સુરત શહર ના ભેસ્તાન વિસ્તારમાં થી અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ભેસ્તાનના બાલાજી કોમ્પલેક્ષ નજીક સંગમ સોસાયટીમાં રહેતા અને કડિયા કામ કરતા દત્તુ ગિરિધર પાટીલ એ બે મહિના અગાઉ સચિન વિસ્તારમાં લાલાભાઇ સાથે કામ કર્યું હતું. પાટીલે કડિયા કામના રૂપિયા 35,000 લાલાભાઇને સમયસર આપ્યા ના હતા. જેથી લાલાભાઇએ મજદૂર સંઘ સમક્ષ ફરિયાદ કરતા સંઘએ બંને વચ્ચે સમાધાન કરાવી દર મહિને 5000 રૂપિયા ચૂકવવા ના આદેશ કર્યો હતો.
આદેશ મુજબ દત્તુએ ₹15,000 ચૂકવી દીધા હતા પરંતુ સમય તારે લાલાભાઇ ઉઘરાણી કરવા ઘરે આવી ગાલા ગાલી કરતો હતો. દરમિયાન દત્તુ ગતરોજ ભેસ્તાન વિસ્તારમાં કડિયા કામે ગયો હતો અને પરત આવ્યો ન હતો પરંતુ વેકેશનમાં ઘરે આવેલી પરિણીતી પુત્રીને દત્તુએ કોલ કરી લાલાભાઇ મને રૂપિયા માટે ઉપાડીને રાજપીપળા લઈ જાય છે ત્યારે લાલાએ ફોન પર વાત કરી ધમકી આપી હતી કે તત્કાલ રૂપિયા આપો અથવા કોઈપણ રીતે મને આપો નહીં તો તમારા બાપના હાથ પગ ભાંગી નાખીશ. ત્યારબાદ ચાર થી પાંચ વખત કોલ કરી કાલે સવારે દસ વાગ્યા સુધીમાં રૂપિયા નહીં આપો તો તમારા બાપને કાપીને ફેંકી દઈશ તેવી ધમકી આપી હતી. જેથી તેના પુત્ર તુષારે તુરંત જ પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દત્તુની શોધ ખોળ કરતાં પોલીસએ ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર ના આબાજ ગામ પહોંચી હતી અને દત્તુને મુક્ત કરાવી અપહરણકાર લાલસિંહ વાદળીયા ઝુમરા ની ધરપકડ કરી હતી. જે કે પોલીસ પૂછપરછમાં દત્તુએ સ્વેચ્છાએ બાઈક ઉપર લાલસીંગ સાથે આવ્યો હોવાની કબુલાત કરતા પોલીસ પણ ચોકી ગઈ હતી.