Home SURAT સુરત પાલિકાના અઠવા ઝોનમાં કોમન પ્લોટમાં દેરાસરના મુદ્દે વધુ એક વિવાદ, સુમેરૂ રેસિડેન્સી...

સુરત પાલિકાના અઠવા ઝોનમાં કોમન પ્લોટમાં દેરાસરના મુદ્દે વધુ એક વિવાદ, સુમેરૂ રેસિડેન્સી જૈન દેરાસર મુદ્દે હોબાળો

72
0
ક્રાંતિ સમય

સુરત, સુરત પાલિકા અઠવા ઝોનમાં થોડા સમય પહેલાં એક સોસાયટીના કોમન પ્લોટમાં ટેમ્પરરી સ્ટ્રકચર ના નામે દેરાસર ઉભુ કરી દેવાતાં વિવાદ થયો હતો. આ વિવાદ માંડ શાંત પડ્યો છે ત્યારે સુરત ખાતે આવેલ સુમેરૂ રેસીડેન્સીના કોમન પ્લોટમાં જૈન દેરાસરના નિર્માણ મુદ્દે વિવાદ થયો છે. આ રહેણાંક સોસાયટીમા 120 ફ્લેટ હોલ્ડરો પૈસી 40 ફ્લેટમાં જૈન સમાજના અગ્રણીઓ વસવાટ કરી રહ્યા છે. જેઓ દ્વારા કેમ્પસમાં જૈન દેરાસર બનાવવામાં આવી રહ્યું હોવાને કારણે અન્ય ફ્લેટ હોલ્ડરો દ્વારા આ અંગે ભારે વિરોધ ઉભો કરવામાં આવ્યો હતો. રહેણાક સોસાયટીના કોમન પ્લોટમાં  દેરાસર બનાવી દેવાના મુદ્દે સોસાયટી ના બે મુદ્દા સામસામે આવી ગયા હતા. આજે સવારે અચાનક બે જુથ સામ સામે આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને પોલીસની એન્ટ્રી થઈ હતી. પોલીસી દરમિયાનગીરી કરીને બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. તો બીજી તરફ સોસાયટીના રહીશોએ આક્ષેપ કર્યો છે કે કોમન પ્લોટમાં દેરાસર મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા ઝોનમાં 200થી વધુ અરજી કરી છે છતાં કોઈ કામગીરી થતી નથી.

સોસાયટીનો એક પક્ષ દેરાસરની તરફેણમાં છે જ્યારે બીજો પક્ષ દેરાસરના વિરોધમાં છે. સોસાયટીના કેટલાક રહીશો એવો આક્ષેપ કરી રહ્યાં છે કે, કોમન પ્લોટમાં ગેરકાયદે દેરાસર અંગે 200થી વધુ વાર અઠવા ઝોનમાં ફરિયાદ કરી છે પરંતુ ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ઝોન દ્વારા સોસાયટીમાં બેન્કવેટ હોલ અને ગેમ ઝોનનું ડિમોલીશન કરીને જ સંતોષ માનવામાં આવ્યો છે. જ્યારે સીઓપીમાં બની રહેલા જૈન દેરાસર મુદ્દે અઠવા ઝોન દ્વારા કોઈ પગલાં ભરતું નથી. આ મુદ્દે ફરી એક વાર સોસાયટીમાં બન્ને પક્ષના રહીશો વચ્ચે હોબાળો થયો હતો અને તેના કારણે પોલીસે એન્ટ્રી કરવી પડી હતી.  હોબાળા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બન્ને પક્ષ વચ્ચે વાટાઘાટ કરીને સમાધાન કરાવ્યું હોવાનું જાણવા મળે છે. જોકે,  સોસાયટીના રહીશો અઠવા ઝોન ની કામગીરી સામે નારાજગી દર્શાવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here