Home SURAT પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો, પોલીસે આરોપીને ઝડપી...

પાંડેસરા વિસ્તારમાં માત્ર 100 રૂપિયા માટે ખૂની ખેલ ખેલાયો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

54
0
ક્રાંતિ સમય

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ઉછીના આપેલા માત્ર 100 રૂપિયા બાબતે ઝઘડો થતાં હમવતનીને રૂમ પાર્ટનરે ઊંઘમાં પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટના અંગેની મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરા સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી ગલી નંબર 8 પાસે મૂળ ઓડિશાનો વતની મનોરંજન ઉર્ફે મુન્ના પ્રકાશ મુનિ રહેતો હતો. તે લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો. તેની સાથે તેના વતનનો ભીખા પંચુ સ્વાઈ સાથે રૂમમાં તરીકે રહેતો હતો. એમાં મનોરંજને તેના હમવતની ભીખા સ્વાઇ પાસેથી થોડા સમય પહેલાં 100 રૂપિયા ઉછીના લીધા હતા. એ 100 રૂપિયા ભીખાએ મનોરંજન પાસે પરત માગતાં બંને વચ્ચે બે દિવસ અગાઉ ઝઘડો થયો હતો અને આરોપીએ મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ દરિમયાન ગત રોજ સવારમાં મનોરંજન ઘરની બહાર ઓટલા પર સૂતો હતો, ત્યારે આરોપીએ ઊંઘમાં જ તેના માથા અને કપાળના ભાગે પથ્થર મારી તેની હત્યા કરી નાખી હતી. સવારમાં મનોરંજન મૃત હાલતમાં મળી આવતાં ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસકાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપી ભીખા પંચુ સ્વાઇની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here