Home SURAT ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત, હિમસન સીરેમીક કંપનીએ બનાવ્યું ચંદ્રયાન-3 માટે...

ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત, હિમસન સીરેમીક કંપનીએ બનાવ્યું ચંદ્રયાન-3 માટે “સ્કિવબ્સ”

43
0
ક્રાંતિ સમય

ગુજરાત અને ખાસ કરીને સુરત માટે ગૌરવની વાત છે કે દેશભરના લોકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ચંદ્રયાન-3 માટે સિરામિક પાર્ટ્સ સુરતની એક કંપનીએ બનાવ્યું છે. સુરતની હિમસન સિરેમિક કંપની છેલ્લા 30 વર્ષથી ઇસરો માટે સ્કિવબ્સ તૈયાર કરે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો ચંદ્રયાન 3 લઈ ખૂબ જ ઉત્સાહિત છે. ત્યારે જણાવી દઈએ કે ચંદ્રયાન 3માં સુરતની એક કંપની જે સ્કિવબ્સ બનાવે છે તેનો ઉપયોગ ઈસરો દ્વારા કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 માં પણ આ જ સ્કિવબ્સનો ઉપયોગ કરાયો હતો. 

હિમસન સિરેમિક કંપનીના ડાયરેક્ટર નિમેષ બચકાની વાલાએ જણાવ્યુ હતુ કે તેમની કંપની 1994 થી સેટેલાઈટ અને સ્પેસયાન આવશ્યક સિરેમિક સ્પેરપાર્ટ બનાવીને ઈસરોને સપ્લાય કરે છે. ચંદ્રયાન ત્રણમાં પણ કંપની દ્વારા તૈયાર સ્ક્વિબ્સ કમ્પોનન્ટ્સ લાગ્યા છે. જે અમારી માટે ગર્વની બાબત છે. ભલે ગઈ વખતે ચંદ્રયાન બેમાં લેન્ડિંગ વખતે સમસ્યા સર્જાઈ હોય પરંતુ આ વખતે અમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારત ચંદ્રયાન-3 ને સફળતાપૂર્વક પૂર્ણ કરશે અને વિશ્વ ભારતની વૈજ્ઞાનિક શક્તિને ફરી એક વખત જોશે. કંપનીમાં બનાવેલુ સ્ક્વિબ્સએ યાનના નીચેના ભાગમાં લગાવવામાં આવતું હોય છે જેનો ઉપયોગ ઇન્સ્યુલેશન તેમજ ઇગ્નિશનમાં થાય છે. આ ખાસ પાર્ટ્સના કારણે વાયરીંગ સુરક્ષિત રહે છે અને તેમાં કોઈપણ પ્રકારે આગ લાગતી નથી, કારણ કે જ્યારે યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે નીચેના ભાગમાં ફાયરિંગની જ્વાળા ઉપર તરફ ન આવે અને વાયરીંગ સુરક્ષિત રહે તે માટે આ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here