્યા કરી હતી.

પંજાબ માં વર્ષ ૨૦૧૨માં લુંટ નાં ઈરાદે ડીવાયએસપી અને તેમની મહિલા મિત્ર ની હત્યા સહીત નાં જુદા જુદા ગંભીર ગુનામાં સંડોવાયેલા.પોલીસે પંજાબ રાજ્યના અલગ-અલગ ગંભી૨ ગુનાના આરોપી અને હાલે લુધીયાણા જેલમાં ખુનના કેસમાં સજા કાપી રહેલો ખૂંખાર આરોપી હરવિંદર ઉર્ફે બિન્દર લચ્છમનસિંગ ઉર્ફે લક્ષ્મનસિંગ રામદાસી (કલેર) જે પેરોલ ૨જા ૫૨ બહાર આવી ફીલ્મી ઢબે પીસ્ટલ હથિયા૨ બતાવી બે વ્યક્તિના અપહ૨ણના ગુનાને અંજામ આપી લાકડિયા પાસે પહોંચ્યો હોવાની બાતમીના આધારે તેને હાઇવે હોટલ પરથી પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.

આ બાબતે લાકડિયા પીઆઇ જે.એમ.જાડેજાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પંજાબ રાજ્યના કપુરથલ્લા જિલ્લાના સદર ફાગવાડા પોલીસ સ્ટેશનમાં ગઈ તા.24/4 ના દાખલ થયેલા ગુનામાં પંજાબ હાઇકોર્ટમાં પ્રેક્ટીસ ક૨તા વકીલ તથા તેની સાથે રહેતી મહીલાનું અપહરણ કરી લઇ ગયેલ તથા વકીલની દિકરીને પીસ્ટલ બતાવી ભયભીત કરી ઘરમાં બેસી રહેવા જણાવાયું હતું. ગુનો આચરી હરવિંદરને શોધવા ફાગવાડા પોલીસે તપાસ હાથ ધરી ફરીયાદીના દિકરા અને તેની મીત્રનું અપહરણ કરવામાં પંજાબ રાજ્યમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ખુન, મારામારી,ચોરી અને એન.ડી.પી.એસના ગંભીર ગુનાઓમાં પકડાયેલો આરોપી અને હાલે પંજાબની લુધીયાણા જેલમાં 2012 માં થેયલા ખુનના કેસમાં સજા કાપી રહેલો હરવિંદર પેરોલ રજા ૫૨ જેલમાંથી બહાર આવી પેરોલ જમ્પ મારી અન્ય સહ આરોપીઓ સાથે મળી ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોપી લાકડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો હોવાની હકિકત મળતા પંજાબ પોલીસે લાકડીયા પોલીસ સ્ટેશનાનો સંપર્ક કરી બનાવની હકિકત જણાવી હતી. લાકડીયા પોલીસ દ્વારા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા તે દરમિયાન આરોપી મોરબી-સામખીયાળી નેશનલ હાઈવે પર આવેલી હોટલ પાસે હોવાની સચોટ હકિકત મળતા તુરંત આરોપીને હકિકત આધારે ઝડપી કબ્જો મેળવી લેવા સારુ પંજાબ પોલીસને જાણ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

પંજાબ રાજ્યના વિવિધ ગુનાઓ પછી ડબલ મર્ડરનો આરોપીને લાકડિયા પોલીસે પકડી લીધા બાદ તેણે કબૂલાત આપી હતી કે, પોતે વર્ષ-2012 માં ડબલ મર્ડર કેસમાં લુધીયાણા જેલમાં સજા કાપી રહ્યો છે અને હાલે પેરોલ રજા ૫૨ જેલમાંથી બહાર આવી અપહરણના ગુનાને અંજામ આપ્યો હોવાનું તેમજ અપહરણ કરેલા બંને વ્યક્તિઓનુ મર્ડર પણ કરેલ હોવાની કબૂલાત ખૂંખાર આરોપી હરવિંદરસિંગે આપી હતી.

લો હવે ખોર કલયુગ, 23 વર્ષની શિક્ષિકા 11 વર્ષિય વિદ્યાર્થીને ભગાવી ગઈ

0

ત્રણ વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરૂણ ટ્યુશન જતો હતો.

સુરત,પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધો. ૫ માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઇ જતા દોડતા થયેલા માતા-પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની ૨૩ વર્ષીય ટ્યુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો.

યુવકો દ્વારા યુવતીઓને ભગાવી જવાના કિસ્સાઓ વચ્ચે પુણા વિસ્તારમાં ૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષના સ્ટુડન્ટને ભગાવી જતાં ચકચાર મચી છે. રાજસ્થાની પરિવાર પતિ પત્ની અને 11 વર્ષના અને 7 વર્ષના દિકરા સાથે રહે છે અને કરિયાણાની દુકાન ચલાવી ગુજરાન ચલાવે છે. 11 વર્ષનો તરૂણ પુણાગામ વિસ્તારમાં આવેલી હિંદી માધ્યમની શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. જ્યારે આ સ્કૂલમાં 23 વર્ષની શિક્ષિકા પણ નોકરી કરતી હતી. આ શિક્ષિકા અને તરુણ એક જ વિસ્તારમાં રહેતા હતા.આ સગીરને ભગાવીને લઇ જતી સીસીટીવીમાં પણ દેખાઈ આવતાં મામલો ગંભીર બન્યો છે.

