Home GUJARAT ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

ઓલપાડ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ‘મતદાન જાગૃતતા’ કાર્યક્રમ યોજાયો

44
0
'મતદાન જાગૃતતા' કાર્યક્રમ

લોકશાહીમાં જનભાગીદારીનું મહત્વ સમજાવી યુવાઓને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા

સુરત:બુધવાર: યુવાઓને મતદાનના વિશેષ અધિકાર વિષે જાગૃત કરવાના હેતુસર પ્રમોદભાઈ કનૈયાલાલ દેસાઈ કેળવણી મંડળ-ઓલપાડ સંચાલિત ઓલપાડ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા વિદ્યાથીઓને જવાબદાર નાગરિક તરીકે મતદાનમાં ભાગ લઈ લોકશાહીમાં જનભાગીદારી નોંધાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં યુવાઓને વિડીયો મારફતે ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવી હતી. સાથે જ નવા મતદાતાઓને વોટીંગ પ્રક્રિયાથી અવગત કરી લોકશાહીમાં તેઓની મહત્વની ભૂમિકા વિષે સમજ આપી હતી. તેમજ ફરજિયાત મતદાન કરવાનું આહ્વાન કરાયું હતું. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ ફરજિયાત મતદાનના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.બી.પ્રજાપતિ, ઓલપાડ પ્રાંત અધિકારીશ્રી પાર્થ તલસાણીયા, મામલતદારશ્રી લક્ષ્મણભાઈ ચૌધરી, પ્રિન્સિપાલ અને અધ્યાપકગણ, કોલેજ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here