Home GUJARAT પંજાબ બાદ શું હવે ગુજરાત પણ લઠ્ઠાકાંડ ની રાહ જોવાઈ રહ્યું...

પંજાબ બાદ શું હવે ગુજરાત પણ લઠ્ઠાકાંડ ની રાહ જોવાઈ રહ્યું છું

72
0

સુરત/ગુજરાત,ગુજરાત માં શરાબ બંધી હોવા છતાં પણ દરેક જીલ્લા અને શહેર, સોસાયટીના દરેક ખુણામાં ઝેરી કેમીકલ દારૂ જેવા જ મળી રહ્યા છે. તેજ છતાં સરકારી આંકડાકીય માહિતી મુજબ

પ્રોહીબીશન તા.૦૧/૦૧/૨૦૨૪ થી તા.૨૮/૦૨/૨૦૨૪૫૧૪૭
પ્રોહીબીશન તા.૦૧/૦૧/૨૦૨3 થી તા.૨૮/૦૨/૨૦૨૩ ૪૯૯૯
ના આંકડા રજીસ્ટર થયા હોવા છતાં. ગુજરાત માં શરાબ બંધી ના કાયદા નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેથી સ્પષ્ટ જોઈ શક્ય કે હાલ માં જે પંજાબના સંગરુરમાં ઝેરી દારૂ પીવાથી મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સંગરુરના દિડબા અને સુનામમાં ઝેરી દારૂના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. જણાવી દઈએ કે સુનામમાં સાત લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સંગરુરના સીએમઓ અનુસાર, 40 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમણે પિધેલા દારુમાં ઈથેનોલ હતો.

શહેર ના અલગ-અલગ વિસ્તાર માં દેશી શરાબ ની બનવાની આ રીતે એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે. તો બીજી તરફ ગેરકાયદેસર વેચાતો દારુનો ચોક્કસ આંકડો નથી, પણ એવુ કહી શકાય કે દારૂબંધીવાળા ગુજરાતમાં ગામેગામ દારૂ પીવાય છે. જેને પોસાય છે તે લોકો ગેરકાયદે દારૂ લાવીને છુપાઈ છુપાઈને દારૂ પીએ છે. પંરતુ જે લોકો પાસે રૂપિયા નથી એ ગરીબો દેશી દારૂ પર આધાર રાખે છે. પણ, 10, 20 રૂપિયાથી લઈને 40 રૂપિયામાં વેચાતી દારૂની પોટલીમાં હકીકતમાં તો મોતનો સામાન વેચાય છે. ત્યારે આખરે આ લઠ્ઠો શું છે તે જાણીએ, અને કેવી રીતે સર્જાય છે લઠ્ઠાકાંડ. લઠ્ઠો એ દારૂ નહિ, પરંતુ એક પ્રકારનુ સ્પિરિટ છે. જેમાં આલ્કોહોલ કન્ટેન્ટ હોય છે. આ કેમિકલ ઉદ્યોગોમાં વપરાશમાં લેવાય છે. ઔદ્યોગિક ટર્મમાં તેને ઈથાઈલ આલ્કોહોલ કહેવાય છે, પરંતુ લોકો તેને પીએ નહિ તે માટે તેમાં મિથેનોલ નામનું ઝેરી રસાયણ મેળવે છે. ઉદ્યોગો પોતાના જરૂરિયાતનું મિથાઈલ આલ્કોહોલ પોતાની પાસે રાખે છે અને બાકીનું ગેરાકાયદેસર રીતે દારૂ બનાવનારઓને વેચી દે છે. આ એક મોટી ચેન છે, જેઓ લોકોને કેમિકલવાળો દારૂ પીવા મજબૂર કરે છે. અનેક ઉદ્યોગો પોતાની જરૂરિયાત કરતા વધુના મિથેનોલની ખરીદી કરી ગેરકાયદે દારૂ બનાવનારને વેચી દે છે. આ સતત ચાલતો વેપાર છે.

સુરત માં અલગ-અલગ પુલીસ સ્ટેશન વિસ્તાર માં નોધાયેલ કેસો ની કુલ સંખ્યા ૫૧૪૭ છે. જે ગુહ વિભાગ ની વેબસાઈટ ઉપર મુકવામાં આવેલ છે.

૧-અડાજણ પોલીસ સ્ટેશન-સરનામું: ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, હની પાર્ક રોડ, અડાજણ , સુરત , ગુજરાત  395009

૨-અમરોલી પોલીસ સ્ટેશન-સરનામું: નિયર ફાયર સ્ટેશન, સાયન આરડી, અમરોલી ચાર રસ્તા, અમરોલી , સુરત , ગુજરાત  39410

૩-અઠવા પોલીસ સ્ટેશન-સરનામું: નાણાવત, સુરત, ગુજરાત 395003

૪-ચોકબજાર પોલીસ સ્ટેશન-સરનામું: પ્રાથમિક શાળા નં. 77 પાસે, પારસીવાડ, રાણીતાલો, સુરત

૫-ડીંડોલી પોલીસ સ્ટેશન-સરનામું: મધુરમ સર્કલ પાસે, ખરવાસા રોડ, ડીંડોલી, સુરત

૬-ડુમસ પોલીસ સ્ટેશન-સરનામું: સામે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડુમસ ગામ, સુરત

૭-હજીરા પોલીસ સ્ટેશન-સરનામું: હજીરાગામ રોડ, એસ્સાર કંપની પાસે, સુરત

૮-ઇચ્છાપોર પોલીસ સ્ટેશન-સરનામું: કાવાસ પાટિયા, હજીરા રોડ, સુરત

૯-જહાંગીરપુરા પોલીસ સ્ટેશન-સરનામું: મોરાભાગલ પોલીસ ચોકી બિલ્ડીંગ, મોરાભાગલ, રાંદેર, સુરત

