બમરોલીમાં બિલ્ડર માટે જમીન ના જગ્યાનો કબજો લેવા ગયેલા પાલિકાના અધિકારીઓને ભાગવું પડ્યું
સુરત,સુરત પાલિકાના ઉધના ઝોનના બમરોલી વિસ્તારમાં એક ખેતરમાંથી રસ્તાની જગ્યાનો વિવાદ ઉભો થયો હતો. પાલિકાએ શરુઆતમાં આક્રમક બનીને જેસીબી મશીનથી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરતાં વિખવાદ થયો હતો. ખેતરના માલિક પરિવાર સાથે ખેતર પર આવી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ શરુઆતમાં રોફ ઝાડ્યો હતો. પરંતુ ધીમે ધીમે ખેડુત તરફે લોકો વધી ગયા હતા. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ ખેડુતોને પ્રશ્નનો જવાબ આપી ન શકતા ખેડુતોએ પાલિકાના અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે સાંઠગાંઠ છે તેવા આક્ષેપ સાથે અધિકારીઓને ઘેરી લીધા હતા.
સુરતના બમરોલી વિસ્તારમાં રસ્તો કાઢવા મુદ્દે સુરત મહાનગરપાલિકા અને ખેડૂતો આમને સામને આવી ગયા હતા. ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, તેમની મહામૂલી જમીનમાંથી રસ્તો બનાવીને બિલ્ડરને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ પાલિકાના કર્મચારી અધિકારીઓનું કહેવું છે કે, ટીપી સ્કીમ અંતર્ગત ખેતરમાંથી રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. જેના કારણે અમે લોકો કામગીરી કરવા આવ્યા છે. જોકે, પાલિકાના અધિકારીઓએ રોડ બનાવવા માટેની જે કામગીરી છે એ શરૂ કરતાની સાથે જ ખેડૂતોએ રસ્તા ઉપર આવી વિરોધ નોંધાવ્યો હતો. ઘટના ગંભીર ન બને તેના માટે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા
મહિલા અને પુરુષ ભેગા થઈને અધિકારીઓની ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડમાંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા
સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન એ માં આવેલા બમરોલી વિસ્તારમાં ખેતરમાંથી રસ્તાની જગ્યાના કબ્જાના વિવાદ થતાં ખેડુતોએ અધિકારીઓનો ઘેરો ઘાલ્યો હતો. ખેડૂતો આક્રમક બની જતા અધિકારીઓએ જગ્યા છોડીને ભાગવું પડ્યું હતું. પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા, મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા પાલિકાના અધિકારીઓ ખેડૂતોને યોગ્ય જવાબ ન આપી શક્યા હોવાથી રોષે ભરાયા લોકો એ મહિલા અને પુરુષએ ગાડીને પણ જવા ન દીધી સિક્યુરીટી ગાર્ડ માંડ માંડ અધિકારીને ગાડી સુધી લઈ ગયા હતા.