પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉધના પોલીસને બાતમી મળી હતી કે ગૌરવ કશ્મીરીલાલ ચિટકારા દારૂ વેચવા ઉધના સંજયનગર સ્થિત VRL લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટમાં મંગાવી સંગ્રહ કરે છે. પ્રાપ્ત બાતમીના આધારે ઉધના પોલીસે ગતસાંજે સંજયનગર સ્થિત VRL લોજીસ્ટીકના ગોડાઉન પહોંચી મેનેજરને પૂછતાં ગૌરવે હરિયાણાના રોહતકથી મંગાવેલું પાર્સલ સવારે આવ્યું છે અને તે હજુ લેવા આવ્યો નથી. પોલીસે મેનેજરને વિશ્વાસમાં લઈ તેની પાસે ગૌરવને ફોન કરી પાર્સલ લેવા બોલાવી ઝડપી પાડી તેણે મંગાવેલા ચાર પાર્સલ ખોલતા તેમાં અનુક્રમે મુકેલી રૂ.1.20 લાખની કિંમતની દારૂની 24 બોટલ મળી હતી. પોલીસે ગૌરવ ની પુછપરછ કરતા દારૂની બોટલ તે પિતરાઈ ભાઈ અજય સુભાષચંદ્ર ચિટકારા સાથે હરીયાણા રોહતકના બંટી જગદીશ નકડા અને મોનુ પાસે મંગાવતા હતા.
બંને ઉપર અને નીચે આખા અનુક્રમે રાખી વચ્ચેના અનુક્રમે કાપી બોટલો એવી રીતે પેક કરી મોકલતા કે કોઈને ખબર પડે નહીં. ત્યાર બાદ તેઓ પાર્સલ પરત રોહતક મોકલતા જેથી તેમાં ફરી દારૂ મોકલાય. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ આ રોતે દારૂની બોટલ મંગાવી ગૌરવના ઉધના સત્યનગર બિલ્ડીંગ નં.39 રૂમ નં.452 માં સંગ્રહ કરી બાદમાં હોમ ડિલિવરી કરતા હતા.ઉધના પોલીસે આથી ગૌરવના રૂમ પર તપાસ કરતા ત્યાંથી દારૂની રૂ.2,50,200 ની કિંમતની વધુ 98 બોટલ મળી હતી. ઉધના પોલીસે આ અંગે બે અલગ અલગ ગુના નોંધી ગૌરવની ધરપકડ કર્યા બાદ તેના પિતરાઈ ભાઈ અજયની પણ ધરપકડ કરી રોહતકથી દારૂની બોટલ મોકલતા બંટી જગદીશ નકડા અને મોનુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ એસ.વી.ચૌધરી કરી રહ્યા છે.