૧૦-કાપોદ્રા પોલીસ સ્ટેશન-સરનામું: સામે. તાપી એન્જી.કોલેજ, કાપોદ્રા, સુરત

૧૧-કતારગામ પોલીસ સ્ટેશન-સરનામું: સામે. ઇદગાહ દરગાહ, કતારગામ મેઇન રોડ, કતારગામ, સુરત

૧૨-ખટોદરા પોલીસ સ્ટેશન-સરનામું: જોગણી માતા મંદિર પાસે, ઉધના મગદલ્લા રોડ, ખટોદરા, સુરત

૧૩-લાલગેટ પોલીસ સ્ટેશન-સરનામું: પ્રતિક આર્કેડની સામે, પ્રતાપ પ્રેસ ગલી, શાળા નંબર 144. ભગતલાવ, સુરત

૧૪-લિંબાયત પોલીસ સ્ટેશન-સરનામું: મારુતિનગર ચાર રસ્તા પાસે, લિંબાયત, સુરત

૧૫-મહિધરપુરા પોલીસ સ્ટેશન-સરનામું: સ્ટેશન મેઈન રોડ., મહિધરપુરા, સુરત

૧૬-મરીન પોલીસ સ્ટેશન-સરનામું: હજીરાગામ પાસે, હજીરાગામ મેઈન રોડ. હજીરા, સુરત

૧૭-પાંડેસરા પોલીસ સ્ટેશન-સરનામું: GIDC મુખ્ય રોડ, પાંડેસરા GIDC, સુરત

૧૮-પુનાગામ પોલીસ સ્ટેશન-સરનામું: બોમ્બે માર્કેટ-પુનાગામ આરડી, પુના બસ સ્ટોપ પાસે, પુનાગામ, સુરત

૧૯-રાંદેર પોલીસ સ્ટેશન-સરનામું: તાડવાડી પોલીસ ચોકી બિલ્ડીંગ, ગોમતી નાગત પાસે, કોઝવે રોડ, રાંદેર સુરત

૨૦-સચિન પોલીસ સ્ટેશન-સરનામું: સુરત – નવસારી રોડ, તિરુપતિ નગર, પારડી કાંડે, સચિન, સુરત

૨૧-સચિન GIDC પોલીસ સ્ટેશન-સરનામું: પ્રોહિબિશન ઓફિસ, સુરત, ગુજરાત, ભારત

૨૨-સલાબતપુરા પોલીસ સ્ટેશન-સરનામું: સલાબતપુરા મેં આરડી, સર્કલની સામે, મોતી બેગમવાડી, સલાબતપુરા, સુરત

૨૩-સરથાણા પોલીસ સ્ટેશન-સરનામું: વજ્ર ચોક, સિમાડા રોડ, સરથાણા, સુરત

૨૪-સિંગણપોર પોલીસ સ્ટેશન-સરનામું: વેદ આરડી, શાળા નં. 188-જૂની બિલ્ડિંગ પાસે, સિંગણપોર ગામ, સુરત

૨૫-ઉધના પોલીસ સ્ટેશન-સરનામું: Rd No 1 MG Rd, ઉધના GIDC, ઉધના ઉદ્યોગ નગર, ઉધના, સુરત

૨૬-ઉમરા પોલીસ સ્ટેશન-સરનામું: પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાછળ, અઠવાલાઇન્સ, ઉમરા

૨૭-વરાછા પોલીસ સ્ટેશન-સરનામું: સુરત – કામરેજ હ્વાય, સાધના સોસાયટી, લક્ષ્મણ નગર, વરાછા, સુરત, ગુજરાત 395006

જે ફક્ત શહેરી વિસ્તાર માં જ હોવાથી કાયદા ના અમલીકરણ યોગ્ય રીતે કરવામાં આવેલ છે. તેવું કહી શક્ય.

20 માર્ચ બુધવારે ઝેરી દારૂના કારણે પંજાબ માં4 લોકોના મોત થયા હતા. આ સિવાય ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજા જ દિવસે એટલે કે ગુરુવારે અન્ય ચાર લોકોના મોત થયા હતા. પટિયાલાની રાજિન્દર હોસ્પિટલમાં ચારના મોત થયા હતા. શુક્રવારે અન્ય આઠ લોકોના મોત થયા હતા. 22 માર્ચે જ મૃત્યુઆંક 16 પર પહોંચી ગયો હતો. શનિવારે વધુ પાંચ લોકોના મોત થતાં મૃત્યુ આંક 21 પર પહોંચ્યો.

પોલીસનું કહેવું છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે એક ઘરમાં ઝેરી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે દરોડો પાડીને 200 લિટર ઇથેનોલ જપ્ત કર્યું હતું. આ એક પ્રકારનું ઝેરી કેમિકલ હોય છે. પંજાબ સરકારે આ મામલાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય વિશેષ તપાસ ટીમની રચના કરી છે.

પોલીસનું કહેવું છે કે SIT દ્વારા આ બાબતે બારિકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. 4 સભ્યોની SITનું નેતૃત્વ ADGP લો એન્ડ ઓર્ડર IPS ગુરિન્દર ધિલ્લોન કરશે. જેમાં ડીઆઈજી પટિયાલા રેન્જ હરચરણ ભુલ્લર આઈપીએસ, એસએસપી સંગરુર સરતાજ ચહલ અને એડિશનલ કમિશનર એક્સાઈઝ નરેશ દુબે સામેલ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here