નકલી ક્લિનિકો 2થી 10 વર્ષ સુધી ચાલ્યાં, હવે પોલીસ દરોડા કાર્યવાહી શરૂ કરશે.
શહેરના વિવિધ 30 વિસ્તારમાં કુલ 690 બોગસ ડિગ્રી વેચાઈ હતી. તપાસમાં સામે આવ્યા મુજબ પાંડેસરામાં સૌથી વધુ 138 બોગસ ડોક્ટરો રશેષ ગુજરાથી પાસેથી લીધેલી ડિગ્રીથી ક્લિનિક ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ડીંડોલીમાં 85, ઉધનામાં 75, લિંબાયતમાં 47, ગોડાદરા જેવા ઔદ્યોગિક વિસ્તોરમાં 34 બોગસ ડોક્ટરો ક્લિનિક ચલાવી રહ્યા છે. અઠવામાં 15, ચોકબજારમાં 22, કતારગામમાં 14 લોકોને નકલી ડિગ્રી આપીને ડોક્ટર બનાવી દેવાયા છે. મોટા ભાગના નકલી ક્લિનિકો છેલ્લા 2થી 10 વર્ષ સુધી ચાલી રહ્યા છે. પોલીસે હવે વિસ્તાર પ્રમાણે નકલી ડોક્ટરોની યાદી બનાવી કાર્યવાહી કરવા માટે તૈયારી શરૂ કરી છે.
હાલમાં સચીન પાંડેસરા વિસ્તાર માં રજીસ્ટ્રેશન થયેલ સૌથી વધુ બોગસ ડિગ્રી વેચાઈ હતી. પણ સચીન વિસ્તારમાં વગર રજીસ્ટ્રેશન થયેલ સૌથી વધુ નકલી ક્લીનીક જેવા મળી રહ્યા છે. જેમાં કોઈ પણ રજીસ્ટ્રેશન વગર ફક્ત નામ માત્ર થી કિલનીક ચાલુ કરી દેવામાં આવેલ છે. જેમાં હાલમાં તપાસ કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે મંજુરી વગર અમુક લોહીની તપાસ કર્તા અમુક લેબોરેટરી પણ મોટા માથા ના ચાલે છે. જેમાં કોઈપણ અનુભવ વગર નું રિપોર્ટ આ નકલી કિલનિક જોડે સંકળાયેલા હોવાથી કોઈ પણ યોગ્ય તપાસ વગર ની રિપોર્ટ બનાવી ને તેના આધારે સારવાર કરી રહ્યા હોવાનુંજાણવા મળ્યા છે.જેમાં તપાસ નું વિષય વસ્તુ હોવાથી વિભાગ તરફ થી કરવામાં આવેલ તપાસ નું રિપોર્ટ માન્યતા મળે છે. પછી ભલે ને મેડીકલ તપાસ હોય કે પુલીસ તપાસ?
પૈસા લઈને ડોક્ટરની બોગસ ડિગ્રી આપવાના કેસમાં પોલીસ તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
વિસ્તાર પ્રમાણે ડોક્ટરની બોગસ ડિગ્રી ન લીસ્ટ રેકોર્ડ ઉપર છે.તે રજીસ્ટર ન થયેલ હોય તેવા અનેક.
પાંડેસરા | 138 |
ખટોદરા | 20 |
ડીંડોલી | 85 |
અમરોલી | 32 |
ભેસ્તાન | 36 |
લિંબાયત | 47 |
ઉધના | 75 |
ગોડાદરા | 34 |
અઠવા | 15 |
ચોકબજાર | 22 |
કતારગામ | 14 |
સચિન | 29 |
સલાબતપુરા | 33 |
વરાછા | 18 |
રાંદેર | 15 |
પુણા | 21 |
લાલ ગેટ | 12 |
લાલ ગેટ | 12 |
મહિધરપુરા | 5 |
અડાજણ | 6 |
અલથાણ | 4 |
ડુમસ | 1 |
હજીરા | 1 |
ઇચ્છાપોર | 2 |
પાલ | 1 |
સચિન GIDC | 5 |
સરથાણા | 3 |
સિંગણપોર | 3 |
ઉમરા | 4 |
ઉત્રાણ | 3 |