Home SURAT વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંગીતના સુરો સાથે મતદાર જાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ...

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સંગીતના સુરો સાથે મતદાર જાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો

70
0

યુવાનોએ જવાબદાર નાગરિક તરીકે આ ચુંટણીમાં સામૂહિક મતદાન કરવાના શપથ પણ લીધા.

સુરત:શનિવાર: કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારી-ગુજરાત દ્વારા આયોજિત તથા વીર નર્મદ યુનિવર્સિટીના સહયોગથી યુનિવર્સિટીના ગ્રંથાલય ખાતે ત્રિદિવસિય મતદાર જાગૃતિ અભિયાનના છેલ્લા દિવસે વિવિધ જનજાગૃતિ પ્રવૃત્તિઓનું રસપ્રદ આયોજન કરવામાં આવ્યું હતું. અંતિમ દિવસે સંગીતના સુરો સાથે મતદાર જાગૃતિ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.

      વિશ્વની સૌથી મોટા લોકશાહી દેશ ભારતના લોકતંત્રના સૌથી મોટા અવસર સમાન આગામી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મતદાન કરે એ માટે વીર નર્મદ યુનિવર્સિટીમાં આયોજિત ત્રિદિવસીય મલ્ટીમીડિયા મતદાન જાગૃતિ અભિયાનનું સમાપન થયું હતું. જેમાં આજ રોજ સુરતના કિશનભાઈના ‘મનવંતર’ મ્યુઝિકલ બેન્ડ દ્વારા દેશ ભક્તિગીતોની સૂરાવલિ સાથે નવયુવાનોને જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. યુવાનોએ જવાબદાર નાગરિક તરીકે આ ચુંટણીમાં સામૂહિક મતદાન કરવાના શપથ પણ લીધા હતા.
             અગ્રવાલ સમાજના સ્વયંસેવક નીરજ અગ્રવાલે યુવાઓને સોશ્યલ મીડિયાથી મિત્રો, સબંધીઓને ટેગ કરી મતદાન કરવાની અપીલ કરી હતી. યુનિવર્સિટીના એમ.કોમ અને બાયોટેક  વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપક તન્વી તમાકુવાલાએ મતદાર જાગૃતિ ચર્ચા અને પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લીધો હતો.
              અંતિમ દિને પ્રદર્શન સ્થળ પર મેહુલ ફાઉન્ડેશન-હિંમતનગરના કલાકારોએ મનોરંજન સાથે મતદાન જાગૃતિ નાટકની પ્રસ્તુતિ કરી હતી. ચર્ચા તેમજ સ્પર્ધાઓમાં સહભાગી બનેલા વિદ્યાર્થીઓ-નાગરિકોને કેન્દ્રીય સંચાર બ્યુરો-પાલનપુર દ્વારા ઈનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા. આ સાથે સિગ્નેચર કેમ્પેઈન, સેલ્ફી પોઈન્ટ, રેલી, નાટ્ય પ્રસ્તુતિ, મતદાર જાગૃતિનો સંદેશ આપતી નોન વુવન બેગ અને મતદાન પ્રચાર સામગ્રીનું વિતરણ, મતદાન શપથ સહિતની પ્રવૃતિઓ યોજાઈ હતી. 
            સમાપન સમારોહના ઈન્ટીગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરિચ કાર્યક્રમમાં અભૂતપૂર્વ સહયોગ બદલ સુરત જિલ્લા ચૂંટણી તંત્ર, કુલપતિશ્રી કે.એન.ચાવડા તેમજ રજિસ્ટ્રારશ્રી આર.સી.ગઢવી, યુનિવર્સિટીના તમામ વિભાગના વડાઓ, અધ્યાપકો વિદ્યાર્થીઓ, સમગ્ર સંચાલક મંડળનો માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકારના કેન્દ્રીય સંચાર બ્યુરોના પ્રચાર અધિકારી શ્રી જે.ડી.ચૌધરીએ આભાર વ્યક્ત કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here