Home SURAT સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર 8 આરોપી...

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ સગેવગે કરી કરોડો રૂપિયાનો વ્યવહાર કરનાર 8 આરોપી પાસામાં

67
0

સરકારી અનાજ ભરેલી ત્રણ ટ્રકો પકડાઈ હતી

સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી તા.27/10/2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.13.87 લાખનો મુદ્દામાલ પકડાયો હતો. જેમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આરોપીઓ પકડાઇ જતા પ્રાથમિક તપાસ કર્યા બાદ તેઓની સામે તા.08/11/2022ના રોજ સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સચીન સરકારી અનાજના ગોડાઉનના નામે ખોટા ડિલિવરી ચલણો/બીલો બનાવી, ખોટા હિસાબો બતાવીને વ્યાજબી ભાવની દુકાનોના પરવાનેદારોને મળવાપાત્ર જથ્થો પુરેપુરો મળ્યો હોવાનું બતાવ્યું હતું. આ અનાજના જથ્થા પૈકી રૂ.8.32 લાખનો ઘઉંનો 2700 કિવન્ટલ જથ્થો સગેવગે કરી, ઉચાપત કરી હતી. તેમજ ચોખા, ખાંડ, મીઠુ મળી 7606 કિવન્ટલ અને ચણા (MDM) 62 કિલો મળી કુલ રૂ. 1.28 કરોડથી વધુ કિંમતનો જથ્થો પરવાનેદારોને ડિલિવરી ચલણ મુજબ પુરેપુરો ન મોકલી ગોડાઉન ખાતે જમા રાખ્યો હોવાનું ધ્યાને આવતા આ સંદર્ભે સચીન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

સુરત જિલ્લા કલેક્ટરને ક્રાઈમ બ્રાન્ચની એસઆઇટી ટીમ દ્વારા અનાજ કૌભાંડ કેસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે રિપોર્ટના આધારે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા તમામ આરોપીઓ સામે PMB એટલે કે, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેમશિયલ કોમોડિઝ એકટ 1980 હેઠળ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જે આદેશના પગલે 8 આરોપીઓને રાજ્યના અલગ અલગ જેલમાં મોકલી કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સરકારી અનાજનું કાળા બજારી કરતા અનાજ માફિયાઓમાં કાર્યવાહીના પગલે ફફડાટ ફેલાયો છે.

આ આરોપીઓને પાસા કરાઈ

  • શામલાલ બક્તા રામ-મહેસાણા જેલ
  • દિનેશ બંતીલાલ ખટીક -મહેસાણા જેલ
  • અરવિંદ ઉત્તમ રાજપુત – જામનગર જિલ્લા જેલ
  • રાકેશ પાર્શ્વનાથ ઠાકોર -મધ્યસ્થ જેલ અમદાવાદ
  • બિલકેશ દિનેશ ખટીક -જિલ્લા જેલ નડિયાદ
  • ભેરૂલાલ સોહનલાલ ખટીક- પાલનપુર જેલ
  • શંકર સોહનલાલ પાલરા – ભુજ જેલ
  • પ્રીતિબેન ચૌધરી -(સરકારી અનાજની ગોડાઉન મેનેજર)-રાજકોટ મધ્યસ્થ જેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here