સુરત શહેરમાંથી મોડેલિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી વધુ એક યુવતીના આ-ત્મહ-ત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવા વિસ્તારમાં રહેતી અને રેવેન્યુએબ્યાલક્યુઝાઇર એજન્સીમાં કામ કરતી ૨૩ વર્ષીય મોડેલ અંજલી વરમોરાએ ગ-ળેફાં-સો ખાઈને જીવનનો અંત આણ્યો છે. અંજલીની એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ છે, જેમાં તેણે લખ્યું છે કે, “આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કંઈ જ નથી તારા માટે.” આ પોસ્ટ તેના માનસિક તણાવ અને સંબંધોમાં આવેલા ભંગાણ તરફ ઈશારો કરે છે. પ્રાથમિક તપાસમાં બોયફ્રેન્ડ સાથે મનદુઃખ થવાના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂનની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગાળાફાંસો ખાઈ આપધાત કરી લીધો હતો. માનસિક તણાવમાં આ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. હાલ આ મામલે અઠવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે’નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે.સુરતના નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા પરિવાર સાથે રહેતી હતી. પરિવારમાં માતા એક ભાઈ અને એક બહેન છે. અંજલિ મોડલ તરીકે અલગ અલગ કંપનીઓ સાથે કામ કરતી હતી. હાલ છેલ્લા થોડા મહિનાઓથી અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે કામ કરી રહી હતી.અંજલિ રેવન્યુ મોડલ કાસ્ટિંગ એજન્સી સાથે છેલ્લા થોડા મહિનાઓથી કામ કરી રહી હતી. જેના માટે તે સુરત અને અમદાવાદમાં કામ કરતી હતી. અંજલિની બે વર્ષ પહેલા સગાઈ થઈ ચૂકી હતી. જ્યારે પ્રાથમિક રીતે અંજલિએ માનસિક તણાવમાં આ આકરું પગલું ભરી લીધું હોવાની આ શંકા સેવવામાં આવી રહી છે. જોકે આ મામલે અઠવા પોલીસ વધુ તપાસ કરી રહી છે.
ઘટનાની જાણ થતા જ અઠવા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરીને અંજલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે તેનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે, જે હાલ લોક છે.
પોલીસે મોબાઈલનો CDR (Call Detail Record) ચેક કરીને અને પરિવારજનોનો સંપર્ક કરીને આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે. મૃતદેહ પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ આ કેસની તપાસમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના છે.