સગીર ના વીર્યથી કુપોષિત બાળક જન્મવાનો ભય વ્યક્ત કરવામાં આવ્યો.
સુરત,પુણામાં ૧૩ વર્ષના સગીરનું અપહરણ કરીને ચાર દિવસ બાદ પકડાયેલી શિક્ષિકાએ ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી છે. શિક્ષિકાએ અરજીમાં જણાવ્યું હતું કે, ૧૩ વર્ષના સગીરના સિમેનથી જો બાળકનો જન્મ થાય તો તે મેડીકલ સાયન્સ પ્રમાણએ કુપોષિત થશે.
આ ઉપરાંત બાળકના ભરણપોષણ અંગે પણ વિચારવાનો સમય હોવાનું કહીને ગર્ભપાત કરાવવા અરજી કરી છે. આ કેસમાં આગામી સોમવારે આ અરજીની સુનાવણી હાથ ધરાશે.

આ કેસની વિગત મુજબ પૂણા વિસ્તારમાં રહેતાં ૧૩ વર્ષીય સગીરનું અપહરણ તેને ટ્યુશન કરાવતી અને ધોરણ ચારમાં વર્ગ શિક્ષિકા રહેલી ૨૩ વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. તેની ધરપકડ સાથે પેગ્નેન્સી ટેસ્ટ કરતાં નવો ઘટસ્ફોટ થયો હતો. આ શિક્ષિકાને ૨૦ અઠવાડિયાનો એટલે કે પાંચ મહિનાનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો.
આ શિક્ષિકા સગીર વિદ્યાર્થીનું ૧૨ વર્ષનો હતો ત્યારથી જ તેની સાથે શારિરીક સંબંધો બાંધતી હોવાનું અને આ વિદ્યાર્થી થકી જ તેને ગર્ભ રહ્યાનું જણાવતાં પોલીસે બંનેના ડી.એન.એ. ટેસ્ટ માટેના સેમ્પલ્સ પણ લીધા હતા. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે ૨૦ અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી લેવામાં આવી છે.
જેમાં તેણીએ જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થાય તો તે અસામાન્યતાઓથી પીડાશે અને વિકલાંગ થવાની શક્યતા, બાળક જન્મશે તો તેનું ભરણપોષણ કોણ કરશે તે એક વિચારવાનો વિષય છે. બાળકના પિતાની ઉંમર માત્ર ૧૩ વર્ષ છે એટલે જન્મ લેવાવાળા બાળકની સ્વીકાર્યતા નથી.
મેડીકલ સાયન્સ પ્રમાણે ૧૩ વર્ષિય સગીરના મેલ સિમેનથી બાળક કુપોષિત જન્મી શકે છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડિલીવરી સમયે બાળક અથવા માતા બંનેમાંથી એકને જ બચાવી શકાય તેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે તેથી ગર્ભપાત કરાવવો જરૂરી છે તેમ અરજીમાં જણાવ્યું હતું. આ અરજીની વધુ સુનાવણી આગામી તા. ૧૨મી મેને સોમવારે હાથ ધરવામાં આવશે.