સુરત પાલિકાના ઉધના ઝોનમાં ઉન વિસ્તારમાં હૈદરી નગર વિસ્તાર આવ્યો છે. આ વિસ્તારમાં છેલ્લા આઠ દિવસથી પીવાના પાણીની અછત છે અને પાણી આવતું ન હોવાથી લોકોનો ગુસ્સો સામતા આસમાન પર પહોંચી ગયો છે. આજે સ્થાનિકો ભેગા થયા હતા અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે, ચુંટણી હોય ત્યારે લોકો મતદાન માટે ગાડી લઈને આવે છે પરંતુ હાલમાં પાણી નથી આવતું તો એક પણ રાજકારણી અહી જોવા મળતો નથી.
હૈદરી નગરમાં રહેતા આઇશાબેને જણાવ્યું હતું કે, 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. ખૂબ જ તકલીફ થઈ રહી છે. નજીકમાં પણ પાણી ભરવા જઈએ તો કોઈ પાણી પણ ભરવા દેતું નેથી. ઊનાળાના સમયમાં પાણી ન આવે તો કેવી હાલત થાય? તે તો અમને જ ખબર છે. બાળકોને પણ પૂરું પાણી આપી શકાતું નથી.વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી સમયે લેતાવો મત માગવા આવી જાય છે. રીક્ષા અને ગાડીઓ લઈને આવી મત આપવા જવા માટે લઈ જતા હતા. અત્યારે કોર્પોરેટર સહિતના કોઈ નેતાઓ અમારી તકલીફમાં મદદે આવી રહ્યા નથી. અત્યારે અમારે જરૂર છે તો કોઈ અહી આવી રહ્યું નથી. હાલમાં આકરી ગરમી પડી રહી છે તેવામા પાણી ન મળતા લોકોની મુશ્કેલી વધી રહી છે. પાલિકા પાણી આપતી નથી અને બોરીંગવાળા પણ પાણી આપતા ન હોવાથી લોકોની હાલત કફોડી થઈ રહી છે. આ વિસ્તારમાં પીવા માટે પૂરતું પાણી મળે તે માટેની માંગણી સ્થાનિકો કરી રહ્યાં છે.