Home SURAT ‘મારી માટી મારો દેશ’ અભિયાન, આજે સચિન વેસ્ટ ડાયમંડ પાર્કપબ્લિક સ્કૂલથી પ્રસ્થાન...

‘મારી માટી મારો દેશ’ અભિયાન, આજે સચિન વેસ્ટ ડાયમંડ પાર્ક
પબ્લિક સ્કૂલથી પ્રસ્થાન કરાઈ.

37
0

સુરત,વોર્ડ ૩૦માં સચિન વેસ્ટ ડાયમન્ડ ગેટ પાર્ક પબ્લિક સ્કૂલથી રેલવે સ્ટેશન તરફ વાયા નવકાર થઇ સચિન સ્ટેશન પાસે ઓવર બ્રિજ નીચે સુધીના રૂટ પર સહુ શાળાના બાળકો અને મહાનુભાવો સાથે પરિભ્રમણ કરી માટી અને ચોખા એકત્રિત કર્યા હતા. તળંગપુર સરકારી શાળાની બાળાઓએ માથે કળશ તથા કુમાર બાળકો દ્વારા બેન્ડ લઇ એક ડ્રેસ કોડમાં સહુ મહેમાનોનું કુમકુમ તિલક કરી બાળાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું.

કળશ યાત્રાની શરૂઆત માજી પાણી સમિતિ સદસ્ય અને નગર સેવિકા રિનાદેવી રાજપૂત, માજી નગર પ્રમુખ અને વર્તમાન સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી, માજી નગર સેવક કાનજી ભાડિયાદરા તથા પાલી ગામના સામાજિક અગ્રણી દાનાભાઇ ભાડિયાદરા, ઉમ્બરના લોકપ્રિય માજી સરપંચશ્રી ધનસુખભાઇ પટેલ, ડાયમન્ડ ના પ્રેમ ઓઝા, પાર્ક સ્કૂલના પરાંજપે તેમજ સાગર પાટીલ અને મનપાના આસી. કમિશ્નર પ્રવીણ પ્રસાદ વગેરે મહાનુભાવો હસ્તે માટી અને ચોખા અર્પણ કરી કળશ યાત્રા રથને સચિન સ્ટેશન તરફ પ્રસ્થાન કરાવ્યો હતો. ભારત સરકાર દ્વારા ઉજવાતા અમૃત મહોત્સવ નિમિત્તે ૭૫ વર્ષના ઇતિહાસમાં સમગ્ર દેશમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણી થઇ રહી છે. જે નિમિત્તે સચિન વિભાગમાં પણ ‘અમૃત્ત કળશ યાત્રા’ રોજ નિર્ધારિત કરેલ વોર્ડ ના દરેક રૂટમાં દેશભક્તિના ગીતોની ધૂન સાથે પરિભ્રમણ કરે છે. આ કળશ રથમાં હાજર રહેલ રીના દેવી રાજપૂત, માજી નગર સેવકો એસ.એમ.સી. ના અધિકારીગણ અને નગરજનો સાથે અગ્રણીઓ ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આસીસ્ટન્ટ કમિશ્નર પ્રવીણ પ્રસાદના જણાવ્યા મુજબ આજે ડાયમંડ પાર્ક સ્કૂલ પાસેથી સચિન સ્ટેશન તરફ કળશને બહુજ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. અહીં તળંગપુર પ્રાથમિક શાળાની બાળાઓની માથે કળશના દ્રશ્યો એક રાગિતાના દર્શન કરાવતા હતાં. સાથે ગજેરા સ્કૂલની બાળાઓ પણ ટ્રેડિસનલ ડ્રેસમાં પધારી હતી જેમાં એક બાળા માતા સીતાના વેશમાં સહુના આંખે વળગી રહી હતી. આમ કળશ યાત્રાની શોભા શાળાની બાળાઓએ પણ વધારી હતી. યાત્રામાં પધારેલ માજી નગર સેવક, સંગઠન મહામન્ત્રી મનોજસિંહ સોલંકી તથા રોટરી આરસીસી સચિનનાં પદાધિકારી, મહેમાનો અને તથા સહુ કર્મચારીઓએ તેમજ રૂટમાં અનેક વેપારીઓએ, હાથમાં માટી લઈ પંચ પ્રણ પ્રતિજ્ઞા લઇ માટી અને ચોખાને દેશના વિરો અને વિરાંગનાઓ માટે અમૃત્ત કળશ વાટિકામાં અર્પણ કર્યા હતાં. વધુમાં માં મનોજસિંહ સોલંકીએ કહ્યું કે આ કાર્યક્રમ તારીખ ૧૨/૧૦/૨૦૨૩ સુધી વોર્ડ ૩૦માં કાર્યરત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here