પોલીસ સાથે બંનેના પરિવારજનો પણ બાળક અને આ શિક્ષિકાની શોધમાં જોડાયા હતા. સુરત રેલવે સ્ટેશન પહોંચી શિક્ષિકાએ ફોન પણ બંધ કરી દેતાં મામલો વધુ ગંભીર બન્યો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે પુણામાં એક જ વિસ્તારમાં રહેતાં બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા હતા. બંનેની પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈનું મગજ ચકરાવે ચઢી ગયું હતું. ૧૧ વર્ષીય બાળકના પિતાએ જણાવ્યું હતું કે તેમના પુત્રનું અપહરણ થયું છે. પાંચમા ધોરણમાં અભ્યાસ કરતો તેમનો ૧૧ વષીય પુત્ર ૨૫મીએ બપોરે થરે બહાર રમતો હતો ત્યાંથી ગુમ થઇ ગયો હતો. સીસીટીવી ચેક કરતાં તેમના બાળકને નજીકમાં જ રહેતી અને તેને એકલાને ત્રણ વર્ષથી ટ્યૂશન કરાવતી તથા શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકેલી ૨૩ વર્ષીય યુવતી તેને ભગાવી જતી દેખાઈ હતી. જે શિક્ષિકા આ બાળકને ભગાવી ગઈ હતી તેનાં માતા-પિતા અને પરિવાર પણ પોલીસ મથકે આવ્યું હતું અને બપોરે તે બેગ લઈને નીકળી હોવાનું જણાવ્યું હતું.

૨૩ વર્ષીય શિક્ષિકા તેના ૧૧ વર્ષીય વિદ્યાર્થીને જ ભગાવી ગયાની વાતે પોલીસ અધિકારીઓનું પણ મગજ ચકડોળે ચઢ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં આ બાળક અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન ઉપર સાંજે પાંચ વાગ્યે પહોંચે છે. શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પહોંચીને પોતાનો ફોન પણ બંધ કરી દેવાની સાથે બાળક સાથે ટ્રેનમાં બેસી રવાના થઈ જતી દેખાઇ આવી હતી.ડી.સી.પી આલોકકુમારે જણાવ્યું હતું કે મામલો ગંભીર હોઇ પુણા પોલીસની બે ટીમ તથા કાપોદ્રાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. બૂક માય ટ્રિપથી આ શિક્ષિકાએ ટૂર બુક કરાવ્યાની ડિટેઇલ પોલીસને મળી હતી. આ શિક્ષિકાએ પોતાના ઘરેથી કપડાં ભરેલી બેગ લીધી હતી, પરંતુ બાળક પાસે કોઈ સામાન ન હતો. એક દિવસ પહેલાં પણ આ શિક્ષિકા બેગ લઇને જતી દેખાઇ હતી. બીજા દિવસે બાળકને પણ લઇ ગઇ હતી. શિક્ષિકા ફરવા જવા માગતી હોય અને તે પોતાની સાથે આ બાળકને પણ લેતી ગઇ હોય તેવું બની શકે. જોકે પોલીસ બધી દિશામાં તપાસ કરી રહી છે.

વાર્ષિક 40 કરોડના બોગસ સર્ટિફિકેટના આધારે લેબર વિભાગનું લાઇસન્સ મેળવ્યું, એમ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સને બ્લેકલિસ્ટ માટે ની કાર્યવાહી

0

સુરત,પાલિકાના અધિકારીના બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરીને લાઇસન્સ મેળવ્યાં હોવાની પાલિકા કમિશનરને 8 ફરિયાદો મળી હતી, જેથી ચીફ સિક્યુરિટી ઓફિસર જાગ્રત નાયકે ત્રણેય એજન્સી પાસે ડોક્યુમેન્ટ મંગાવીને ખરાઈ શરૂ કરી હતી, લેબર ખાતામાં રજૂ કરાયેલું બાંયધરીપત્રક જ બોગસ હોવાનું ખુલ્યું છે. એટલું જ નહીં જાગ્રત નાયકની સહી પણ ખોટી હતી તથા પત્રકમાં ઠરાવનો નંબર પણ બોગસ લખાયો હતો.

પાલિકામાં 9 ઝોન અને BRTSમાં સિક્યુરિટીનો 40 કરોડનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ત્રણેય એજન્સીનું લાઇસન્સ રદ કરાયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે સીએસઓએ તેમણે આડેહાથ લઈને આવા બોગસ બાંયધરીપત્રકના આધારે લાઇસન્સ 5 વર્ષ લંબાવી આપતાં પહેલાં પાલિકાને અચૂક જાણ કરવા સૂચના આપી હતી. એમ.કે. સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેક્શન ફોર્સને બ્લેકલિસ્ટ કરવા દરખાસ્ત કરાશે.

‘પાલિકાનો વર્ક ઓર્ડર ન હતો, માત્ર બાંયધરી આપી દીધી હતી. માત્ર બાંયધરીપત્રક પર જ લેબર વિભાગે લેબર લાઇસન્સ પણ આ ત્રણેય એજન્સીઓને ફાળવી આપ્યું હતું. લેબર વિભાગ માત્ર બાંયધરીને આધારે કઈ રીતે લેબર લાઇસન્સ આપી શકે તે પણ 5 વર્ષનું ફાળવી દીધું છે, જેથી લેબર વિભાગના લાઇસન્સ આપનારા અધિકારી ઉપર પણ શંકા ઉપજી રહી છે. એટલું જ નહીં, આ બાંયધરીપત્રકમાં સ્થાયી સમિતિનો ઠરાવ નંબર જે 1702-2021 લખ્યો છે તે પણ કોઈ પણ આધાર નથી.જે તદ્દન ખોટી રીતે લખીને બોગસ ઉભી કરવામાં આવેલ છે.