પૂર્વ ઝોન-એ (વરાછા) : અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર, સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ) : રેલ્વે સ્ટેશન દિલ્હી ગેટ થી ચોક બજાર, રાજમાર્ગ થી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા રામપુરા હરીપુરા, સૈયદપુરા ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ અને આજુબાજુના સમગ્ર વિસ્તાર કતારગામ ઝોન : કતારગામ દરવાજા,સુમુલ ડેરીસુમુલ ડેરી રોડ, અલકાપુરીગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો નહી મળશે.
સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન-એ(વરાછા) વિસ્તારમાં આવેલ ગીતાંજલી પેટ્રોલ પંપની સામે વરાછા મેઈન રોડ પર આવેલ વરાછા વોટર વર્કસ થી વરાછા ઝોન તથા સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં સપ્લાય કરતી હયાત પાણીની લાઈન લીકેજ થઈ છે. આ લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રી ના 11 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કામગીરીના કારણે વરાછા એ ઝોનના કેટલાક વિસ્તારમાં બપોરે આપવામાં આવતા પાણી પુરવઠો મળશે નહીં. આવી જ રીતે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં આ લાઈન થી સાંજના સમયે પાણી પુરવઠો આપવામા આવે છે અને સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પાણી સાંજે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો સોમવારે આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે.