વેસુમાં રહેતી એક શિક્ષિકાને તેના લગ્નના બીજા જ દિવસથી સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને 3 લાખની ઉઘરાણી કરતા હતા, આ ઉપરાંત શિક્ષિકાના પતિની અગાઉ જે યુવતીઓ સાથે લગ્નની વાતો થઇ હતી તેના ફોટા બતાવી માનસિક ત્રાસ અપાયો હતો. શિક્ષિકાએ પંજાબી સમાજના પ્રમુખ રહી ચૂકેલા તેના સાસુ સહિત ચાર સાસરીયાઓની સામે દહેજની ફરિયાદ આપી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પ્રાચી વિશાલ કપૂર (રહે. રાજમહન કોમ્પ્લેક્સ, હાઇસ્કૂલની પાસે, વેસુ) વેસુની પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. તેણીના લગ્ન 2022માં પંજાબી સમાજના માજી મહિલા પ્રમુખ કવિતાબેન ગીરીષ બગ્ગાના પુત્ર રોનિત બગ્ગા (રહે.આર્શિવાદ વિલા, ન્યુ સિટીલાઇટ રોડ, અલથાણ, વેસુ) સાથે થયા હતા. લગ્ન સમયે પ્રાચીબેનને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના તેમજ અન્ય ઘરવખરીનો સામાન અપાયો હતો.
લગ્નના થોડા જ દિવસો બાદ પ્રાચીને તેના સાસુ કવિતાએ રોનિતના અગાઉ જે યુવતીઓ સાથે માંગા આવ્યા હતા. તેના ફોટા બતાવીને માનસિક ત્રાસ આપ્યો હતો. લગ્નના એક મહિના બાદ પ્રાચીને તેના પિયરમાંથી બેંક એકાઉન્ટ, જે પ્રોપર્ટીમાં નામ હોય તે તમામ લઇ આવવા માટે દબાણ કરાયું હતું. સાસરિયાઓ તરફથી ત્રણ લાખ લઇ આવવા માટે દબાણ કરીને હેરાન ફરિયાદીને હેરાન કરવામાં આવતી હતી, પ્રાચીબેન શિક્ષિકા હોય તેના ખાતામાં જે રૂપિયા હતા તે રૂપિયા પણ તાત્કાલીક એટીએમમાંથી ઉપાડી લેવા માટે દબાણ કરતા હતા. સાસરીયાથી ત્રાસી ગયેલી પ્રાચીબેને સાસુ કવિતાબેન પણ હેરાન કરતા હતા. ફરિયાદી પ્રાચીબેને પતિ રોનિત, સાસુ કવિતાબેન, સસરા ગીરીષ બગ્ગા તેમજ ગિરીકા અર્જુન આહુજાની વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.